પ્રાઇસ બેન્ડ 10ની ફેસ વેલ્યુના શેરદીઠ
રૂ. 135-142
ઓફર મંગળવાર, 27 ફેબ્રુ.એ ખૂલશે
અને 29 ફેબ્રુઆરીએ બંધ થશે.
બિડ્સ લઘુતમ 100 ઇક્વિટી શેર્સ
અને ત્યારબાદ 100 ઇક્વિટી
શેર્સના ગુણાંકમાં
ફ્લોર પ્રાઇઝ ફેસ વેલ્યુના 13.5 ગણી
અને કેપ પ્રાઇઝ શેરની ફેસ વેલ્યુની
14.2 ગણી

અમદાવાદ, 27 ફેબ્રુઆરીઃ એક્ઝિકોમ ટેલી-સિસ્ટમ્સ ઇક્વિટી શેરના તેના આઈપીઓના સંદર્ભે બિડ/ઓફર મંગળવાર, 27 ફેબ્રુઆરી, 2024ના રોજ ખોલશે. કુલ ઓફર સાઇજમાં રૂ. 3,290 મિલિયન (રૂ. 329 કરોડ) સુધીના ઇક્વિટી શેર્સના ફ્રેશ ઇશ્યૂ તથા 70,42,200 ઇક્વિટી શેર્સ સુધીના વેચાણ ઓફરનો સમાવેશ થાય છે ઓફરની પ્રાઇઝ બેન્ડ ઇક્વિટી શેર્સ માટે રૂ. 135થી રૂ. 142 પર નક્કી કરવામાં આવી છે. બિડ્સ લઘુતમ 100 ઇક્વિટી શેર્સ અને ત્યારબાદ 100 ઇક્વિટી શેર્સના ગુણાંકમાં કરી શકાય છે. એન્કર ઇન્વેસ્ટર બિડિંગ તારીખ સોમવાર, 26 જાન્યુઆરી, 2024 છે. બિડ/ઓફર મંગળવાર, 27 ફેબ્રુઆરી, 2024ના રોજ સબ્સ્ક્રીપ્શન માટે ખૂલશે અને ગુરૂવાર, 29 ફેબ્રુઆરી, 2024ના રોજ બંધ થશે.

ઇશ્યૂના મુખ્ય ઉદ્દેશ્યો એક નજરે

કંપની ઇક્વિટી શેર્સના ફ્રેશ ઇશ્યૂમાંથી મળેલી આવકનો નીચે મુજબ ઉપયોગ કરવાની દરખાસ્ત કરે છે – (1) રૂ. 1457.72 મિલિયન (રૂ. 145.72 કરોડ)ના ખર્ચે તેલંગાણામાં સૂચિત ઉત્પાદન એકમ ખાતે પ્રોડક્શન/એસેમ્બલી લાઇન્સ ઊભી કરવા માટેના ખર્ચના આંશિક ધિરાણ માટે (2) રૂ. 502.98 મિલિયન (રૂ. 50.29 કરોડ)ની રકમના અમારી કંપનીના કેટલાક આંશિક કે સંપૂર્ણ દેવાની પુનઃચૂકવણી/પૂર્વચૂકવણી માટે (3) રૂ. 690 મિલિયન (રૂ. 69 કરોડ)ની રકમની વધારાની કાર્યશીલ મૂડી જરૂરિયાતોના આંશિક ધિરાણ માટે (4) રૂ. 400 મિલિયન (રૂ. 40 કરોડ)ની રકમના આરએન્ડડી તથા પ્રોડક્ટ ડેવલપમેન્ટમાં રોકાણ માટે (5) બાકીની રકમ સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે. વેચાણની ઓફરમાં નેક્સ્ટવેવ કમ્યૂનિકેશન્સ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા 70,42,200 સુધીના ઇક્વિટી શેર્સનો સમાવેશ થાય છે (પ્રમોટર સેલિંગ શેરહોલ્ડર્સ).

લિસ્ટિંગલીડ મેનેજર્સ
કંપનીના શેર્સ એનએસઇ અને બીએસઇ ખાતે લિસ્ટેડ કરાવાશેમોનાર્ક નેટવર્થ કેપિટલ, યુનિસ્ટોન કેપિટલ અને સિસ્ટમેટિક્સ કોર્પોરેટ સર્વિસીઝ

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)