મહિલાઓ માટે નાણા સ્વતંત્રાનો ઉચિત અર્થ શું?

આ વાત વ્યક્તિ સાથે સંબંધિત છે અને દરેક મહિલાઓ એનું અલગ-અલગ અર્થઘટન કરી શકે છે. એનો સંબંધ પોતાના નાણાકીય નિર્ણયો જોતે લેવા સક્ષમ હોવાનો હોઈ શકે છે કે પછી નાણાકીય રીતે આત્મનિર્ભર હોવાનો હોઈ શકે છે. વળી એનો અર્થ કોઈ મહિલા ઇચ્છે ત્યાં નાણાં ખર્ચ કરી શકે એવી સ્વતંત્રતા કે કટોકટીમાં અસ્તિત્વ ટકાવવાની સક્ષમતા પણ હોઈ શકે છે. સામાજિક આર્થિક દરજ્જાને ધ્યાનમાં લીધા વિના નાણાકીય સ્વતંત્રતા મહિલાઓને નાણાકીય રીતે સુરક્ષિતતાના લાગણી આપે છે. મહિલાઓનાં સશક્તિકરણનું મહત્વ વધવાની સાથે તેઓ કેવી રીતે પોતાની રીતે મદદરૂપ થઈ શકે એ સમજવું નોંધપાત્ર છે. અહીં કેટલાંક સ્ટેપ આપ્યાં છે, જેને મહિલાઓ ખરાં અર્થમાં નાણાકીય સ્વતંત્રતા હાંસલ કરવા અપાવી શકે છેઃ

બચત અને રોકાણ માટેની મહત્વની બાબતો

મહિલાઓ હંમેશા તેમના નાણામાંથી કેટલાંક છુપાવવાની વૃત્તિ રાખે છે અને મુશ્કેલીના સમયમાં સંપૂર્ણ અનપેક્ષિત રીતે ટેકો આપીને બધાને ચકિત કરી દે છે. તેઓ વધારે સારી રીતે જાણતી ન હોવાથી અગાઉની સદીઓમાં કેટલીક મહિલાઓ તેમની બચત ગાદલાં નીચે સંગ્રહ કરતી હતી, તો કેટલીક સેવિંગ્સ બેંક ખાતામાં જાળવે છે. કમનસીબે બંને વિકલ્પોએ સુનિશ્ચિત કર્યું છે કે, આ ફંડનું મૂલ્ય મોંઘવારીની સાથે ઘટે છે. અહીં એ નોંધવું મહત્વપૂર્ણ છે કે, બેંક ખાતાઓમાં નાણાં રાખવાથી મોંઘવારી સાથે તાલમેળ જાળવવા જેટલી રકમમાં પર્યાપ્ત વધારો ભાગ્યે જ થાય છે. પરિણામે કેટલાંક નાણાં હાથ પર રાખવા છતાં વધતી કિંમતોને પૂર્ણ કરવા પર્યાપ્ત આવક કરવા રોકાણ કરવું મહત્વપૂર્ણ છે.

એટલે પોતાની નાણાકીય કમાણીની ક્ષમતા કે શૈક્ષણિક પૃષ્ઠભૂમિને ધ્યાનમાં ન લઈએ તો પણ મહિલાઓએ સતર્ક રોકાણકારો બનવું પડશે. કોઈ મહિલાની નાણાકીય ક્ષમતા ગમે તે હોય, પોતાની આવકનો એક હિસ્સાનું રોકાણ ઉચિત એસેટ વર્ગોમાં કાળજીપૂર્વક કરવું પડશે અને એ પણ સમયની સાથે શિસ્તબદ્ધ રીતે, જેથી નિવૃત્તિ માટે ફંડ ઊભું કરવા, ઘર કે કાર ખરીદવા અને લાંબા ગાળાના અન્ય લક્ષ્યાંકો પૂર્ણ કરવા માટે મોટું ફંડ ઊભું થાય.

અંગત હેલ્થ વીમાયોજના સુનિશ્ચિત કરો

હેલ્થ વીમો મોટું અને ઉપયોગી રોકાણ છે. નાણાકીય દ્રષ્ટિકોણથી હેલ્થ વીમો ખરીદવાથી કરવેરાની જવાબદારી ઘટે છે અને ચુકવણી થયેલા પ્રીમિયમને કરમુક્તિનો લાભ મળે છે. પણ તબીબી ખર્ચ અનપેક્ષિત પાસું છે – તે કોઈ પણ સમયે આવે છે અને તેની અસર નુકસાનકારક બની શકે છે, જે નેટવર્થ પર નોંધપાત્ર અસર કરી શકે છે. એટલે અનપેક્ષિત કે ઊંચી અસર ધરાવતા તબીબી ખર્ચા માટે ચુકવણી કરવા વીમો હોવો એક રોકાણ છે, જેને મહિલાઓએ પ્રાથમિકતા આપવાની જરૂર છે.- મનિપાલસિગ્ના હેલ્થ ઇન્સ્યોરન્સના ચીફ ઓપરેટિંગ ઓફિસર, પ્રિયા દેશમુખ ગિલ્બિલ

જ્યારે કેટલીક મહિલાઓ તેમની કંપનીઓમાંથી હેલ્થ વીમાપોલિસી ધરાવી શકે છે, ત્યારે કવરેજ પર્યાપ્ત હોય એ જરૂરી નથી. લોકો માને છે કે, તેમને વધારે ખર્ચ કરવાની કે પર્સનલ હેલ્થ પ્લાન લેવાની જરૂર નથી. પણ જો નોકરી બદલાય કે નિવૃત્ત થાય, તો આ પ્રક્રિયા નાણાકીય લક્ષ્યાંકોને અસર કરી શકે છે. એટલે મહિલાઓએ તેમની પોતાની હેલ્થ વીમાયોજના ખરીદવા વિચારવું જોઈએ, જેથી આજીવન ગુણવત્તાયુક્ત હેલ્થકેર મળે, લાંબા ગાળાના નાણાકીય લક્ષ્યાંકો પાર પાડી શકાય અને સ્વસ્થ જીવન જીવી શકાય.

નાણાકીય સલાહ મેળવવી

નાણાકીય આયોજન આપણા ભવિષ્યની યોજનાના મહત્વપૂર્ણ પાસાં પૈકીનું એક છે. એટલે નિયમિત સમયાંતરે ઉપયોગી માર્ગદર્શન મેળવવું હંમેશા સારો વિચાર છે. મહિલાઓ વ્યવસાયિક નાણાકીય સલાહકાર રોકી શકે છે, જે તેમનાં નાણાં સાથે સંબંધિત તમામ પ્રશ્રોનો જવાબ આપી શકે અને તેમને વિસ્તૃત નાણાકીય પોર્ટફોલિયો ઊભો કરવાની પ્રક્રિયામાં માર્ગદર્શન આપી શકે. તેમણે કોઈ પણ વ્યક્તિ પાસેથી નિઃશુલ્ક સલાહ લેવાની જરૂર નથી, કારણ કે તે તેમના લક્ષ્યાંકને પ્રાથમિકતા ન આપે એવું બની શકે. આ વાત યાદ રાખવી હંમેશા મદદરૂપ છે – પ્રોફેશનલ પ્લાનર વ્યક્તિના વિશિષ્ટ લક્ષ્યાંકો અને જોખમ ખેડવાની ક્ષમતા પર ધ્યાન કેન્દ્રિત કરશે, જેથી ઉદ્દેશ-આધારિત ફાઇનાન્શિયલ પ્લાન બનાવી શકાય અને તેમના લક્ષ્યાંકો સમયસર પૂર્ણ કરે એ માટે ધ્યાન જાળવી રાખવામાં મદદ મળશે. નાણાકીય સ્વતંત્રતામાં જરૂરિયાત અને અનિશ્ચિતતાના સમયમાં ઉચિત નિર્ણયો લેવાની ક્ષમતા સામેલ છે અને વ્યક્તિના અંગત/સંયુક્ત ખાતાઓ કે રોકાણોમાં નાણાં હોવા પર્યાપ્ત નથી. એક વાર નાણાકીય સ્વતંત્રતા હાંસલ થાય પછી સુરક્ષિત અને અર્થપૂર્ણ જીવન સુનિશ્ચિત થશે.

શિસ્તબદ્ધ બજેટિંગ

મહિલાઓ બધું કરી શકે છે એ એ પ્રાચીન કહેવાત આજે પણ સાચી છે. સામાન્ય રીતે મહિલાઓ ઘરની આવકજાવકનું વ્યવસ્થાપન કરવા અને બચત કરવામાં કુશળ હોય છે. તેમણે મજબૂત પાયો નાંખ્યો છે અને તેમણે હવે તેમની સ્વાભાવિક પ્રતિભાને વધારવી જરૂર છે. એટલે નાણાકીય દુનિયાની સમજણ મેળવવા તેણે શું કરવું જોઈએ? આ માટે નાણાકીય દુનિયા કેવી રીતે કામ કરે છે એની મૂળભૂત સમજણ કેળવાની જરૂર છે. આ મહત્વપૂર્ણ છે કે, મહિલાઓ ઓનલાઇન અભ્યાસક્રમો, લેખો વાંચીને કે વેબિનારોમાં સહભાગી થઈને પોતાની રીતે જાણકારી મેળવી શકે છે. ઉપરાંત સામાન્ય રીતે મહિલાઓને રોકાણ વિશે પરિવારની ચર્ચામાંથી બાકાત રાખવામાં આવે છે. એમાં પરિવર્તન કરવાનો ઉચિત સમય છે. તેઓ દરેક નિર્ણય બજેટિંગ, લક્ષ્યાંક-નિર્ધારણ, જોખમ સામે વળતરનું વિશ્લેષણ કરીને અને તૈયારીના મૂળભૂત માળખાને આધારે કરી શકે છે. સામાન્ય રીતે મહિલાઓએ પ્રગતિ કરી હોવા છતાં ઘણી મહિલાઓ હજુ પણ નાણાકીય બાબતો અને રોકાણની વાતોમાં ઓછો આત્મવિશ્વાસ ધરાવે છે. આશા છે કે, આ સ્થિતિ લાંબો સમય નહીં ચાલે. એટલે મહિલાઓ માટે એસેટના વર્ગો એટલે કે ફિક્સ્ડ ઇન્કમ, ઇક્વિટી, રિયલ એસ્ટેટ વગેરેની સમજણ કેળવવી અને વીમા જેવા જોખમની ભરપાઈ કરતાં ઉત્પાદનો દ્વારા અનિશ્ચિતત સ્થિતિસંજોગોમાંને કેવી રીતે સંભાળવવા એની મૂળભૂત સમજણ મેળવવી જોઈએ. સારું વાંચન કરવાથી સમજણ વધી શકે છે અને રોકાણ પર અભિગમ બદલાઈ શકે છે. તો મારી સલાહ તમામ મહિલાઓને એવી છે કે, નાણાકીય બાબતોની મૂળભૂત જાણકારી મેળવવા ધ્યાન કેન્દ્રિત કરો અને વિકલ્પોનું વિશ્લેષણ કર્યા પછી રોકાણના નિર્ણયો લો, જે તમારા લક્ષ્યાંકો સાથે સુસંગત હોય અને સૌથી વધુ મહત્વપૂર્ણ બાબત –તમારી નાણાકીય સ્થિતિ અને તમારા સ્વાસ્થ્યને સારી રાખવા સતત રોકાણ કરો.