અમદાવાદ, 23 ફેબ્રુઆરી: GMDCએ નાણાકીય વર્ષ 2025 માટે 3,041 કરોડ રૂપિયાના મૂડી ખર્ચને બોર્ડની મંજૂરી આપી છે.  નવા લિગ્નાઈટ પ્રોજેક્ટ્સ માટે 1,138 કરોડ રૂપિયાની વ્યૂહાત્મક ફાળવણી સાથે, GMDC હાલના લિગ્નાઈટ પ્રોજેક્ટ્સના વિકાસમાં મદદરૂપ થશે જ્યારે નવા કાર્યોના વિકાસને પણ સરળ બનાવશે. GMDCએ ઓડિશામાં ફાળવવામાં આવેલા કોલ બ્લોકની કામગીરીને ઝડપી બનાવવા માટે 629 કરોડ રૂપિયા ફાળવ્યા છે. પ્રારંભિક તબક્કામાં સંભવિત ખાણોના વિકાસ કરવાની અમારી વ્યૂહરચનામાં આ પહેલ મુખ્ય છે.

GMDC વ્યૂહાત્મક રીતે પાવર પ્રોજેક્ટ્સના વિકાસમાં 371 કરોડ રૂપિયાનું રોકાણ કરી રહ્યું છે, જેમાં પુનઃપ્રાપ્ય ઊર્જા પર ખાસ ભાર મૂકવામાં આવ્યો છે. આ રોકાણમાંથી, 300+ કરોડથી વધુ રકમ એટીપીએસ (અક્રિમોટા થર્મલ પાવર સ્ટેશન)ના વ્યાપક સમારકામ માટે ફાળવવામાં આવી છે. વહીવટીતંત્ર દ્વારા પાવર પરચેઝ એગ્રીમેન્ટ્સ (PPAs) ને સુધારવાના પ્રયાસો ચાલી રહ્યા છે, જે પ્રક્રિયા GMDCના વ્યૂહાત્મક ધરીને પૂરક બનાવે છે.

રૂપવંત સિંઘ, IAS, મેનેજિંગ ડિરેક્ટર, GMDCએ જણાવ્યું કે, “આગામી પાંચ વર્ષ માટે અમારો માન્ય મૂડી ખર્ચ GMDCના મજબૂત નાણાકીય સ્વાસ્થ્ય અને ભવિષ્ય પ્રત્યેના અમારા આશાવાદી દૃષ્ટિકોણનો પુરાવો છે. આ રોકાણો લાંબા ગાળાની વૃદ્ધિ, કાર્યકારી શ્રેષ્ઠતા અને ટકાઉપણું હાંસલ કરવાની અમારી સફરમાં મુખ્ય છે. અમને વિશ્વાસ છે કે આ વ્યૂહાત્મક મૂડી ખર્ચની ફાળવણી અમારા હિતધારકો માટે નોંધપાત્ર મૂલ્ય ઉભું કરશે”.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)