અમદાવાદ: ભારતમાં લિગ્નાઇટ વિક્રેતા અને ખાણક્ષેત્રના અગ્રણી જાહેર સાહસ ગુજરાત મિનરલ ડેવલોપમેન્ટ કોર્પોરેશન લિમિટેડે(જીએમડીસી)એ  ૩૧ ડિસેમ્બરે પુરા થતા ત્રીજા ક્વાર્ટર અને નવ મહીના માટેના પોતાના નાણાકીય પરિણામો જાહેર કર્યા છે.  તે અનુસાર ક્યૂ-3માં રૂ. ૭૬૪ કરોડની આવક સામે કુલ આવક રૂ. ૯૧૧ કરોડ થઇ છે. વિવિધ ઓપરેશન્સમાંથી કુલ આવક રૂ. ૮૫૫ કરોડ થઇ જે Q3 FY22 માં રૂ. ૭૨૫ કરોડ હતી.  Core EBITDA રૂ. ૩૯૦ કરોડ નોંધાઇ જે Q3 FY22 માં રૂ. ૨૪૧ કરોડ હતી. પ્રોફીટ બિફોર ટેક્સ રૂ ૩૬૯ કરોડ રહ્યો જે Q3 FY22 માં ૨૨૦ કરોડ હતો. પ્રોફીટ આફ્ટર ટેક્સ રૂ. ૨૬૫ કરોડ નોંધાયો જે Q3 FY22 માં રૂ. ૧૪૯ કરોડ હતો. EPS રૂ ૮.૩૪ રહ્યો (ફેસ વેલ્યુ રૂ. ૦૨/- પ્રતિ શેર) થઇ છે.

નવ માસ માટે કુલ આવક રૂ. ૨૭૦૬ કરોડ રહી જે  9MFY22માં રૂ. ૧૭૯૧ હતી.  પ્રોફીટ આફ્ટર ટેક્સ વધીને રૂ. ૭૬૦ કરોડ થયો, જે 9MFY22માં રૂ. ૨૨૮ કરોડ હતો. પ્રોફીટ આફ્ટર ટેક્સ માર્જીન ૨૮% રહ્યો. પ્રતિ શેર આવક રૂ. ૨૩.૯૨ થઇ (ફેસ વેલ્યુ રૂ. ૦૨/- પ્રતિ શેર) નોંધાઇ છે. કંપનીની નાણાકીય કામગીરી અંગે GMDCના મેનેજિંગ ડિરેક્ટર, IAS રૂપવંત સિંઘે જણાવ્યું કે, GMDC ખાતે અમારી અમારી યોજનાઓ ઝડપી વૃદ્ધિ હાંસલ કરવા ઉપર કેન્દ્રિત છે. આગામી ત્રિમાસિક ગાળામાં વિવિધ સેગમેન્ટમાં રોકાણમાં વધારો જોવા મળશે.