ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર્સની આગાહીઃ સોનું રૂ. 60-63 હજાર સુધી સુધરી શકે

અમદાવાદઃ પીળી ધાતુની તેજી લાલચોળ બની છે. ઇન્ટરનેશનલ વોલેટિલિટીની અસર ઇન્ડિયન માર્કેટ્સમાં પણ જોવા મળી રહી છે. એમસીએક્સ ખાતે સોનાનો વાયદો 10 ગ્રામદીઠ રૂ. 56245ની સર્વોચ્ચ સપાટીએ આંબી ગયો છે. ઇન્ટરનેશનલ માર્કેટ્સમાં પણ ઔંશદીઠ સોનું 1900 ડોલરની મહત્વપૂર્ણ અને સાયકોલોજિકલ સપાટીને ક્રોસ કરી ચૂક્યું છે. ત્યારે ટ્રેડર્સ, ઇન્વેસ્ટર્સ અને સ્પેક્યુલેટર્સે આ ભાવે સોનું વેચવાનો કે ખરીદવાનો સમય છે તે નિષ્ણાતો પાસેથી મેળવેલા મંતવ્યો આધારિત જાણો….

ડોલર સામે સતત નરમ પડી રહેલા રૂપિયા સહિતની કરન્સીઓના કારણે નવેમ્બર-22થી સોનામાં ઇન્ટરનેશનલ તેજીનો ધૂણો ધખી રહ્યો છે. બે વર્ષ અગાઉ સોનામાં ઇન્વેસ્ટ કરી રહેલા રોકાણકારો રાજી થઇ રહ્યા છે. રહી રહીને હવે તેમની નકલ કરનારા સ્પેક્યુલેટર્સે ચેતીને ચાલવાનો સૂર નિષ્ણાતો વ્યક્ત કરી રહ્યા છે.

એક્સચેન્જ ટ્રેડેડ ફંડ્સમાં જોવાયેલો ઉછાળો એક નજરે

12 જાન્યુઆરી, 2023 ના રોજ પૂરા થયેલા ત્રણ મહિનામાં, સોના અને ચાંદીમાં રોકાણ કરતા ગોલ્ડ એક્સચેન્જ-ટ્રેડેડ ફંડ્સ (ETF) અનુક્રમે 10.98 ટકા અને 19.36 ટકા વધ્યા હતા. જે દર્શાવે છે કે CY2022ના બીજા અને ત્રીજા ક્વાર્ટરમાં વોલેટિલિટી વધી હતી. જો કે, રોકાણકારોને સલાહ આપવામાં આવે છે કે તેઓ અગાઉના વર્ષોમાં સોનાની મૂવમેન્ટ ઉપર ફરી એક નજર કરી લે….

  • યુક્રેન પર રશિયાના આક્રમણને પગલે માર્ચ 2022માં સોનું પ્રતિ ઔંસ $2,070ની ઊંચી સપાટીએ પહોંચ્યું હતું. પરંતુ યુએસ ફેડરલ રિઝર્વ (ફેડ) દ્વારા શ્રેણીબદ્ધ આક્રમક દરમાં વધારાની અનુગામી જાહેરાતથી સોનાના ભાવ દબાણ હેઠળ આવ્યા હતા.
  • જ્યારે જ્યારે ઇન્ટરેસ્ટ રેટ્સ વધે છે ત્યારે સોનાના ભાવ નીચે જાય તેવું સર્વસામાન્યપણે જોવા મળે છે. પરંતુ આ વખતે ચિત્ર બદલાયું છે છતાં  જેમણે $2,000 થી વધુ ભાવે સોનું ખરીદ્યું છે તેઓની ખરીદીની કિંમત હજુ જોવા મળી નથી.
  • ઓગસ્ટ 2020માં જ્યારે સોનું $2,070 પર પહોંચ્યું ત્યારપછી સોનાને માર્ચ 2022માં ફરીથી તે ભાવ સુધી પહોંચવામાં લગભગ 18 મહિનાનો સમય લાગ્યો હતો.
  • આટલી ઊંચી વોલેટિલિટીના માધ્યમથી રોકાણકારોએ એક પાઠ શિખવા જેવો છે કે,  સોનામાં રિટર્નનું સાતત્ય જળવાઇ રહેતું નથી. જો તમે ખોટા સમયે ઇન્વેસ્ટ કરો તો  सोना आपको महिनो या सालो तक सोने नहिं देगा…. સોના આપકો મહિનો યા સાલો તક સોને નહિં દેગા.
  • ભૂતકાળના વળતરને જોતા સોનાનો પીછો ન કરો. તે કોઈ વ્યાજ ચૂકવતું નથી અને જો તમારી ખરીદી કર્યા પછી કિંમતો નીચે જાય છે, તો તમે કલ્પના કરી શકો તે કરતાં તમારી ખરીદ કિંમત પર પાછા આવવામાં ઘણો સમય લાગી શકે છે.

સોનેરી 2023 માટેના કેટલાં સોનેરી સૂચનો નિષ્ણાતોની નજરે

સોનું વોલેટાઇલ એસેટ હોવા છતાં, ઘણા વિશ્લેષકોનું માનવું છે કે પવન સોનાની તરફેણમાં બદલાઈ રહ્યો છે. જો વ્યાજદરમાં વધુ વધારો કરવામાં નહીં આવે અને ફુગાવાના તખ્તોમાં વધારો કરવામાં આવે તો સોનાના ભાવમાં વધુ ઉછાળો આવવાનો મજબૂત કેસ છે. મોતીલાલ ઓસવાલના સંશોધન, કોમોડિટી અને કરન્સીના હેડ નવનીત દામાણી કહે છે, ફેડના આક્રમક દરમાં વધારાના વલણમાં ફેરફાર, ETF (એક્સચેન્જ-ટ્રેડેડ ફંડ્સ)માં સકારાત્મક પ્રવાહ અને સોનાની મધ્યસ્થ બેન્કની ખરીદી ના કારણે સોનાના મજબૂત સેન્ટિમેન્ટને વેગ આપી શકે છે અને સોનાના ભાવમાં વધારો થઇ શકે છે.

ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર્સની આગાહીઃ સોનું રૂ. 60-63 હજાર સુધી સુધરી શકે

સોનું રૂ. 60,000-63,000 પ્રતિ 10 ગ્રામને સ્પર્શે તેવી શક્યતા

સોનું રૂ. 58,000- રૂ. 60,000ને સ્પર્શે તેવી વકી, IIFL સિક્યોરિટીઝ

નવા વર્ષના પ્રારંભમાં તમારે કેવી રીતે રોકાણ કરવું જોઈએ?

સોનામાં રોકાણકારો દ્વારા થોડો નફો જોવા મળી શકે છે. પ્રથમ ક્વાર્ટરમાં આવા પ્રોફિટ બુકિંગની અપેક્ષા છે, જે સોનાના ભાવને રૂ. 53,500 સુધી લઇ જઇ શકે છે. પરંતું તે લાંબા ગાળાની ખરીદીની તક હોઈ શકે છે. ફેમિલી ફર્સ્ટ કેપિટલના સ્થાપક અને MD, રૂપેશ નાગડા, ગોલ્ડ ETF અને ગોલ્ડ ફંડ્સ દ્વારા સોનામાં પોર્ટફોલિયોના 15 ટકા સુધી રોકાણ કરવાની ભલામણ કરે છે.

સોનામાં લાંબાગાળાનું રોકાણઃ સોવરેન ગોલ્ડ બોન્ડમાં કરો

માત્ર સોનામાં લાંબા ગાળાના રોકાણકારોએ સોવરિન ગોલ્ડ બોન્ડમાં રોકાણ કરવાનું વિચારવું જોઈએ. આ બોન્ડ્સ ભાગ્યે જ વાજબી મૂલ્યની નજીક વેપાર કરતા હોવાથી, તેનો ઉપયોગ વ્યૂહાત્મક ફાળવણી માટે થવો જોઈએ નહીં. ગોલ્ડ ફંડ્સ અને ગોલ્ડ ETF નો ઉપયોગ કરીને સોનાની વ્યૂહાત્મક ફાળવણી પ્રાપ્ત કરી શકાય છે. વૈશ્વિક ઇક્વિટી માર્કેટ માટે કેલેન્ડર વર્ષનું પ્રથમ ક્વાર્ટર વોલેટાઇલ અને કરેક્ટિવ મોડમાં હોવાથી સોના તરફનો ઝોક વધી શકે છે. તેને ધ્યાનમાં લેતાં આ વર્ષે સોનું ઇક્વિટી કરતાં વધુ સારું પ્રદર્શન કરે તેવી અપેક્ષા છે, લાંબા ગાળાનો પોર્ટફોલિયો બનાવવા આતુર રોકાણકારોએ એસેટ એલોકેશન મુજબ ઇક્વિટી એકત્રિત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ.

અને છેલ્લે….

તમારા એસેટ એલોકેશનને આધારે જ મૂડીરોકાણનો નિર્ણય લો. કોઇપણ એસેટ ક્લાસના શોર્ટ- મિડિયમ પ્રદર્શનના આધારે નહિં.

MCX gold hits life time highs above 56250: What is next?

  • Inflationary concerns and rising uncertainties ingredient for gold’s rally

• Domestic prices supported by Rupee depreciation and hike in import duty

• Aggressive rate hikes from major central bankers weighed on the metal

• Any sign of ease off in stance from the Fed will support the metal further

• Geo-political and Covid concerns continue to support safe haven assets

• Central Banks gold buying spree is also boosting market sentiment

Positive Flows in ETF coupled with stagflation/recession scenario could benefit

• A move in real rates lower will inversely support the metal price further

• Expect Comex Gold to soar to $1990 & $2100 and 60,000-63,000 on MCX

• Profit taking in Q1 towards Rs.53500 could be a long term buying opportunity. (Motilal Oswal Financial Services)

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)