અમદાવાદ, 6 માર્ચઃ ભારત અને આંતરરાષ્ટ્રીય સ્તરે એથનિક અને વેસ્ટર્ન સ્નેક્સમાં પ્રચલિત એફએમસીજી કંપની ગોપાલ સ્નેક્સનો આઈપીઓ ઈશ્યૂ આજે પ્રથમ દિવસે કુલ 60 ટકા ભરાયો છે. જેમાં રિટેલ રોકાણકારોએ સૌથી વધુ 96 ટકા અરજી કરી છે. જ્યારે એનઆઈઆઈ પોર્શન 52 ટકા સબ્સક્રાઈબ થયો છે. એમ્પ્લોયી પોર્શન ફુલ્લી 1.79 ગણો ભરાઈ ચૂક્યો છે. આજથી 11 માર્ચ સુધી ખુલ્લો રહેનારા આઈપીઓ હેઠળ કંપની રૂ. 650 કરોડનું ફંડ એકત્ર કરવા માગે છે. જે સંપૂર્ણપણે ઓફર ફોર સેલ હેઠળ છે.

ગોપાલ સ્નેક્સ આઈપીઓની પ્રાઈસ બેન્ડ રૂ. 381-401 અને માર્કેટ લોટ 37 શેર્સ છે. ઈશ્યૂના શેર એલોટમેન્ટ 12 માર્ચે અને લિસ્ટિંગ 14 માર્ચે થશે. Gopal Snacks IPO માટે ગ્રે માર્કેટમાં રૂ. 70 પ્રીમિયમ બોલાઈ રહ્યા છે. જે લિસ્ટિંગ ગેઈન 17થી 20 ટકા પ્રીમિયમ મળવાનો આશાવાદ દર્શાવે છે.

8-10 બ્રોકરેજની નજરે આઈપીઓ આકર્ષક

ટોચના વિવિધ લગભગ આઠથી 10 બ્રોકરેજ હાઉસે આઈપીઓ ઈશ્યૂ ભરવા સલાહ આપી છે. જ્યારે એક બ્રોકરેજ હાઉસે આઈપીઓથી દૂર રહેવા સલાહ આપી છે. આનંદ રાઠી, ચોઈસ ઈક્વિટી, રિલાયન્સ સિક્યુરિટીઝ, સ્ટોક્સબોક્સ, સુશીલ ફાઈનાન્સ, સ્વસ્તિક ઈન્વેસ્ટમાર્ટ,વેન્ચુરા સિક્યુરિટીઝ સહિતના બ્રોકરેજ હાઉસે આઈપીઓ અપ્લાય કરવા રેટિંગ આપ્યું છે. કંપની નમકીન સેગમેન્ટમાં ટોચની એફએમસીજી કંપનીમાં સામેલ છે. જેના માર્જિન અને ગ્રોથ સતત વધી રહ્યા છે.

કંપનીના લિસ્ટેડ હરીફ બિકાજી ફૂડ્સ અને પ્રતાપ સ્નેક્સ છે. જેનો પીઈ રેશિયો ક્રમશઃ 104.67 અને 137.87 છે. જ્યારે ગોપાલ સ્નેક્સનો પીઈ રેશિયો લિસ્ટિંગ બાદ 44.96 આસપાસ રહેશે. જે શેરમાં વૃદ્ધિની તકો દર્શાવે છે. કંપની ફંડામેન્ટલી પણ મજબૂત છે.

ફંડામેન્ટલ્સઃપીઈ રેશિયો લિસ્ટિંગ બાદ 44.96 આસપાસ રહેશે, જે શેરમાં વૃદ્ધિની તકો દર્શાવે છે

વિગતFY23FY22FY21
આવક139.85135.64112.98
ચોખ્ખો નફો11.234.152.11
કુલ દેવું10.616.413.89

કંપનીનો નફો નાણાકીય વર્ષ 2022-23માં 170.52 ટકા વધ્યો છે. ગોપાલ નમકીન આઈપીઓની માર્કેટ કેપ વર્તમાન અંદાજોના આધારે રૂ. 4996.64 કરોડ છે. શેરદીઠ કમાણી રૂ. 9.02 છે. ડેટ ઈક્વિટી રેશિયો 0.08 છે. કંપનીની ઓફર ફોર સેલનો લાભ હિસ્સો હળવા કરતાં શેરહોલ્ડર્સને થશે. પ્રમોટર બિપિનભાઈ વિઠ્ઠલભાઈ હડવાણી, દક્ષાબેન હડવાણી અને ગોપાલ એગ્રોપ્રોડક્ટ્સ કંપનીમાં 93.50 ટકા હિસ્સો ધરાવે છે.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)