અમદાવાદ, 3 મેઃ ગોદરેજ પ્રોપર્ટીઝ લિ.એ માર્ચ-23ના અંતે પુરા થયેલા ચોથા ત્રિમાસિક ગાળા માટે કોન્સોલિડેટેડ ધોરણે ચોખ્ખો નફો રૂ. 412 કરોડ સમગ્ર વર્ષ માટે રૂ. 571 કરોડ નોંધાવ્યો છે. કંપનીની બુકિંગ વેલ્યુ રૂ. 4,051 કરોડ હતી, વાર્ષિક ધોરણે અને ત્રિમાસિક ધોરણે 25% વધી અને નાણાંકીય વર્ષ 2023 માટે 56% વધીને રૂ. 12,232 કરોડ થઈ છે. ચોથા ત્રિમાસિક ગાળાના પ્રદર્શન પર ટિપ્પણી કરતા, ગોદરેજ પ્રોપર્ટીઝ લિમિટેડના એક્ઝિક્યુટિવ ચેરપર્સન પીરોજશા ગોદરેજએ જણાવ્યું કે કુલ આવક રૂ. 1,476 કરોડની સરખામણીમાં 31% વધીને રૂ. 1,930 કરોડ થઈ છે. બિટા રૂ. 403 કરોડની સરખામણીમાં 56% વધીને રૂ. 630 કરોડ, અને ઈપીએસ રૂ. 9.37ની સરખામણીમાં રૂ. 14.82 નોંધાઇ છે.

વર્ષ 2021ની સરખામણીએ વર્ષ 2023ની કામગીરી

માર્ચ-23ના અંતે પુરાં થયેલા વર્ષ માટે કંપનીની કુલ આવક રૂ. 2397 કરોડની સરખામણીમાં 25% વધીને રૂ. 2998 કરોડ થઈ છે. એબિટા રૂ. 705 કરોડની સરખામણીમાં 41% વધીને રૂ. 994 કરોડ અને ચોખ્ખો નફો રૂ. 352 કરોડની સરખામણીમાં 62% વધીને રૂ. 571 કરોડ થયો છે. ઈપીએસ રૂ. 12.68ની સરખામણીએ રૂ. 20.55 નોંધાઇ છે.