બેંગ્લુરુ, 7 ડિસેમ્બર: દિવ્યાંગો પર કેન્દ્રીત ચેમ્પિયન ફિનટૅક્સ માટે ખાસ રીતે તૈયાર કરવામાં આવેલી દેશવ્યાપી પહેલ આઈ-ઇનોવેટને લૉન્ચ કરવા માટે HDFC બેંકે રીઝર્વ બેંક ઇનોવેશન હબ (RBIH)ની સાથે ભાગીદારી કરી છે, જે નાણાકીય સમાવેશનને પ્રોત્સાહન આપવાની દિશામાં લેવામાં આવેલું એક મહત્ત્વપૂર્ણ પગલું છે. આ પહેલ દિવ્યાંગો માટે નાણાકીય સમાવેશનને વધારવા માટે જ નહીં પણ તેમાં ક્રાંતિ લાવવા માટે પણ સંપૂર્ણપણે આસિસ્ટિવ ટેકનોલોજી (એટી)નો લાભ ઉઠાવવા પર કેન્દ્રીત છે.

HDFC બેંક અને રીઝર્વ બેંક ઇનોવેશન હબ દિવ્યાંગોના સેગમેન્ટ માટે નવીનીકરણ કરવામાં તેમજ આ ક્ષેત્રમાં સ્ટાર્ટઅપ્સનું ઇન્ક્યુબેશન કરવા, તેમને ગતિ આપવા અને તેમને પ્રોત્સાહન આપવામાં વિશિષ્ટ પ્રકારનો સપોર્ટ પૂરો પાડવા કુશળતાનું યોગદાન આપવા માટે સહાયક પાર્ટનર તરીકે આસિસટૅક ફાઉન્ડેશન (ATF)નો પણ સહકાર મેળવવામાં આવ્યો છે.

દેશના કુલ વસતીનો 2.2%થી વધારે હિસ્સો આ ડેમોગ્રાફિક હેઠળ આવતો હોવાથી આઈ-ઇનોવેટનો ઉદ્દેશ્ય દિવ્યાંગો માટેના નાણાકીય ક્ષેત્રની અંદર નવીનીકરણ અને સમાવેશીતાને પ્રોત્સાહન આપવા પર કેન્દ્રીત વિવિધ પ્રોગ્રામોનું અમલીકરણ કરવાનો છે. વધુમાં ઇનોવેશન ચેલેન્જિસ, હેકેથોન્સ, એક્સેલરેશન પ્રોગ્રામ્સ જેવી વિવિધ પહેલ તથા એવોર્ડ્સ પણ શરૂ કરવામાં આવશે, જેથી કરીને દિવ્યાંગોના નાણાકીય સમાવેશ માટે ઉકેલો શોધવા માટે સમર્પિત હોય તેવા સ્ટાર્ટઅપ્સને ઓળખીને તેમને સક્રિયપણે સમર્થન પૂરું પાડી શકાય.

HDFC બેંકના રીટેઇલ બ્રાન્ચ બેંકિંગ હેડ સુશ્રી સ્મિતા ભગતએ જણાવ્યું હતું કે, દિવ્યાંગોની કુલ વસતીમાંથી લગભગ ત્રણ-ચતુર્થાંશ લોકો દેશના ગ્રામ્ય વિસ્તારોમાં વસે છે. આપણાં દેશમાં વિશેષ જરૂરિયાતો ધરાવતા લોકોને ઔપચારિક નાણાકીય સુવિધાઓ સુલભ થતી નથી. HDFC બેંક RBIH સાથે સહયોગ કરીને નાણાકીય સેવાઓના અનુકૂલનમાં રહેલા અંતરાલોને ઓળખી શકાય તથા આર્થિક સ્વાતંત્ર્યને શક્ય બનાવનારા અને વિશેષ જરૂરિયાતો ધરાવતા લોકોનું સશક્તિકરણ કરનારા સમાવેશી નાણાકીય ઉત્પાદનોનું નવીનીકરણ કરી શકાય.

આરબીઆઇએચના કૉર્પોરેટ કમ્યુનિકેશન્સ, માર્કેટિંગ અને પાર્ટનર્શિપ્સના હેડ સુશ્રી શાલિની સહાયએ જણાવ્યું હતું કે, આ સહભાગીદારી નાણાકીય ક્ષેત્રમાં નવીનીકરણ અને સમાવેશનને સાકાર કરવાની દિશામાં લેવામાં આવેલું એક મહત્ત્વપૂર્ણ પગલું છે. નવીનીકરણ મારફતે અમે આસિસ્ટિવ ટેકનોલોજી અને ફાઇનાન્સના ઇન્ટરસેક્શન પર સફળ ઉકેલો લાવવા માટે કટિબદ્ધ છીએ.

બિઝનેસ ગુજરાત વેબસાઈટમાં આવતાં news updates મેળવવા માટે નીચેની લિંક ઉપર ક્લિક કરી ફોલો કરો

https://whatsapp.com/channel/0029VaDvQgaDOQIYqUTAu20r

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)