અમદાવાદ, 6 જુલાઇઃ રાજકોટ સ્થિત રાધે ગ્રૂપ ઓફ એનર્જીની ફ્લેગશિપ કંપની હાઇ-ગ્રીન કાર્બન લિ.એ NSE ઇમર્જ સાથે તેનો ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (DRHP) ફાઇલ કર્યો છે. કંપની બુક-બિલ્ડીંગ રૂટ દ્વારા 76 લાખ ઇક્વિટી શેર્સ (દરેક રૂ. 10/- ફેસ વેલ્યુ) ઓફર કરવાની યોજના ધરાવે છે. પબ્લિક ઓફરિંગ દ્વારા ઓફર કરવામાં આવેલા આ 76 લાખ ઇક્વિટી શેરમાંથી, 60 લાખ શેર તાજા શેરના ઇશ્યૂ તરીકે સમાવશે, અને બાકીના 16 લાખ ઇક્વિટી શેર, પ્રમોટર જૂથ દ્વારા વેચાણ માટે ઓફર કરવામાં આવશે. બીલાઈન કેપિટલ એડવાઈઝર્સ પ્રાઈવેટ લિમિટેડ ઓફર માટે બુક રનિંગ લીડ મેનેજર છે અને લિંક ઈન્ટાઇમ ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડ ઓફરના રજિસ્ટ્રાર હશે. કંપનીના શેર NSE ઇમર્જ પર લિસ્ટ થશે.

હાઇ-ગ્રીન કાર્બન લિમિટેડ એ રાધે ગ્રૂપ એનર્જીનો એક ભાગ છે, જે રાજકોટ, ગુજરાત સ્થિત છે. ડો.શૈલેષ કુમાર વલ્લભદાસ માકડિયાએ રાધે ગ્રુપ ઓફ એનર્જી ની સ્થાપના કરી હતી. કંપની પ્રારંભિક જાહેર ઓફરની આવકનો ઉપયોગ મહારાષ્ટ્રના ધુલે જિલ્લામાં એક નવી સુવિધા સ્થાપવા માટે કરશે, જેમાં પ્રતિ દિવસ 100 MT વેસ્ટ ટાયરની રિસાયક્લિંગ ક્ષમતા છે. કંપનીએ પ્રોજેક્ટ માટે 21,500 ચોરસ મીટરની જમીન પહેલેથી જ હસ્તગત કરી લીધી છે. નવો પ્રોજેક્ટ સ્થાપવા ઉપરાંત, શેરના તાજા ઈશ્યુની આવકનો ઉપયોગ કાર્યકારી મૂડીની જરૂરિયાતો અને અન્ય સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે કરવામાં આવશે.