નવી દિલ્હી, 10 માર્ચ: મિડ-સાઇઝ સેગમેન્ટમાં હોન્ડા મોટરસાયકલ એન્ડ સ્કૂટર ઇન્ડિયાએ OBD2Bનું પાલન કરતાં 2023 H’ness CB350 & CB350RSપ્રસ્તુત કર્યા હતા. આ બંને મોટરસાયકલ માર્ચના અંત સુધીમાં સમગ્ર ભારતમાં બિગવિંગ ડિલરશિપ્સમાં ઉપલબ્ધ થશે. 2023 H’ness CB350ની કિંમત રૂ. 209,857થી અને 2023 CB350RSની કિંમત રૂ. 214,856 (એક્સ-શોરૂમ દિલ્હી)થી શરૂ થાય છે. એચએમએસઆઈએ CB350ના ગ્રાહકો માટે નવો કસ્ટમાઇઝેશન વિભાગ પણ શરૂ કર્યો છે –  માય CB, માય વે’. હોન્ડા જેન્યુઇન એક્સેસરીઝ સ્વરૂપે વેચાણ થનારી કસ્ટમ કિટ્સ માર્ચ, 2023ના અંત સુધીમાં તમામ બિગવિંગ ડિલરશિપમાં ઉપલબ્ધ થશે તેવું નવા 2023 CB350s પ્રસ્તુત કરતાં હોન્ડા મોટરસાયકલ એન્ડ સ્કૂટર ઇન્ડિયાના મેનેજિંગ ડિરેક્ટર, પ્રેસિડન્ટ અને સીઇઓ આત્સુશી ઓગાતાએ કહ્યું છે.