ગોદરેજ એન્ડ બૉય્સના વ્યવસાયિક એકમ ગોદરેજ લોક્સ એન્ડ આર્કિટેક્ચરલ ફિટિંગ્સ એન્ડ સિસ્ટમ્સએ ગીવીસ એવોર્ડ્ઝ’ની પ્રથમ એડિશન અગાઉ સમગ્ર દેશમાં આર્કિટેક્ટ્સ અને ઇન્ટેરિઅર ડિઝાઇનર્સ સાથે થયેલા સર્વેના તારણો જાહેર કર્યા હતા.

આ સર્વેનો ઉદ્દેશ આર્કિટેક્ટ્સ અને ઇન્ટેરિઅર ડિઝાઇનર્સ પાસેથી તેમના ગ્રાહકો ઘરની સલામતીને લઈને કેવો અભિગમ ધરાવે છે એના પર ઉપયોગી જાણકારીઓ મેળવવાનો હતો. આ સર્વેમાં ખુલાસો થયો હતો કે, 77 ટકા આર્કિટેક્ટ્સને જાણકારી મળી છે કે, અત્યારે સિંગલ ફેમિલી ઘરોમાં રહેતા લોકો ઘરની સલામતી અને સુરક્ષાની ખાસિયતો વિશે વધારે ચિંતિત છે. સર્વેમાં શહેરી વિરૂદ્ધ ગ્રામીણ બજારોમાં ગ્રાહકની માનસિકતાની ઝાંખી પણ મળી હતી. ઉદાહરણ તરીકે, 63 ટકાથી વધારે ઉત્તરદાતાઓએ જણાવ્યું હતું કે, મોટા શહેરોમાં લોકો ઘરની સલામતી અને સુરક્ષાને લઈને વધારે ચિંતિત છે, તો 25 ટકા ઉત્તરદાતાઓએ જણાવ્યું હતું કે, ટિઅર 2 ક્લાયન્ટ્સ ઘરની સલામતી વિશે ગંભીર હતા. આ સંકેત આપે છે કે, ટિઅર 2 શહેરોની સરખામણીમાં મેટ્રો/ટિઅર 1 શહેરોમાં રહેતા લોકો ઘરની સલામતીના સમાધાનોમાં વધારે સભાનતાપૂર્વક રોકાણ કરી રહ્યાં છે.

ઘરની સુરક્ષા પર વધારે જાણકારી આપતાં આ આર્કિટેક્ટ્સ અને ઇન્ટેરિઅર ડિઝાઇનર્સમાંથી 36 ટકાથી વધારેએ જણાવ્યું હતું કે, 35થી 44 વર્ષ વયની વયજૂથ ધરાવતા તેમના ગ્રાહકો મિલકતની સુરક્ષા, વ્યક્તિગત અને પરિવારની સલામતીથી ચિંતિત છે. આ યુવા વયજૂથ એવી છે, જેમાં આર્કિટેક્ટ્સ મુખ્યત્વે ગ્રાહકોને ચોરી કે બિનઅધિકૃત પ્રવેશ સામે સમાધાનોનો સક્રિય અમલ કરતા જુએ છે. તેઓ તેમના ઘરના આર્કિટેક્ચરમાં સભાનપણે ડિઝાઇનો સામેલ કરવા પણ આતુર છે.

સર્વે ઉચિત રીતે એવું પણ દર્શાવે છે કે, નાગરિકો વચ્ચે ચિંતાને પરિણામે ઘર ખરીદવાના નિર્ણય સમયે સલામતી અને સુરક્ષાની દ્રષ્ટિએ સભાનપણે ડિઝાઇનો અને આર્કિટેક્ચર માટે માગમાં વધારો થયો છે. 70 ટકા આર્કિટેક્ટ્સ કહે છે કે, તેમના ક્લાયન્ટ્સને લોક્સ, ડોર્સ અને ટેકનોલોજી જેવા ફિઝિકલ અને ડિજિટલ એમ બંને ઘટકોનો વિચાર કરવાની શક્યતા છે. ઉપરાંત મહામારીને પરિણામે સલામતી અને સ્વચ્છતા માટે ચિંતામાં વધારો થયો છે તથા 79 ટકા ઉપભોક્તાઓએ સ્વાસ્થ્ય સંબંધિત ચિંતાઓને ધ્યાનમાં રાખીને કોન્ટેક્ટલેસ અને સુરક્ષિત પ્રવેશ જેવી ખાસિયતોમાં રસ દાખવ્યો છે.

જ્યારે સર્વે આપણને રસપ્રદ જાણકારીઓ આપે છે, ત્યારે તેમાં જીએલએએફએસની ટીમ તેમના ઉપભોક્તાઓ માટે ઉત્પાદનોની ડિઝાઇન અને નવીનતાનો વિચાર કરતાં જે વિચારે છે એનો પુનરોચ્ચાર થયો છે. અભ્યાસ તેમના ઉત્પાદનો અને સેવાઓ પૂરી પાડવા પર્યાવરણને વધારે અનુકૂળ અને ઇરાદાપૂર્વકના વિચારોને વિકસાવવાની તેમની પ્રક્રિયામાં વધુ મૂલ્યનું સંવર્ધન કરશે.

આ રિસર્ચ રિપોર્ટ પર ટિપ્પણી કરતાં ગોદરેજ લોક્સ એન્ડ આર્કિટેક્ચરલ ફિટિંગ્સ એન્ડ સિસ્ટમ્સના એક્ઝિક્યુટિવ વાઇસ- પ્રેસિડન્ટ અને બિઝનેસ હેડએ કહ્યું હતું કે, આર્કિટેક્ટ્સ અને ઇન્ટેરિઅર ડિઝાઇનર્સ એ સુનિશ્ચિત કરવામાં ચાવીરૂપ ભૂમિકા ભજવે છે કે પૃથ્વી ભવિષ્યની પેઢીઓ માટે વધારે સસ્ટેઇનેબ્લ અને સુરક્ષિત છે. એ બાબતને ધ્યાનમાં રાખીને અમે જાણીતા આર્કિટેક્ટ્સ અને ઇન્ટેરિઅર ડિઝાઇનર્સના ગ્રૂપ સાથે આ નાનો અભ્યાસ હાથ ધરવા ઇચ્છતાં હતાં, જેનો આશય તેમનો પોતાનો અનુભવ સમજવાનો અને તેના દ્વારા ઉપભોક્તાઓ એટલે કે હાલ ઘરના માલિકો અને ગ્રાહકોની જરૂરિયાતોની સમજણ વિશે જાણકારી મેળવવાનો છે. આ ઉપયોગી સર્વે દર્શાવે છે કે, લોકો ડિઝાઇન અને સલામતીનો એકસાથે વિચારે છે તથા તેમના ઘરમાં તમામ પાસાં વિશે, તેમને સૌથી વધુ ઉપયોગી બાબતો, વ્યક્તિગત સલામતી માટે શું શ્રેષ્ઠ એના વિશે સભાનતાપૂર્વક વિચારે છે.

તેમણે ઉમેર્યું હતું કે, અમને ‘ધ ગીવીસ’માં સભાનતાપૂર્વક ડિઝાઇન પર કેન્દ્રિત કરીને આર્કિટેક્ટ્સ, ઇન્ટેરિઅર ડિઝાઇર્સ, બિલ્ડર્સ, ડેવલપર્સ, પીએમસી અને સમુદાયના અન્ય સંબંધિત સભ્યો દેશની ભવિષ્યની ડિઝાઇન માટે ધારાધોરણ સ્થાપિત કરવા એકમંચ પર આવશે એવી આશા છે.

 ગીવીસ એવોર્ડ્સ 19 માર્ચના રોજ આર્કિટેક્ચર અને ઇન્ટેરિઅર ડિઝાઇનમાં સૌથી વધુ નવીન અને સભાનતાપૂર્વકનાં વિચારોની ઉજવણી કરવા ઉદ્યોગમાં અગ્રણી પ્લેટફોર્મ ફેસ્ટિવલ ઓફ આર્કિટેક્ચર એન્ડ ઇન્ટેરિઅર ડિઝાઇન (એફઓએઆઇડી) સાથે જોડાણમાં યોજાશે.

સર્વે વિશે ગોદરેજ લોક્સ એન્ડ આર્કિટેક્ચરલ ફિટિંગ્સ એન્ડ સિસ્ટમ્સે આ સર્વે સમગ્ર ભારતમાં આર્કિટેક્ટ્સ અને ઇન્ટેરિઅર ડિઝાઇન સમુદાયના ગ્રૂપ સાથે હાથ ધર્યો હતો. એમાં ગ્રાહકોની ઇચ્છાઓ પર તેમના અભિપ્રાયો વ્યક્ત થયા છે, જેમાં પર્યાવરણ સંબંધિત અસરથી લઈને ઘરની સલામતી અને સુરક્ષા સંબંધિત પાસાં અને સભાનતાપૂર્વકની ડિઝાઇન પરના વિચારો સામેલ છે.