મુંબઈ, 27 ડિસેમ્બર: ઈન્ડસઈન્ડ બેંકે રુપે નેટવર્ક ઉપર ભારતનું સૌ પ્રથમ કોર્પોરેટ ક્રેડિટ કાર્ડ ‘ઈન્ડસઈન્ડ બેંક eSvarna’ રજૂ કર્યું છે. કાર્ડ મર્ચન્ટ આઉટલેટ્સ પર વધારે સાનુકૂળતાથી ટ્રાન્ઝેક્શન કરવાની સુવિધા પૂરી  પાડે છે તથા યુઝર્સને કાર્ડ મારફતે યુપીઆઈ-સક્ષમ એપ સાથે જોડી યુપીઆઈ પેમેન્ટની સુવિધા પણ આપે છે. ઈન્ડસઈન્ડ બેંકના કન્ઝ્યુમર બેન્કિંગ અને માર્કેટિંગ બાબતોના વડા સૌમિત્રા સેને જણાવ્યું હતુંકે, આ કાર્ડ અસાધારણ અનુભવોની ખાસ ઓફર રજૂ કરીને જીવનશૈલીને લગતી જરૂરિયાતો પૂરી પાડશે તથા વિવિધ કેટેગરીઝના લાભો જેવા કે ટ્રાવેલ, વેલનેસ, તથા લાઈફસ્ટાઈલ વગેરે પણ ઉપલબ્ધ કરાવશે.અમારું દ્રઢપણે માનવું છે કે આ કાર્ડ કન્ઝ્યુમર એક્સપિરીયન્સ, એક્સક્લુઝિવિટી, અને એંગજેમેન્ટમાં એક નવો સીમાચીન્હ સ્થાપિત કરશે.

NPCIના ચીફ ઓપરેટિંગ ઓફિસર શ્રીમતી પ્રવીના રાઈએ જણાવ્યું હતું કે, રુપે પર દેશના સૌ પ્રથમ કોર્પોરેટ કાર્ડ ‘eSvarna’ લોંચ એ કોર્પોરેટ ગ્રાહકો માટે અસાધારણ કોર્પોરેટ રજૂઆત, લાભો તતા ખાસ યુપીઆઈ-સક્ષમ ચુકવણી સુધીની પહોંચ માટે એક અત્યંત મહત્વના પગલાંનું પ્રતિનિધિત્વ કરે છે. ડિજીટલ સ્વરૂપમાં એક સમાવેશી સમાજ માટે NPCIના દ્રષ્ટિકોણને અનુરૂપ આખાસ પહેલ અંગે ઈન્ડસઈન્ડ બેંક સાથે અમારો આ સહયોગ કોર્પોરેટ ડિજીટલ ટ્રાન્ઝેક્શનના ભવિષ્ય માટેના અમારા ઉત્સાહને વધારશે.