IndusInd Bankનો નફો 46 ટકા વધી 2043 કરોડ, રૂ.14 ડિવિડન્ડ
અમદાવાદ, 24 એપ્રિલઃ ઈન્ડસઈન્ડ બેન્કે નાણાકીય વર્ષ 2022-23ના ચોથા ત્રિમાસિકમાં કોન્સોલિડેટેડ ચોખ્ખો નફો 46 ટકા વધી રૂ. 2043 કરોડ (રૂ. 1401 કરોડ) થયો છે. બેન્કની નેટ ઈન્ટરેસ્ટ ઈનકમ (NII) વાર્ષિક ધોરણે 27 ટકા વધી રૂ. 4669 કરોડ રહી હતી. જે ગતવર્ષે 3985 કરોડ હતી.
બેન્કે શેરદીઠ રૂ. 14 ડિવિન્ડની જાહેરાત કરી છે. ઈન્ડસઈન્ડ બેન્કની જોગવાઈઓ અગાઉના વર્ષે 1461 કરોડ સામે 29 ટકા ઘટી 1030 કરોડ નોંધાઈ હતી. ગ્રોસ એનપીએ માર્ચ ત્રિમાસિકમાં ઘટી 1.98 ટકા થઈ હતી. જે ગતવર્ષે માર્ચ ત્રિમાસિકમાં 2.27 ટકા અને ડિસેમ્બર ત્રિમાસિકમાં 2.06 ટકા હતી.
બેન્કની કુલ આવકો વાર્ષિક ધોરણે 16 ટકા વધી રૂ. 6823 કરોડ થઈ હતી. ઓપરેટિંગ નફો માર્ચ ત્રિમાસિક,2022માં 3379 કરોડ સામે 11 ટકા વધી આ વર્ષે 3758 કરોડ થયો છે. માર્ચ ત્રિમાસિકમાં લોન બુક 21 ટકા વધી રૂ. 2.89 લાખ કરોડ, જ્યારે પ્રોવિઝન કવરેજ રેશિયો 71 ટકા થયો હતો. બેન્કનો કેપિટલ એડેકન્સી રેશિયો બેઝલ-3 17.86 ટકા નોંધાયો હતો. ટીઅર-1માં CRAR 16.37 ટકા રહ્યો હતો.
નેટ એનપીએ ડિસેમ્બર ક્વાર્ટરમાં 0.62% અને એક વર્ષ અગાઉના ક્વાર્ટરમાં 0.64%ની સરખામણીએ નજીવી રીતે ઘટીને 0.59% થઈ ગઈ હતી. ફીની આવક પાછલા વર્ષના સમયગાળાની સરખામણીએ 13% વધીને રૂ. 2,514 કરોડ થઈ છે.