ગાંધીનગર, તા. 24 એપ્રિલઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે આર્ટીઝન-વિવર્સ માટેના ઓનલાઇન ઈ-કોમર્સ પ્લેટફોર્મ “IndiaHandmade.com”નું  કેન્દ્રીય વાણીજ્ય અને ઉદ્યોગમંત્રીશ્રી પિયૂષ ગોયલ તથા કેન્દ્રીય રાજયમંત્રીશ્રી દર્શના જરદૌસની ઉપસ્થિતિમાં સોફ્ટ લોન્ચ કરવામાં આવ્યું હતું.

સૌરાષ્ટ્ર તમિલ સંગમમ અંતર્ગત રાજકોટમાં બે દિવસીય ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી અંગેની ચિંતન શિબિરના સમાપન સમારોહમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે આર્ટીઝન-વિવર્સ માટેના ઓનલાઇન ઈ-કોમર્સ પ્લેટફોર્મ “IndiaHandmade.com”નું  કેન્દ્રીય વાણીજ્ય અને ઉદ્યોગમંત્રીશ્રી પિયૂષ ગોયલ તથા કેન્દ્રીય રાજયમંત્રીશ્રી દર્શના જરદૌસની ઉપસ્થિતિમાં સોફ્ટ લોન્ચ કરવામાં આવ્યું હતું.

ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીના વિકાસ માટે ગુજરાત સરકારે ૨૦૧૯માં નવી ટેક્સટાઈલ નીતિ લાગુ કરેલી છે. જે અંતર્ગત ટેક્સટાઇલ યુનિટને નવી ટેક્નોલોજી અપનાવવા માટે માતબર રકમની પ્રોત્સાહક સહાય આપવામાં આવે છે. ગુજરાત સરકારે ટેક્સટાઈલ પોલિસી ૨૦૧૨ લાગુ કરી હતી. જે અંતર્ગત ટેક્સટાઇલ ક્ષેત્રમાં રૂપિયા ૩૫ હજાર કરોડનું માતબર રોકાણ આવ્યું હતું તેમજ અઢી લાખથી વધુ રોજગારીનું સર્જન થયું છે.

નવી ટેક્સટાઈલ નીતિ-૨૦૧૯ અંતર્ગત ટેક્સટાઇલ પાર્ક સ્થાપિત કરવા માટે ડેવલપરને ૧૦૦ ટકા સ્ટેમ્પ ડ્યૂટી પરત કરવામાં આવે છે.

વિવિધ રાજ્યોમાં પી.એમ. મિત્રા- મેગા ટેક્સટાઈલ પાર્કના નિર્માણની જાહેરાત કરી છે. ગુજરાતમાં પણ દક્ષિણમાં આવો વિશાળ ટેક્સટાઈલ પાર્ક બનશે.

વાણિજય અને ઉદ્યોગ વિભાગના કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયેલે જણાવ્યું હતું કે, ૨૦૩૦ સુધીમાં ૨૦ લાખ કરોડના વેપરનું અને ૮ લાખ કરોડની નિકાસનું સ્વપ્ન પરિપૂર્ણ કરવા ટેકસટાઇલ ઉદ્યોગ શકય તમામ પ્રયચનો કરી છૂટશે.

 કેન્દ્રીય રેલ્વે અને ટેકસટાઇલ રાજયમંત્રીશ્રી દર્શનાબેન જરદૌશે કહ્યું હતું કે, હેન્ડલુમ અને હેન્ડીક્રાફટના ૧૦૦થી વધુ કલાકારોએ એમ.એસ.એમ.ઇ.ક્ષેત્રને ધબકતું રાખ્યું છે.