● ભારતીય રોકાણકારોની ઇક્વિટી ફાળવણીમાં જોખમની ક્ષમતાની મોટા પાયે ઉપેક્ષા કરે છે

● નુકસાન સહન કરવાની ઓછી ક્ષમતા ધરાવતા રોકાણકારો વધારે રકમનું જોખમ લે છે

● નાણાકીય કુશળતા ધરાવતા રોકાણકારો એસઆઇપીની સાથે બજારમાં વ્યૂહાત્મક લમ્પસમ રોકાણ કરે છે

નવી દિલ્હી: મોટા ભાગના ભારતીય રોકાણકારો સ્ટ્રેટેજાઇઝર્સ (35 ટકા)  છે – આ પ્રકારના રોકાણકારો ગણતરીપૂર્વકના જોખમો લેવાની ઇચ્છા ધરાવે છે. ત્યારબાદ એક્સપ્લોરર્સ (31 ટકા) છે. આ પ્રકારના રોકાણકારો સ્માર્ટ હોય છે અને ક્યારેક વધુ પડતા આત્મવિશ્વાસમાં વધારે જોખમ ખેડે છે. રોકાણકારના વ્યક્તિત્વના અન્ય પ્રકારો છે – પ્રોટેક્ટર, એનાલાઇઝર, સીકર, એડવેન્ચર, રિસર્ચર અને ઓબ્ઝર્વર – જે દેશના બાકીના 34 ટકા રોકાણકારો ધરાવે છે. ઇટી મનીના સ્થાપક અને સીઇઓ મુકેશ કાલરાએ કહ્યું કે, “તમારા રોકાણના પૂર્વગ્રહો નાણામાં કેવી રીતે વૃદ્ધિ થશે એના પર અસર કરે છે. આ પૂર્વગ્રહોથી પરિચિત હોવાથી તમને રોકાણના સ્માર્ટ નિર્ણયો લેવામાં મદદ મળી શકે છે.

ભારતીય રોકાણકારો તેમની જોખમ ખેડવાની ક્ષમતાનો વિચાર કર્યા વિના વળતરની પાછળ આંધળી દોટ મૂકે છે.

ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝરી પ્લેટફોર્મ ઇટી મનીએ “ઇન્ડિયા ઇન્વેસ્ટમેન્ટ પર્સનાલિટી રિપોર્ટ 2022” નામનો રિપોર્ટ બહાર પાડ્યો છે. આ રિપોર્ટમાં ઉપયોગી તારણો રોકાણકારના વ્યક્તિત્વનું મૂલ્યાંકન કરીને મેળવવામાં આવ્યા છે, જે ચાર મુખ્ય માપદંડો – જોખમ ખેડવાની ક્ષમતા, નુકસાન ટાળવું, નાણાકીય કુશળતા અને વધારે પડતા આત્મવિશ્વાસનું સ્તર – પર રોકાણકારોનું મૂલ્યાંકન કરે છે તેમજ રોકાણકારની વિશિષ્ટ માનસિકતાનો ચિતાર રજૂ કરે છે. મૂલ્યાંકન રોકાણકારને 8 વિશિષ્ટ વ્યક્તિત્વનો પરિચય કરાવે છે, જે રોકાણકારના પ્રકારોની નજીક છે.

  1. ભારતીયો 52 વર્ષથી 81 વર્ષ વચ્ચેની રેન્જમાં જોખમ ખેડવાની સરેરાશ ક્ષમતા ધરાવે છે, જેનો અર્થ એ છે કે, તેઓ રોકાણ કરવામાં સારું અને સુવિધાજનક રોકાણ કરી શકે છે. જ્યારે ઊંચું જોખમ ખેડવાની ક્ષમતા લાંબા ગાળે સારું પરિણામ આપે છે.
  2. ઓછું જોખમ ખેડવાની ક્ષમતા ધરાવતા રોકાણકારો મોટા પાયે ઇક્વિટીઝમાં રોકાણ કરે છે, જે જોખમ ખેડવાની ક્ષમતાનો વિચાર કર્યો નથી એનો સંકેત આપે છે. રિપોર્ટ વધુમાં સંકેત આપે છે કે, મોટા ભાગના ભારતીયો નુકસાન ઉઠાવવાના સંબંધમાં ઓછું સુવિધાજનક સ્તર ધરાવે છે. છતાં તેઓ ઊંચું જોખમ લે છે, જે તેમને બજારની વધઘટ દરમિયાન અસુવિધાજનક બનાવે છે.
  3. નાણાકીય બાબતોમાં કુશળતા ધરાવતા ભારતીય રોકાણકારો તેમની ચાલુ એસઆઇપી સાથે વ્યૂહાત્મક લમ્પસમ રોકાણ કરે છે, જે નાણાકીય બાબતોમાં ઓછી કુશળતા ધરાવતા રોકાણકારોના એસઆઇપીને વળગી રહેવાના અભિગમથી વિપરીત છે.
  4. મહિલા રોકાણકારો વધુ સંગઠિત અને સુઆયોજિત હોવાનું જોવા મળ્યું છે, જે પુરુષોની સરખામણીમાં તેમની સ્ટ્રેટેજાઇઝર્સ અને રિસર્ચર્સ જેવા ઊંચા વ્યક્તિત્વમાં જોવા મળે છે.