અમદાવાદ, 27 જૂનઃ પ્રાઇમરી માર્કેટમાં મેઇનબોર્ડ ખાતે ખુલેલા બે આઇપીઓને જોરદાર પ્રતિસાદ મળી રહ્યો છે. આઇડિયા ફોર્જના આઇપીઓમાં બીજા દિવસના અંતે 13.34 ગણો ભરાયો હતો. તે પૈકી રિટેલ પોર્શન 36.69 ગણો ભરાયો છે.

Cyient DLMનો આઇપીઓ પહેલાં જ દિવસે 2.85 ગણો ભરાઇ ગયો છે. તેમાં રિટેલ પોર્શનમાં 10.58 ગણો રિસ્પોન્સ મળ્યો છે. ડીએલએમ લિમિટેડેના આઈપીઓમાં પહેલા 20 એન્કર ઇન્વેસ્ટર્સ પાસેથી રૂ. 259.64 કરોડ એકત્ર થયા છે. આઠ ડોમેસ્ટિક મ્યુચ્યુઅલ ફંડોએ કુલ 11 સ્કીમ મારફતે અરજી કરી છે. કંપનીએ એન્કર ઇન્વેસ્ટર્સને રૂ. 265 પ્રતિ ઇક્વિટી શેરના ભાવે એન્કર ઇન્વેસ્ટર્સને 97,98,113 ઇક્વિટી શેર ફાળવવાનું નક્કી કર્યું છે. એન્કર બુકમાં નિપ્પોન લાઈફ ઈન્ડિયા સ્મોલ કેપ, આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ, એચડીએફસી મ્યુચ્યુઅલ ફંડ, તાતા ઈન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ, સોસાયટી જનરલ, એલઆઈસી મ્યુચ્યુઅલ ફંડ, અમાનસા હોલ્ડિંગ્સ, ડીએસપી ઈન્ડિયા, આદિત્ય બિરલા સન લાઈફ, એડલવાઈસ મ્યુચ્યુઅલ ફંડ, ફાઉન્ડર્સ કલેક્ટિવ ફંડ, કેટામરન એકમ, વિકાસા ઈન્ડિયા, બીએનપી પારિબા આર્બિટ્રેજ અને કોટક મ્યુચ્યુઅલ ફંડ સહિત વિવિધ પ્રકારના અગ્રણી રોકાણકારોએ ભાગ લીધો છે.

IPO Subscription At A Glance

CategoryQIBNIIRetailEmployeeTotal
Indeaforge (બીજો દિવસ)1.3421.6236.6926.5613.34
Cyient DLM (પ્રથમ દિવસ)0.033.7910.580.322.85

એસએમઇ પ્લેટફોર્મ આઇપીઓ સબસ્ક્રીપ્શન એટ એ ગ્લાન્સ

પેન્ટાગોનનો આઇપીઓ બીજા દિવસે 13.60 ગણો ભરાયો

Categorytimes
QIB8.28
NII**5.40
Retail20.14
Total13.60

મેગ્સન રિટેલ છેલ્લા દિવસે 6.71 ગણો ભરાયો

Categorytimes
NII**6.09
Retail7.33
Total6.71

Greenchef એપ્લાયન્સિસ છેલ્લા દિવસે 44.88 ગણો ભરાયો

Categorytimes
QIB17.11
NII**96.01
Retail62.58
Total44.88

એસેન સ્પે. ફિલ્મ છેલ્લા દિવસે 71 ગણો ભરાયો

Categorytimes
QIB45.26
NII**112.21
Retail67.99
Total70.98