અમદાવાદ, 9 જાન્યુઆરીઃ ચાલુ કેલેન્ડર વર્ષનો પ્રથમ આઈપીઓ જ્યોતિ સીએનસી ઓટોમેશન લિ. આજે રોકાણ માટે ખૂલ્યો છે. કંપની 9થી 11 જાન્યુઆરી દરમિયાન રૂ. 315-331ની પ્રાઈસ બેન્ડ પર કુલ રૂ. 1000 કરોડનું ફંડ એકત્ર કરવા માગે છે. રોકાણકારે 45 શેર લોટ માટે લઘુત્તમ રૂ. 14895નું રોકાણ કરવુ પડશે. ત્યારબાદ તેના ગુણાંકમાં અરજી કરવાની રહેશે. ઈશ્યૂ પ્રાઈસમાં કર્મચારીઓને રૂ. 15નું ડિસ્કાઉન્ટ આપી રહી છે.

ગ્રે માર્કેટમાં જ્યોતિ સીએનસી ઓટોમેશન (Jyoti CNC Automation IPO) માટે 29 ટકા પ્રીમિયમ બોલાઈ રહ્યા છે. અર્થાત રૂ. 331ની ઈશ્યૂ પ્રાઈસ સામે રૂ. 95 ગ્રે પ્રીમિયમ છે. સબ્જેક્ટ સોદા રૂ. 1500 છે. આઈપીઓ શેર એલોટમેન્ટ 12 જાન્યુઆરીએ અને લિસ્ટિંગ 16 જાન્યુઆરીએ થશે.

કંપની વિશેઃ

રાજકોટ સ્થિત જ્યોતિ સીએનસી ઓટોમેશન 1991થી સીએનસી મશીનના ઉત્પાદન અને સપ્લાયમાં કાર્યરત છે. કંપની પાસે 44 શ્રેણીમાં 200 પ્રકારના CNC મશીનોની વિશાળ શ્રેણી છે. છેલ્લા ત્રણ નાણાકીય વર્ષોમાં, ભારત, યુરોપ, ઉત્તર અમેરિકા અને એશિયાના કેટલાક ભાગો સહિત વિશ્વભરના 3,000 થી વધુ ગ્રાહકોને 7,200 થી વધુ મશીનો સપ્લાય કરવામાં આવ્યા છે. 1 એપ્રિલ, 2004 થી, જ્યોતિ CNC એ વિશ્વભરમાં 30,000 CNC મશીનો પહોંચાડ્યા છે.

કંપનીના ગ્રાહક આધારમાં ઈન્ડિયન સ્પેસ એપ્લીકેશન સેન્ટર – ઈસરો, બ્રહ્મોસ એરોસ્પેસ તિરુવનંતપુરમ, ટર્કિશ એરોસ્પેસ, યુનિપાર્ટ્સ ઈન્ડિયા, ટાટા એડવાન્સ સિસ્ટમ, ટાટા સિકોર્સ્કી એરોસ્પેસ, ભારત ફોર્જ, શક્તિ પમ્પ્સ (ઈન્ડિયા), શ્રીરામ એરોસ્પેસ એન્ડ ડિફેન્સ, રોલેક્સ એન્જિનિયર્સ, હર એન્જીનિયર્સ, બોશ લિમિટેડ, HAWE હાઇડ્રોલિક્સ, ફેસ્ટો ઇન્ડિયા, એલ્ગી રબર, નેશનલ ફિટિંગ્સ અને અન્ય છે.

ફંડામેન્ટલ્સઃ ગત નાણાકીય વર્ષમાં આવક 27 ટકા અને નફો 131.18 ટકા વધ્યો છે. કંપનીની શેરદીઠ કમાણી અન્ય હરીફ લિસ્ટેડ કંપનીઓની તુલનાએ ઘણી ઓછી 1.02 છે. પીઈ રેશિયો 1103.33 છે. 2020થી 2022 દરમિયાન કંપનીએ ખોટ કરી છે.

વિગત2022-232021-222020-21
આવક952.60750.06590.09
ચોખ્ખો નફો15.06-48.30-70.03
કુલ દેવું834.97792.16725.12

બ્રોકરેજ ટીપ્સઃ રિલાયન્સ સિક્યુરિટીઝ, શેરખાન, મારવાડી શેર્સ સહિત 4 બ્રોકરેજ હાઉસે આઈપીઓ ભરવા સલાહ આપી છે. જેનો પીઈ રેશિયો 1103.33 છે. હાલ રૂ. 3315 કરોડથી વધુની ઓર્ડર બુક ધરાવે છે. મજબૂત કેશ સરપ્લસ ધરાવે છે. વેન્ચુરા સિક્યુરિટીઝ લિ.એ પણ અપ્લાય રેટિંગ આપ્યું છે. જ્યારે કેપિટલ માર્કેટ, એસએમસી ગ્લોબલ અને સ્વસ્તિક ઈન્વેસ્ટમાર્ટે ન્યૂટ્રલ રેટિંગ આપ્યું છે.

https://businessgujarat.in/ વેબસાઈટમાં આવતાં news updates મેળવવા માટે નીચેની લિંક ઉપર ક્લિક કરી ફોલો કરો

https://whatsapp.com/channel/0029VaDvQgaDOQIYqUTAu20r

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)