અમદાવાદ, 18 ડિસેમ્બરઃ સપ્તાહની શરૂઆતમાં આજે 3 આઈપીઓ બજારમાંથી ફંડ એકત્ર કરવા ખૂલ્યા છે. જેમાંથી એકમાત્ર મોતિસન્સ જ્વેલર્સનો આઈપીઓ ઈશ્યૂ પ્રથમ દિવસે જ ફુલ્લી સબ્સ્ક્રાઈબ ભરાયો છે. જ્યારે મુથુટ માઈક્રોફિન 95 ટકા અને સુરજ એસ્ટેટ ડેવલપર્સ 78 ટકા ભરાયો છે. ત્રણેય ઈશ્યૂ 26 ડિસેમ્બરે લિસ્ટેડ થશે.

Motisons Jewellersના રૂ. 151.09 કરોડના આઈપીઓ માટે પ્રથમ દિવસે જ રિટેલ રોકાણકારોએ 25.02 ગણી અરજી કરી છે. જ્યારે એનઆઈઆઈ પોર્શન 18.57 ગણો સબ્સ્ક્રિપ્શન સાથે કુલ 16.51 ગણો ભરાયો છે. આઈપીઓની પ્રાઈસ બેન્ડ 52-55 રૂપિયા છે. જેના ગ્રે માર્કેટમાં સૌથી વધુ રૂ. 100 પ્રીમિયમ બોલાઈ રહ્યા હોવાથી આકર્ષણ વધ્યું છે. લિસ્ટિંગ 182 ટકાથી વધુ પ્રીમીયમે થવાનો આશાવાદ નિષ્ણાતો આપી રહ્યા છે.

Muthoot Microfin IPO આજે પ્રથમ દિવસે કુલ 95 ટકા ભરાઈ ચૂક્યો છે. જેમાં રિટેલ રોકાણકારોએ સૌથી વધુ 1.57 ગણી, એનઆઈઆઈ પોર્શન 65 ટકા બીડ ભર્યા છે. ક્યુઆઈબી પોર્શનમાં હજી ખાતુ ખૂલ્યુ નથી. કંપની રૂ. 277-291ની પ્રાઈસ બેન્ડ પર રૂ. 960 કરોડ એકત્ર કરવાની યોજના ધરાવે છે. જેમાં એન્કર રોકાણકારો પાસેથી કુલ 285 કરોડનું ફંડ એકત્ર કર્યું છે. ગ્રે માર્કેટમાં રૂ. 90 પ્રીમિયમ છે. જે ઈશ્યૂ પ્રાઈસ કરતાં 31 ટકા વધુ છે.

Suraj Estate Devlopers IPO અત્યારસુધીમાં રિટેલ 1.35 ગણા સબ્સ્ક્રિપ્શન સાથે કુલ 78 ટકા ભરાઈ ચૂક્યો છે. જેમાં ક્યુઆઈબીએ 13 ટકા અને એનઆઈઆઈએ 30 ટકા અરજી કરી છે. કંપનીનો રૂ. 400 કરોડનો આઈપીઓ 20 ડિસેમ્બરે બંધ થશે. જેની પ્રાઈસ બેન્ડ 340-360 છે. અપર પ્રાઈસ બેન્ડ પર ગ્રે માર્કેટમાં રૂ.70 પ્રીમિયમ ચાલી રહ્યા છે. એન્કર રોકાણકારો પાસેથી ગઈકાલે પ્રી-આઈપીઓ સેશનમાં કુલ રૂ. 120 કરોડ એકત્ર કરવામાં સફળ રહી હતી.

Inox India IPO કુલ 61.28 ગણા સબ્સ્ક્રિપ્શન સાથે આજે બંધ થયો છે. જેમાં ક્યુઆઈબી પોર્શન 147.80 ગણો, એનઆઈઆઈ 53.20 ગણો અને રિટેલ 15.29 ગણો ભરાયો છે. અર્થાત રૂ. 1459.32 કરોડના આઈપીઓ સામે કંપનીને કુલ 62596 કરોડના બીડ મળ્યા છે. આવતીકાલે શેર એલોટ કરશે, જ્યારે 21 ડિસેમ્બરે લિસ્ટિંગ કરાવશે. આઈનોક્સ ઈન્ડિયા રૂ. 660ની પ્રાઈસ બેન્ડ પર ગ્રે માર્કેટ પ્રીમિયમ રૂ. 550ના આધારે 83 ટકાથી વધુ પ્રીમિયમે લિસ્ટિંગ થવાની શક્યતા છે.

વિગતInox IndiaMotisons Jewellerssuraj EstateMuthoot Microfin
QIB147.800.13
NII53.2018.570.300.65
Retail15.2925.021.351.57
Total61.2816.510.780.95