IPOLISTING DATE
MAIN BOARD IPO
IREDA29 NOVEMBER
TATA TECH30 November
GANDHAR OIL30 November
FEDBANK FINA.30 November
FLAIR WRITING30 NOVEMBER
SME IPO
Arrowhead Seperation28 NOVEMBER
ROKING DEALS30 November

અમદાવાદ, 27 નવેમ્બરઃ પ્રાઈમરી માર્કેટમાં ગત સપ્તાહે એક સાથે પાંચ પ્રચલિત આઈપીઓની વણઝાર સાથે ઝગમગી ઉઠ્યું છે. આ સપ્તાહે પણ કુલ 7 આઈપીઓના લિસ્ટિંગ સાથે બોલબાલા જોવા મળશે. જેમાં પાંચ IPO મેઈન બોર્ડ ખાતે અને 2 IPO SME ઇમર્જ સેગમેન્ટમાં લિસ્ટિંગ કરાવશે.

શુક્રવારે શેર એલોટ કર્યા બાદ IREDA બુધવારે 29 નવેમ્બરે શેરબજારમાં લિસ્ટિંગ કરાવશે. જેની ઈશ્યુ પ્રાઈસ રૂ. 32 સામે ગ્રે માર્કેટમાં રૂ. 10-12 પ્રીમિયમ બોલાઈ રહ્યા છે. જેના આધારે લિસ્ટિંગ 32 ટકા પ્રીમિયમે થવાની શક્યતા બ્રોકરેજ હાઉસ દર્શાવી રહ્યા છે.

Tata Technologies, Gandhar Oil Refinery India, Fed Bank Financial Services અને Flair Writing Industryના IPO 30 નવેમ્બરે લિસ્ટ થશે. જેના શેર એલોટમેન્ટ આવતીકાલે 28મી નવેમ્બરે થશે.

સેબીએ ઓગસ્ટમાં સ્વૈચ્છિક ધોરણે T+3 સમયરેખામાં IPOના લિસ્ટિંગને મંજૂરી આપી છે. જેને આધિન આ આઈપીઓ લિસ્ટિંગ કરાવશે. હાલ IPO લિસ્ટિંગ સમય મર્યાદા T+6 છે. ઉલ્લેખનીય છે કે આ નવો નિયમ 1 ડિસેમ્બરથી ફરજીયાતપણે લાગુ કરવામાં આવશે.

Tata Technologies IPOને રોકાણકારોનો અભૂતપૂર્વ પ્રતિસાદ મળ્યો છે. જેના માટે 1 લાખ કરોડની અરજી થઈ હતી.

ગ્રે માર્કેટમાં ટાટા ટેક્નોલોજીસ માટે 82 ટકા પ્રીમિયમ

ગ્રે માર્કેટમાં એક સાથે લોન્ચ થયેલા પાંચ આઈપીઓએ ધૂમ મચાવી હતી. જેમાં ટાટા ટેક્નોલોજીસના શેર ઓન ડિમાન્ડ રહ્યા છે. ગ્રે માર્કેટમાં ટાટા ટેક્નોલોજીના આઈપીઓ માટે રૂ. 500ની ઈશ્યૂ પ્રાઈસ સામે રૂ. 410 અર્થાત 82 ટકા પ્રીમિયમ બોલાઈ રહ્યા છે. IREDA રૂ. 10, ગાંધાર તેલ રૂ. 75 અને ફ્લેર લેખન રૂ. 80 ગ્રે પ્રીમિયમ જોવા મળ્યા છે. જો કે, ફેડ બેન્કમાં કોઈ પ્રીમિયમ બોલાઈ રહ્યા નથી.

SME IPO CALENDAR AT A GLANCE

CompanyOpenClosePrice
(Rs)
LotExch
GraphisadsNov30Dec51111200NSE
Marinetrans
India
Nov30Dec5264000NSE
Net
Avenue
Nov30Dec416/188000NSE
Deepak
Chemtex
Nov29Dec176/801600BSE
AMIC
Forging
Nov29Dec1121/1261000BSE
Swashthik
Plascon
Nov 24Nov2980/861600BSE

SME IPO

SME સેગમેન્ટમાં આ અઠવાડિયે બે IPO લિસ્ટ થશે.જેમાં રોકિંગડીલ્સ આઈપીઓ 30મી નવેમ્બરે NSE ઇમર્જ પર લિસ્ટ થશે અને એરોહેડ સેપરેશન એન્જિનિયરિંગનો IPO આવતીકાલે 28 નવેમ્બરે BSE SME પર લિસ્ટ થશે. આ સિવાય વધુ પાંચ SME IPO ખુલવાના છે. જેમાંથી 2 IPO 29 નવેમ્બરે અને 3 IPO 30 નવેમ્બરે લોન્ચ થશે.

બિઝનેસ ગુજરાત વેબસાઈટમાં આવતાં news updates મેળવવા માટે નીચેની લિંક ઉપર ક્લિક કરી ફોલો કરો

https://whatsapp.com/channel/0029VaDvQgaDOQIYqUTAu20r

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)