અમદાવાદ, 27 નવેમ્બરઃ MapmyIndia (CE Info Systems Ltd.)ના બોર્ડ ઓફ ડિરેક્ટર્સે 27 નવેમ્બરે યોજાયેલી તેની બેઠકમાં ક્વોલિફાઈડ ઈન્સ્ટિટ્યુશનલ પ્લેસમેન્ટ (QIP) દ્વારા ₹500 કરોડ સુધીનું ભંડોળ એકત્ર કરવાના પ્રસ્તાવને મંજૂરી આપી છે. બોર્ડે, અન્ય બાબતોની સાથે, ₹2/- પ્રત્યેકની ફેસ વેલ્યુ સાથે કંપનીના ઇક્વિટી શેર ઇશ્યૂ કરીને કુલ રકમ ₹500 કરોડ અથવા તેની સમકક્ષ કરતાં વધુ ન હોય તેટલુ ફંડ એકત્ર કરવા મંજૂરી આપી છે. MapMyIndiaના માલિક CE ઇન્ફો સિસ્ટમ્સ લિમિટેડે એક્સચેન્જોને જાણ કરી છે.

આ કંપનીના શેરહોલ્ડર્સ, રેગ્યુલેટરી, અને વૈધાનિક સંસ્થાઓ પાસેથી જરૂરી મંજૂરીઓ મેળવવાને આધીન રહેશે. MapmyIndiaનો શેર 24 નવેમ્બરે BSE પર 0.39 ટકા વધીને રૂ. 2,200.45 પર બંધ થયા હતા. MapMyIndiaનો IPO 21-ડિસે-21ના રોજ 35 ટકાના પ્રીમિયમ પર લિસ્ટ થયો હતો. જે હાલમાં બંધ થવાની સરખામણીએ 113.02 ટકા રિટર્ન આપી રહ્યું છે.

સપ્ટેમ્બર 2023ના રોજ પૂરા થયેલા ક્વાર્ટરમાં, MapMyIndiaએ ₹33 કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો હતો, જે અગાઉના વર્ષના સમાન ગાળામાં ₹25.4 કરોડથી 30 ટકા વધુ છે. કંપનીની આવક ₹91.1 કરોડ હતી, જે ગયા નાણાકીય વર્ષના સમાન ક્વાર્ટરમાં ₹76.3 કરોડની સરખામણીએ 19.4 ટકા વધુ છે.

1995માં સ્થાપિત MapmyIndiaને Google Mapsના સ્થાનિક હરીફ તરીકે જોવામાં આવે છે. ડિસેમ્બર 2021માં MapmyIndiaનો IPO 155 ગણો સબસ્ક્રાઇબ થયો હતો. શરૂઆતમાં, કંપનીનું માર્કેટ કેપિટલાઇઝેશન ₹8,000 કરોડથી વધુ હતું.