આઇનોક્સનો આઇપીઓ રિટેલમાં પ્રથમ દિવસે જ છલકાયો, ફાઇવસ્ટાર બિઝનેસ છેલ્લા દિવસે કુલ 70 ટકા જ ભરાયો, આર્કિયન કેમ.નો ઇશ્યૂ આજે કુલ 32.23 ગણો છલકાવા સાથે બંધ થયો

અમદાવાદઃ પ્રાઈમરી માર્કેટના રોકાણકારોએ ફરી એકવાર શાણપણ અને સમજદારી દર્શાવી છે. આ સપ્તાહના 4 પૈકી બે ઇશ્યૂઓ ઓવરસબસ્ક્રાઇબ થયા છે. જ્યારે બે ઇશ્યૂઓ મહા મહા મહા પરાણે ભરાયા છે. આઇનોક્સ ગ્રીન એનર્જીનો આઇપીઓ આજે ખુલ્યો છે. તેમાં દિવસના અંતે કુલ 46 ટકા સબસ્ક્રીપ્શન પરંતુ રિટેલ પોર્શન 1.03 ગણો છલકાયો છે. તે જ રીતે કેયન્સ ટેકનોલોજીનો આઇપીઓ બીજા દિવસના અંતે 1.10 ગણો ભરાયો છે. ઇશ્યૂ તા. 14 નવેમ્બરે બંધ થઇરહ્યો છે. ફાઇવસ્ટાર અને આર્કિયન બન્ને આઇપીઓ શુક્રવારે બંધ થઇ રહ્યા છે. આજે લિસ્ટેડ થયેલા ડીસીએક્સ સિસ્ટમ્સમાં પણ રોકાણકારોને પહેલાં જ દિવસે 50 ટકા પ્રિમિયમ જોવા મળતાં પ્રાઇમરી માર્કેટમાં પણ સારા ઇશ્યૂઓની વણઝાર આવવાનો આશાવાદ પ્રાઇમાર્કેટ નિષ્ણાતો વ્યક્ત કરી રહ્યા છે.

આઇપીઓ કેલેન્ડર એટ એ ગ્લાન્સ

SecurityStart DateEnd DateOffer PriceFace Value
FIVE STAR BUSINESS09-11-202211-11-2022450 – 4741
ARCHEAN CHEM09-11-202211-11-2022386 – 4072
KAYNES TECH10-11-202214-11-2022559 – 58710
INOX GREEN11-11-202215-11-202261 – 6510

સબસ્ક્રીપ્શન ડેટા એટ એ ગ્લાન્સ

COMPANYQIBNIIRETAILTOTAL
FIVE STAR BUSI.*1.770.610.110.70
ARCHEAN CHEM*48.9114.909.9632.23
KAYNES TECH2.450.770.471.10
INOX GREEN0.470.051.030.46