AM માઈનીંગ ઈન્ડીયાએ ઉત્તમ ગાલ્વા સ્ટીલ્સને હસ્તગત કરવાની કામગીરી પૂર્ણ કરી

મુંબઈ: આર્સેલરમિત્તલ અને નિપ્પોન સ્ટીલના સંયુક્ત સાહસના ભાગરૂપ AM ઈન્ડીયા પ્રા. લિમિટેડે, મહારાષ્ટ્રના ડાઉનસ્ટ્રીમ સ્ટીલ ઉત્પાદક ઉત્તમ ગાલ્વા સ્ટીલ્સ લિ.VS હસ્તગત કરવાની કામગીરી પૂર્ણ કરી છે.

AM માઈનીંગ ઈન્ડીયા પ્રા. લિમિટેડ એ ઈન્સોલ્વન્સી એન્ડ બેંકરપ્સી કોડ હેઠળ રજૂ કરેલા ઉત્તમ ગાલ્વા સ્ટીલ્સ લિમિટેડના રિસોલ્યુશન પ્લાનને નેશનલ કંપની લૉ ટ્રિબ્યુનલ, મુંબઈ દ્વારા મંજૂરી આપતાં હસ્તાંતરણના પ્રક્રિયા પૂર્ણ થઈ છે. આર્સેલરમિત્તલ અને નિપ્પોન સ્ટીલના સંયુક્ત સાહસમાં ઉત્તમ ગાલ્વા સ્ટીલનું હસ્તાંતરણ એક વ્યુહાત્મક ઉમેરો છે, જે આર્સેલર મિત્તલ અને નિપ્પોન સ્ટીલ ઈન્ડીયા(AM/એનએસ ઈન્ડીયા)નું પણ સંચાલન કરે છે અને મજબૂત ડાઉનસ્ટ્રીમ ક્ષમતા ધરાવે છે. તેનાથી સ્થાનિક બજારની તકોમાં વૃધ્ધિ થશે.

ઉત્તમ ગાલ્વા સ્ટીલ ખોપોલી ખાતે વાર્ષિક 1.2 મિલિયન ટનની ઉત્પાદન ક્ષમતા (MTPA)નું મેન્યુફેક્ચરિંગ એકમ ધરાવે છે. કંપની ડાઉનસ્ટ્રીમ વેલ્યુ એડેડ પ્રોડકટસની વ્યાપક શ્રેણી ધરાવે છે અને વિવિધ ઉદ્યોગો અને ડીસ્ટ્રીબ્યુશન સેગમેન્ટને સર્વિસીસ પૂરી પાડે છે.

આર્સેલરમિત્તલ  અને નિપ્પોન સ્ટીલ ઈન્ડીયાના એકઝિક્યુટિવ વાઈસ પ્રેસીડેન્ટ દિલીપ ઓમ્મેન એ આર્સેલર મિત્તલ અને નિપ્પોન સ્ટીલના સંયુક્ત સાહસ વતી પ્રતિભાવ આપતાં જણાવ્યું કે અમે ગ્રાહકો માટે સ્માર્ટ સ્ટીલ પ્રોડકટસનુ ઉત્પાદન કરીને સાથે મળી આ સહયોગની મજલને ઉત્કૃષ્ટ સ્વરૂપ આપીશું.