કેટેગરીસબ્સ્ક્રિપ્શન
(times)
QIB1.18
NII9.10
Retail4.38
Employee0.94
Total4.38

અમદાવાદ, 19 ઓક્ટોબરઃ IRM Energyનો આઈપીઓ આજે બીજા દિવસના અંતે 4.38 ગણો ભરાયો છે. જેમાં એનઆઈઆઈ 9.10 ગણો અને રિટેલ પોર્શન 4.38 ગણો જ્યારે ક્યુઆઈબી 1.18 ગણો સબ્સ્ક્રાઈબ્ડ થયો છે. આવતીકાલે રોકાણ કરવાની છેલ્લી તક છે.

IRM Energyની પ્રાઈસ બેન્ડ રૂ. 480-505 છે. કુલ ઈશ્યૂ સાઈઝ 545.40 કરોડ છે. માર્કેટ લોટ 48 શેર્સ માટે અરજી કરવાની રહેશે. ત્યારબાદ તેના ગુણાંકમાં અરજી થઈ શકશે. લિસ્ટિંગ 31 ઓક્ટોબરે થશે. શેર એલોટમેન્ટ 27 ઓક્ટોબરે થશે.ગ્રે માર્કેટમાં હાલ 75થી 80 રૂપિયા પ્રીમિયમ ચાલી રહ્યા છે. જે મુજબ IRM Energyના આઈપીઓનું લિસ્ટિંગ 20થી 22 ટકા પ્રીમિયમે થવાનો અંદાજ પ્રાઇમરી માર્કેટ પંડિતો વ્યક્ત કરી રહ્યા છે. કંપની મજબૂત પોર્ટફોલિયો સાથે વિસ્તરણ યોજના ધરાવતી હોવાથી વિવિધ બ્રોકરેજ હાઉસ તેમજ પ્રાઇમરી માર્કેટના નિષ્ણાતો રોકાણ કરવા સલાહ આપી રહ્યા છે.

વિવિધ બ્રોકરેજ હાઉસ અને નિષ્ણાતો આપે છે સલાહ

આનંદ રાઠી, બીપી ઈક્વિટીઝ (બીપી વેલ્થ), ચોઈસ ઈક્વિટી બ્રોકિંગ પ્રાઈવેટ લિમિટેડ, દિલીપ દાવડા, હેન્સેક્સ સિક્યોરિટીઝ, ઈન્ડસેક સિક્યોરિટીઝ, મારવાડી શેર્સ એન્ડ ફાઈનાન્સ લિમિટેડ, નિર્મલ બંગ, રિલાયન્સ સિક્યોરિટીઝ, એસબીઆઈસીએપી સિક્યોરિટીઝ લિમિટેડ અને સ્વસ્તિક ઈન્વેસ્ટમાર્ટ લિમિટેડે IRM Energy IPO સબ્સ્ક્રાઈબ કરવા સલાહ આપી છે.