IPO ખૂલશે6 સપ્ટેમ્બર
IPO બંધ થશે8 સપ્ટેમ્બર
ફેસવેલ્યૂરૂ.10
પ્રાઇસબેન્ડરૂ. 695-735
લોટ20 શેર્સ
ઇશ્યૂ સાઇઝ11824163 શેર્સ
ઇશ્યૂ સાઇઝ₹869.08 કરોડ
લિસ્ટિંગBSE, NSE

મુંબઇ, 2 સપ્ટેમ્બર: જ્યુપિટર લાઈફ લાઈન હોસ્પિટલ્સ લિમિટેડ શેરદીઠ રૂ. 10ની મૂળકિંમત તથા શેરદીઠ રૂ. 695-735ની પ્રાઇસબેન્ડ ધરાવતાં શેર્સના IPO સાથે તા. 6 સપ્ટેમ્બરે મૂડીબજારમાં પ્રવેશી રહી છે. ઇશ્યૂ તા. 8મી સપ્ટેમ્બરે બંધ થશે. કંપનીના શેર્સ એનએસઇ અને બીએસઇ ખાતે લિસ્ટેડ કરાવવાની દરખાસ્ત છે. રોકાણકારો ન્યૂનતમ 20 ઇક્વિટી શેર માટે અને ત્યાર બાદ 20 ઇક્વિટી શેરના ગુણાંકમાં બિડ કરી શકે છે. IPOમાં રૂ. 5,402.01 મિલિયન સુધીના દરેક Rs 10ના ફેસ વેલ્યુના ઇક્વિટી શેરનો તાજો ઇશ્યૂ અને 4.45 મિલિયન ઇક્વિટી શેરની ઓફર-ફોર-સેલ (OFS)નો સમાવેશ થાય છે. ન્યૂનતમ અરજી 20 શેર્સ માટે ₹14,700ની કરવાની રહશે. ત્યારબાદ 20 શેર્સના ગુણાંકમાં અરજી કરવાની રહેશે.

Jupiter Life Line Hospitals IPO લોટ સાઇઝ

ApplicationLotsShareAmount
Retail(Min)120₹14700
Retail(Max)13260₹191100
S-HNI(Min)14280₹205800
S-HNI(Max)681360₹999600
B-HNI(Min)691380₹1014300

2007માં સ્થાપિત, જ્યુપિટર લાઇફ લાઇન હોસ્પિટલ્સ લિમિટેડ મુંબઈ મેટ્રોપોલિટન એરિયા (MMR), ભારતના પશ્ચિમી પ્રદેશોમાં કોર્પોરેટ ક્વાટર્નરી કેર હેલ્થકેર સર્વિસ પ્રોવાઈડર તરીકે 15 વર્ષથી વધુ સમયથી કાર્યરત છે. “જ્યુપિટર” બ્રાન્ડ હેઠળ થાણે, પુણે અને ઈન્દોરમાં ત્રણ હોસ્પિટલોનું સંચાલન કરે છે. જેમાં કુલ 1194 પથારીની ઓપરેશનલ બેડ ક્ષમતા છે, અને નિષ્ણાતો, ચિકિત્સકો અને સર્જનો સહિત 1306 ડોકટરો ધરાવતી કંપની ડોમ્બિવલીમાં મલ્ટિ-સ્પેશિયાલિટી હોસ્પિટલ વિકસાવી રહી છે, જે 500થી વધુ પથારીઓને સમાવવા માટે ડિઝાઇન કરાઇ છે અને એપ્રિલ 2023માં તેનું બાંધકામ શરૂ થયું છે.

CRISIL ના અહેવાલ મુજબ, કંપનીની થાણે અને ઈન્દોર હોસ્પિટલો ભારતના પશ્ચિમ પ્રદેશમાં સમર્પિત રોબોટિક અને કમ્પ્યુટર-આસિસ્ટેડ ન્યુરો-રિહેબિલિટેશન સેન્ટર દ્વારા ન્યુરો-રિહેબિલિટેશન સેવાઓ પ્રદાન કરવા માટેની કેટલીક હોસ્પિટલોમાંની છે. વધુમાં, તે થાણેમાં કેટલાક મલ્ટી-ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ કેન્દ્રોમાંથી એકનું સંચાલન કરે છે. થાણે, પુણે અને ઈન્દોરની તમામ હોસ્પિટલોને નેશનલ એક્રેડિટેશન બોર્ડ ફોર હોસ્પિટલ્સ એન્ડ હેલ્થકેર પ્રોવાઈડર્સ (NABH) દ્વારા પ્રમાણિત કરવામાં આવી છે અને નેશનલ એક્રેડિટેશન બોર્ડ ફોર ટેસ્ટિંગ એન્ડ કેલિબ્રેશન લેબોરેટરીઝ (NABL) દ્વારા મેડિકલ ટેસ્ટિંગના ક્ષેત્રમાં માન્યતા પ્રાપ્ત કરવામાં આવી છે.

કંપનીની ઇનપેશન્ટ અને આઉટપેશન્ટની આવક થાણે, પુણે અને ઇન્દોરની હોસ્પિટલો ધરાવતી હોસ્પિટલોમાં વૈવિધ્યસભર છે, જે નાણાકીય વર્ષ 2023માં કામગીરીથી થયેલી આવકમાં અનુક્રમે 54.18%, 34.03% અને 11.79% હિસ્સો ધરાવે છે.

લીડ મેનેજર્સઃ ICICI સિક્યોરિટીઝ, નુવામા વેલ્થ મેનેજમેન્ટ (અગાઉ એડલવાઈસ સિક્યોરિટીઝ તરીકે ઓળખાતું હતું), અને JM ફાયનાન્સિયલ બુક રનિંગ લીડ મેનેજર્સ છે. KFin ટેક્નોલોજીસ એ ઓફર માટે રજિસ્ટ્રાર છે.

કંપનીની નાણાકીય કામગીરી એક નજરે

સમય31 Mar2131 Mar2231 Mar23
એસેટ્સ788.91908.70985.53
આવક490.27737.14902.96
ચો. નફો-2.3051.1372.91
નેટવર્થ246.44288.43363.91
કુલદેવું425.52495.25468.63

(આંકડા રૂ. કરોડમાં દર્શાવે છે. Restated Consolidated)