મુંબઇ, 2 સપ્ટેમ્બરઃ રિયલ-એસ્ટેટ ડેવલપર આર્કેડ ડેવલપર્સ લિમિટેડે સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા (“સેબી”) સાથે તેનું ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (“DRHP”) ફાઇલ કર્યું છે. કંપનીના પ્રારંભિક જાહેર ભરણામાં રૂ. 430 કરોડનો ફ્રેશ ઇશ્યૂ સામેલ છે. કંપની ઇશ્યૂમાંથી ભેગા થયેલાં ભંડોળનો ઉપયોગ તેના વર્તમાન પ્રોજેક્ટ્સ (જેમકે આર્કેડ નેસ્ટ) અને તેના આગામી પ્રોજેક્ટ્સ, ભાવિ રિયલ એસ્ટેટ પ્રોજેક્ટ્સ અને કોર્પોરેટના સામાન્ય હેતુઓ માટે કરવાની દરખાસ્ત ધરાવે છે.

આર્કેડ ડેવલપર્સ મુંબઇ, મહારાષ્ટ્રમાં નોંધપાત્ર ઉપસ્થિતિ સાથે ઝડપી વૃદ્ધિ સાધતી રિયલ એસ્ટેટ ડેવલપમેન્ટ કંપની છે. કંપની ભારતના વાણિજ્ય રાજધાની મુંબઇ, મહારાષ્ટ્રમાં પ્રીમિયમ એસ્પિરેશનલ લાઇફસ્ટાઇલ રેસિડેન્શિયલ પ્રોજેક્ટ્સના વિકાસ ઉપર કેન્દ્રિત છે. 31 જુલાઇ, 2023 મૂજબ તેમણે 1.80 મિલિયન ચોરસફૂટ રેસિડેન્શિયલ પ્રોપર્ટી વિકસાવી છે. કંપની નવા પ્રોજેક્ટ્સના વિકાસ તથા પ્રોજેક્ટ્સના રિડેવલપમેન્ટમાં કાર્યરત છે તેમજ વર્ષ 2017 અને વર્ષ 2023ના પ્રથમ ક્વાર્ટર વચ્ચે 1,040 રેસિડેન્શિયલ યુનિટ્સ લોંચ કર્યાં છે અને એમએમઆર, મહારાષ્ટ્રમાં વિવિધ માર્કેટ્સમાં 792 રેસિડેન્શિયલ યુનિટ્સનું વેચાણ કર્યું છે. કેલેન્ડર વર્ષ 2003થી માર્ચ 2023 સુધીમાં મુંબઇના પશ્ચિમ ઉપનગરોમાં 9 પ્રોજેક્ટ્સ અને દક્ષિણ-મધ્ય મુંબઇમાં (ભાગીદારી કંપની દ્વારા કે જેમાં આર્કેટ બહુમતી હિસ્સો ધરાવે છે) 1 પ્રોજેક્ટ પૂર્ણ કર્યો છે, જેમનો સંયુક્ત બાંધકામ વિસ્તાર 6,48,000 ચોરસફૂટ છે. (સ્રોતઃ એનારોક રિપોર્ટ).

કંપનીની નાણાકીય કામગીરી એકનજરે

આર્કેડ ડેવલપર્સની નાણાકીય વર્ષ 2023, નાણાકીય વર્ષ 2022 અને નાણાકીય વર્ષ 2021માં આવક અનુક્રમે રૂ. 2,240.13 મિલિયન, રૂ. 2,371.82 મિલિયન અને રૂ. 1,131.85 મિલિયન તેમજ નાણાકીય વર્ષ 2021 અને નાણાકીય વર્ષ 2023 વચ્ચે કામગીરીમાંથી આવકો 26.69 ટકા સીએજીઆર સાથે વધી છે. તેના તમામ પ્રોજેક્ટ્સ એમએમઆર, મહારાષ્ટ્રમાં છે.

બુક રનિંગ લીડ મેનેજર (બીઆરએલએમ)ઃ યુનિસ્ટોન કેપિટલ ઇશ્યૂના બુક રનિંગ લીડ મેનેજર (બીઆરએલએમ) છે. કંપનીના ઇક્વિટી શેર્સ બીએસઇ અને એનએસઇ ઉપર લિસ્ટ થશે.