મુંબઈ, 13 ફેબ્રુઆરી: લોર્ડ્સ માર્ક ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડનો ગ્લોબલ હેલ્થકેર વિભાગ લોર્ડ્સમેડ (LordsMed)એ ટ્રાઈગ્લિસરાઈડ્સ, યુરિક એસિડ, આલ્કલાઈન ફોસ્ફેટેઝ, બિલીરૂબિન, કેલ્શિયમ (આર્સેનાઝો III), ક્રિએટિનાઇન, ગ્લુકોઝ, સીરમ ગ્લુટામિક ઓક્સાલોસેટિક ટ્રાન્સમિનેઝ (SGOT)/એસ્પાર્ટેટ એમિનોટ્રાન્સફેરાસ, સીરમ ગ્લુટામિક પાયરુવિક ટ્રાન્સમિનેઝ (SGPT), એલનાઇન એમિનોટ્રાન્સફેરેઝ (ALT) અને ટોટલ પ્રોટીન સહિત 10 વિશ્વકક્ષાના રિ-એજન્ટ અને ડાયગ્નોસ્ટિક ટેસ્ટિંગ કીટ લોન્ચ કરી છે.

લોર્ડ્સમેડ આ રિ-એજન્ટ અને ડાયગ્નોસ્ટિક ટેસ્ટિંગ કિટ્સનું ઉત્પાદન મહારાષ્ટ્રમાં સ્થિત તેની મેન્યુફેક્ચરિંગ ફેસિલિટી ખાતે કરશે. તેમજ દેશભરમાં તેના ઉપસ્થિત 300 ડીલરના ડિસ્ટ્રિબ્યુશન નેટવર્ક મારફત હોસ્પિટલો, પેથોલોજિકલ લેબ્સ, રિસર્ચ સંસ્થાઓમાં આ કીટ ઉપલબ્ધ કરાવશે. લોર્ડ્સમેડ તેની પેથોલોજિકલ લેબ્સની ચેઈનમાં પણ આ કીટનો ઉપયોગ કરશે. કંપની વૈશ્વિક સ્તરે બજારમાં આ રિ-એજન્ટ અને કીટ્સ નિકાસ કરવાની યોજના પણ ધરાવે છે. દેશભર ઉપરાંત SAARC, આફ્રિકન, પૂર્વીય-યુરોપિયન દેશોમાં લોર્ડ્સમેડ આ કીટ્સના વેચાણ કરવાનો લક્ષ્યાંક ધરાવે છે.

લોર્ડ્સ માર્ક ઈન્ડસ્ટ્રીઝ લિ.ના એમડી અને સીઈઓ સચિન્દાનંદ ઉપાધ્યાયે લોન્ચિંગ અંગે જણાવ્યું હતું કે લોર્ડ્સમેડ વસઈમાં મેન્યુફેક્ચરિંગ ફેસિલિટી ધરાવે છે. ઉત્તરપ્રદેશના લખનઉ અને દાદરા-નગર હવેલીના સેલવાસ ખાતે તેની બીજી અને ત્રીજી મેન્યુફેક્ચરિંગ ફેસિલિટી શરૂ કરવા જઈ રહી છે. હાલ તેનું કામકાજ અંતિમ તબક્કામાં છે.

લોર્ડ્સ માર્ક ઈન્ડસ્ટ્રીઝે આઈઆઈટી બોમ્બે, ભાભા એટોમિક રિસર્ચ સેન્ટર (BARC) અને અન્ય ટોચની સંસ્થાઓ સાથે વૈશ્વિક કક્ષાની પેટન્ટ પ્રોડક્ટ્સ વિકસિત કરવા જોડાણો કર્યા છે. જે ડાયગ્નોસ્ટિક ઈન્ડસ્ટ્રીમાં પરિવર્તન લાવશે. લોર્ડ્સ માર્ક ઈન્ડસ્ટ્રીઝ મોઢાનું કેન્સર, ટીબી (ક્ષય), સિકલ સેલ જેવી ગંભીર બિમારીમાં ઉચ્ચ કક્ષાનું સચોટ પરિણામ આપતી સસ્તી નોન-ઈન્વેસિવ ડાયગ્નોસ્ટિક કીટ્સ વિકસિત કરવા કામ કરી રહી છે.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)