ગિફ્ટ નિફ્ટી સવારે સાતના ટકોરે 75 પોઇન્ટ પ્લસ જોતાં માર્કેટ ગ્રીન ઝોનમાં ખૂલી શકે

અમદાવાદ, 6 જૂનઃ NDA સળંગ ત્રીજી મુદત માટે સરકાર બનાવશે તેની ખાતરીને પગલે સેન્ટિમેન્ટમાં સુધારો થતાં ભારતીય શેરબજારોમાં બાઉન્સબેકની સ્થિતિ જોવા મળી હતી. નિફ્ટી 736 પોઈન્ટ (3.4 ટકા) વધીને 22,620 પર બંધ થયો હતો, જે ગયા શુક્રવારના સ્તરે પાછો ફર્યો હતો. મિડકેપ 100 અને સ્મોલકેપ 100 સૂચકાંકો અનુક્રમે 4.3 ટકા અને 3.8 ટકા વધવા સાથે બ્રોડર માર્કેટમાં પણ તેજી જોવા મળી હતી.

ઈન્ડિયા VIX ઈન્ટ્રાડે ધોરણે 29.40 ટકા ઘટીને 18.89 પર સ્થિર થયો. ઘટેલી અસ્થિરતાએ તેજીવાળાઓને રાહત આપી હતી. બ્રોકરેજ હાઉસ પ્રભુદાસ લીલાધરના મત મુજબ ઇન્ડેક્સમાં 21,800ની આસપાસના નીચા સ્તરની નજીક સપોર્ટ ઝોન હશે અને ઉપરની બાજુએ, 22,900 ઝોનની ઉપર નિફ્ટી માટે નવી તેજી માટેના દ્વાર ખોલી શકે છે. રિલાયન્સ સિક્યુરિટીઝનો ડેઇલી રિસર્ચ રિપોર્ટ સૂચવે છે કે, નિફ્ટી માટે સપોર્ટ 22051- 21482, રેઝિસ્ટન્સ 22930- 22239 પોઇન્ટની સપાટીઓ ધ્યાનમાં રાખવા સાથે સ્ટોપલોસ હાથવગો રાખીને ટ્રેડિંગ સ્ટ્રેટેજી ઘડવી.

2024ની લોકસભા ચૂંટણીના પરિણામો પછી, બેન્ક નિફ્ટી તેની 51,133ની વિક્રમી ઊંચી સપાટીથી 5,000 પોઈન્ટની આસપાસ ગબડ્યો હતો, જે લગભગ 10 ટકાનો ઘટાડો દર્શાવે છે. પરંતુ નીચા સ્તરથી બેન્ક નિફ્ટીમાં 49,362 સુધી તીવ્ર ઉછાળો જોવા મળ્યો હતો, અને તે હાલમાં તેના 20-દિવસના SMA ઉપર ટકી રહ્યો છે. બેંક નિફ્ટી ટૂંકા ગાળામાં 47,500 થી 50,000ની રેન્જમાં રમતો જોવા મળે તેવી ધારણા ટેકનિકલ એનાલિસ્ટ્સ વ્યક્ત કરી રહ્યા છે.

નિફ્ટી માટેના મહત્વના લેવલ્સઃ સપોર્ટ 22051- 21482, રેઝિસ્ટન્સ 22930- 22239

બેન્ક નિફ્ટી માટેના મહત્વના લેવલ્સઃ રેઝિસ્ટન્સ 50,000–51,100 અને સપોર્ટ 47,500–46,000

સ્ટોક્સ ટૂ વોચઃ HAL, BEL, SBIN, RVNL, RECL, ADANIPORT, ADANIENT, IRFC, PFC, TATAPOWER, COCHINSHIP

સેક્ટર્સ ટૂ વોચઃ પીએસયુ, મેટલ્સ, કેપિટલ ગુડ્સ, હેલ્થકેર, એનર્જી, એફએમસીજી, ફર્ટિલાઇઝર્સ

FII અને DII: વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FIIs) એ 5 જૂનના રોજ સતત બીજા સત્રમાં તેમનું વેચાણ ચાલુ રાખ્યું હતું કારણ કે તેઓએ રૂ. 5,656.26 કરોડની ભારતીય ઇક્વિટી વેચી હતી, જ્યારે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો એ જ દિવસે રૂ. 4,555.08 કરોડની ઇક્વિટીની ખરીદી કરતાં ચોખ્ખા ખરીદદારો બન્યા હતા.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)