અમદાવાદના હાજર ભાવ

ચાંદી ચોરસા86000-91000
ચાંદી રૂપું85800- 90800
સિક્કા જૂના800-1100
999 સોનું72500-74300
995 સોનું72300- 74100
હોલમાર્ક72815
(24-5-24)

મુંબઈ, 24 મેઃ  કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં શુક્રવારે આ લખાઈ રહ્યું છે ત્યારે રૂ.50,345.32 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.11,050.59 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ. 39284.13 કરોડનો હતો.

 કીમતી ધાતુઓના વાયદાઓમાં સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું જૂન વાયદો સત્રની શરૂઆતમાં 10 ગ્રામદીઠ રૂ.71,468ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.71,665 અને નીચામાં રૂ.71,374 ના મથાળે અથડાઈ, રૂ.12 ઘટી રૂ.71,565ના ભાવે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની મે કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.174 વધી રૂ.58,390 અને ગોલ્ડ-પેટલ મે કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.1 વધી રૂ.7,067ના ભાવે પહોંચ્યો હતો. સોનું-મિની જૂન વાયદો 10 ગ્રામદીઠ રૂ.4 વધી રૂ.71,636ના સ્તરે પહોંચ્યો હતો.

સોના-ચાંદીના વાયદાના ભાવમાં સામસામા રાહ

ચાંદીના વાયદાઓમાં ચાંદી જુલાઈ વાયદો સત્રની શરૂઆતમાં 1 કિલોદીઠ રૂ.90,562ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.91,390 અને નીચામાં રૂ.90,462 ના મથાળે અથડાઈ, રૂ.690 વધી રૂ.91,127 ના સ્તરે બોલાઈ રહ્યો હતો. ચાંદી-મિની જૂન કોન્ટ્રેક્ટ રૂ.679 વધી રૂ.91,120 અને ચાંદી-માઈક્રો જૂન કોન્ટ્રેક્ટ રૂ.691 વધી રૂ.91,110 બોલાઈ રહ્યો હતો.

બિનલોહ ધાતુઓના વાયદાઓમાં એમસીએક્સ તાંબુ મે વાયદો રૂ.891.80ના ભાવે ખૂલી, રૂ.2.15 વધી રૂ.892.35 જ્યારે એલ્યુમિનિયમ મે કોન્ટ્રેક્ટ રૂ.1.65 વધી રૂ.241.50 તેમ જ સીસું મે કોન્ટ્રેક્ટ રૂ.1.10 ઘટી રૂ.190ના ભાવ થયા હતા. જસત મે કોન્ટ્રેક્ટ રૂ.2.65 વધી રૂ.275ના ભાવ થયા હતા. મિની વાયદાઓમાં એલ્યુમિનિયમ-મિની મે વાયદો 1 કિલોદીઠ રૂ.1.85 વધી રૂ.242 સીસુ-મિની મે કોન્ટ્રેક્ટ રૂ.0.85 ઘટી રૂ.190.50 જસત-મિની મે વાયદો રૂ.2.35 વધી રૂ.273.95 બોલાઈ રહ્યો હતો.

બિનલોહ ધાતુઓમાં મિશ્ર વલણ

એનર્જી સેગમેન્ટના વાયદાઓમાં એમસીએક્સ ક્રૂડ તેલ જૂન વાયદો સત્રની શરૂઆતમાં 1 બેરલદીઠ રૂ.6,414ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.6,415 અને નીચામાં રૂ.6,345 ના મથાળે અથડાઈ, રૂ.43 ઘટી રૂ.6,354 બોલાયો હતો, જ્યારે ક્રૂડ તેલ-મિની જૂન વાયદો રૂ.45 ઘટી રૂ.6,358 બોલાઈ રહ્યો હતો. નેચરલ ગેસ મે વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.220ના ભાવે ખૂલી, રૂ.1 ઘટી રૂ.222.50 અને નેચરલ ગેસ-મિની મે વાયદો 1 ઘટી 222.7 બોલાઈ રહ્યો હતો.

બુલડેક્સ વાયદામાં 10.61 કરોડનાં કામકાજ

કૃષિ કોમોડિટીઝના વાયદાઓમાં એમસીએક્સ કોટન ખાંડી મે વાયદો સત્રની શરૂઆતમાં 1 ખાંડીદીઠ રૂ.56,700ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.56,700 અને નીચામાં રૂ.56,320 ના મથાળે અથડાઈ, રૂ.200 વધી રૂ.56,700ના સ્તરે પહોંચ્યો હતો. મેન્થા તેલ મે કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.1 વધી રૂ.928 બોલાયો હતો.

કોમોડિટી વાયદાઓમાં રૂ.11,051 કરોડ અને ઓપ્શન્સમાં રૂ. 39,284 કરોડનું ટર્નઓવર

કામકાજની દૃષ્ટિએ એમસીએક્સ પર કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં રૂ.3,999.94 કરોડનાં અને ચાદીના વિવિધ વાયદાઓમાં રૂ.3,356.41 કરોડનાં વેપાર થયા હતા. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિની વાયદાઓમાં રૂ.342.77 કરોડનાં 10,945 લોટ તથા નેચરલ ગેસ અને નેચરલ ગેસ-મિની વાયદાઓમાં રૂ.1,026.78 કરોડનાં 48,975 લોટ નાં કામ થયાં હતાં. બિનલોહ ધાતુઓમાં એલ્યુમિનિયમ અને એલ્યુમિનિયમ-મિની વાયદાઓમાં રૂ.301.75 કરોડનાં 4,341 લોટ સીસુ અને સીસુ-મિની વાયદાઓમાં રૂ.65.68 કરોડનાં 1,102 લોટ તાંબાના વાયદાઓમાં રૂ.1,405.89 કરોડનાં 6,275 લોટ અને જસત તથા જસત-મિની વાયદાઓમાં રૂ.515.04 કરોડનાં 7,045 લોટના વેપાર થયા હતા. કૃષિ કોમોડિટીઝમાં કોટન ખાંડી વાયદામાં રૂ.28.43 કરોડનાં 103 લોટ મેન્થા તેલ વાયદામાં રૂ.7.89 કરોડનાં 234 લોટનાં કામકાજ થયાં હતાં.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)