અમદાવાદ હાજર બજારના ભાવો (12-4-2023)

વિગતકિંમત
ચાંદી ચોરસા70700-75500
ચાંદી રૂપું70200-75300
સિક્કા જૂના700-900
999 સોનું59600- 62600
995 સોનું59400- 62400
હોલમાર્ક61348

મુંબઈ, 12 એપ્રિલઃ કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં એમસીએક્સ પર 87,233 સોદાઓમાં રૂ.6,137.57 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું જૂન વાયદો સત્રની શરૂઆતમાં 10 ગ્રામદીઠ રૂ.60,779ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.60,950 અને નીચામાં રૂ.60,618 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.148 વધી રૂ.60,653ના ભાવે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની એપ્રિલ કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.113 વધી રૂ.48,214 અને ગોલ્ડ-પેટલ એપ્રિલ કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.39 વધી રૂ.6,002ના ભાવે પહોંચ્યો હતો. સોનું-મિની મે વાયદો 10 ગ્રામદીઠ રૂ.175 વધી રૂ.60,456ના સ્તરે પહોંચ્યો હતો.

ચાંદીના વાયદાઓમાં ચાંદી મે વાયદો સત્રની શરૂઆતમાં 1 કિલોદીઠ રૂ.75,692ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.76,009 અને નીચામાં રૂ.75,170 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.373 વધી રૂ.75,413 ના સ્તરે બોલાઈ રહ્યો હતો. ચાંદી-મિની એપ્રિલ કોન્ટ્રેક્ટ રૂ.371 વધી રૂ.75,290 અને ચાંદી-માઈક્રો એપ્રિલ કોન્ટ્રેક્ટ રૂ.375 વધી રૂ.75,286 બોલાઈ રહ્યો હતો.

બિનલોહ ધાતુઓના વાયદાઓમાં એમસીએક્સ ખાતે 7,217 સોદાઓમાં રૂ.,842.39 કરોડના વેપાર થયા હતા. તાંબુ એપ્રિલ વાયદો રૂ.774.40ના ભાવે ખૂલી, રૂ.3.25 ઘટી રૂ.771.80 જ્યારે એલ્યુમિનિયમ એપ્રિલ કોન્ટ્રેક્ટ રૂ.0.55 ઘટી રૂ.203.55 તેમ જ સીસું એપ્રિલ કોન્ટ્રેક્ટ રૂ.0.70 વધી રૂ.181ના ભાવ થયા હતા. જસત એપ્રિલ કોન્ટ્રેક્ટ રૂ.1.40 ઘટી રૂ.245ના ભાવ થયા હતા. મિની વાયદાઓમાં એલ્યુમિનિયમ-મિની એપ્રિલ વાયદો 1 કિલોદીઠ રૂ.0.65 ઘટી રૂ.203.85 સીસુ-મિની એપ્રિલ કોન્ટ્રેક્ટ રૂ.0.50 વધી રૂ.181.35 જસત-મિની એપ્રિલ વાયદો રૂ.1.15 ઘટી રૂ.245.40 બોલાઈ રહ્યો હતો.

નેચરલ ગેસ, મેન્થા તેલમાં વૃદ્ધિ, બુલડેક્સ વાયદામાંરૂ.21 કરોડનાં કામકાજ

એનર્જી સેગમેન્ટના વાયદાઓમાં એમસીએક્સ પર 37,490 સોદાઓમાં રૂ.1,373.29 કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ તેલ એપ્રિલ વાયદો સત્રની શરૂઆતમાં 1 બેરલદીઠ રૂ.6,684ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.6,711 અને નીચામાં રૂ.6,667 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.4 વધી રૂ.6,686 બોલાયો હતો, જ્યારે ક્રૂડ તેલ-મિની એપ્રિલ વાયદો રૂ.3 વધી રૂ.6,682 બોલાઈ રહ્યો હતો. નેચરલ ગેસ એપ્રિલ વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.182ના ભાવે ખૂલી, રૂ.3.90 વધી રૂ.183.20 અને નેચરલ ગેસ-મિની એપ્રિલ વાયદો 3.8 વધી 183.3 બોલાઈ રહ્યો હતો.

કૃષિ કોમોડિટીઝના વાયદાઓમાં એમસીએક્સ ખાતે રૂ.20.43 કરોડનાં કામકાજ થયા હતા. કોટન ખાંડી એપ્રિલ વાયદો સત્રની શરૂઆતમાં 1 ખાંડીદીઠ રૂ.62,640ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.62,780 અને નીચામાં રૂ.62,500 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.240 ઘટી રૂ.62,580ના સ્તરે પહોંચ્યો હતો. મેન્થા તેલ એપ્રિલ કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.4.20 વધી રૂ.984.40 બોલાયો હતો.

ક્રૂડ તેલના વાયદાના ભાવમાં રૂ.4નો મામૂલી સુધારોઃ કોટન-ખાંડીમાં નરમાઈ

કામકાજની દૃષ્ટિએ એમસીએક્સ પર કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં રૂ.2,374.32 કરોડનાં 3,906.888 કિલો અને ચાદીના વિવિધ વાયદાઓમાં રૂ.3,763.25 કરોડનાં 496.672 ટનના વેપાર થયા હતા. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિની વાયદાઓમાં રૂ.562.88 કરોડનાં 8,40,830 બેરલ તથા નેચરલ ગેસ અને નેચરલ ગેસ-મિની વાયદાઓમાં રૂ.810.41 કરોડનાં 4,41,79,750 એમએમબીટીયૂ નાં કામ થયાં હતાં. બિનલોહ ધાતુઓમાં એલ્યુમિનિયમ અને એલ્યુમિનિયમ-મિની વાયદાઓમાં રૂ.135.75 કરોડનાં 6,649 ટન સીસુ અને સીસુ-મિની વાયદાઓમાં રૂ.67.29 કરોડનાં 3,721 ટન તાંબાના વાયદાઓમાં રૂ.427.59 કરોડનાં 5,535 ટન અને જસત તથા જસત-મિની વાયદાઓમાં રૂ.211.76 કરોડનાં 8,625 ટનના વેપાર થયા હતા. કૃષિ કોમોડિટીઝમાં કોટન ખાંડી વાયદામાં રૂ.15.46 કરોડનાં 2,448 ખાંડી મેન્થા તેલ વાયદામાં રૂ.4.97 કરોડનાં 50.4 ટનનાં કામકાજ થયાં હતાં.