મુંબઇ, તા. ૧૨ એપ્રિલ: હાજર બજારોમાં નવી ખરીદીનાં અભાવે વાયદામાં વેચવાલી જોવા મળી હતી. તેથી ચોક્કસ કોમોડિટીને બાદ કરતા અન્ય  કૄષિ પેદાશોનાં ભાવ ઘટ્યા હતા.  NCDEX ખાતે આજે ગુવાર કોમ્પ્લેક્ષનાં ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો. બિન કૄષિ કોમોડિટીમાં સ્ટીલનાં ભાવ આજે ઘટ્યા મથાળે બંધ રહ્યા હતા. જ્યારે જીરામાં ઉછાળા જોવા મળ્યા હતા.

    NCDEX ખાતે આજે  ગુવાર કોમ્પ્લેક્ષના વાયદા ઘટ્યા મથાળે બંધ રહ્યા હતા. જીરાનાં અમુક વાયદામાં ચાર થી છ ટકાની ઉપલી સર્કિટ લાગી હતી  જીરાનાં વાયદા કારોબાર ૩૬૮ કરોડ રૂ.નાં વેપાર સાથે જ્યારે ગુવાર સીડનાં વાયદા કારોબાર ૨૦૬ કરોડ રૂ.નાં વેપાર સાથે ટોચ પર રહ્યા હતા.

NCDEX ખાતે આજે જીરાનાં ભાવ વધ્યા મથાળે બંધ રહ્યા હતા. જ્યારે એરંડા, દિવેલ, કપાસિયા ખોળ, ધાણા, ગુવાર ગમ, ગુવાર સીડ, સ્ટીલ, હળદર તથા કપાસનાં ભાવ ઘટ્યા મથાળે બંધ રહ્યા હતા. આજે એરંડાના ભાવ ૬૩૦૮ રૂ. ખુલી ૬૨૪૭  રૂ., દિવેલનાં ભાવ ૧૨૮૫ રૂ. ખુલી ૧૨૮૫ રૂ., કપાસિયા ખોળનાં ભાવ ૨૭૬૬ રૂ. ખુલી ૨૭૫૯ રૂ., ધાણા ૬૬૯૦ રૂ. ખુલી ૬૬૫૮ રૂ. ગુવાર સીડનાં ભાવ ૫૬૩૦ રૂ. ખુલી ૫૫૯૬ રૂ. બંધ રહ્યા હતા. આજ પ્રમાણે ગુવાર ગમ ૧૧૪૬૬  રૂ. ખુલી ૧૧૨૯૯ રૂ., જીરાનાં ભાવ ૩૯૦૦૦ રૂ. ખુલી ૪૧૨૯૦ રૂ., કપાસનાં ભાવ ૧૬૦૪.૦૦ રૂ. ખુલી ૧૫૯૦.૦ રૂ., સ્ટીલના ભાવ ૪૭૨૮૦ ખુલી ૪૭૨૮૦ રૂ. અને હળદરનાં ભાવ  ૬૭૬૬  રૂ. ખુલી ૬૭૪૨ રૂ. બંધ રહ્યા હતા.