મુંબઈઃ MCX પર કીમતી ધાતુઓના વાયદાઓમાં સોનાના વાયદાઓમાં MCX સોનું ફેબ્રુઆરી વાયદો 10 ગ્રામદીઠ સત્રની શરૂઆતમાં રૂ.54,525ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.54,748 અને નીચામાં રૂ.54,520 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.48 વધી રૂ.54,622ના ભાવે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની ડિસેમ્બર કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.102 વધી રૂ.43,869 અને ગોલ્ડ-પેટલ ડિસેમ્બર કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.1 ઘટી રૂ.5,349ના ભાવે પહોંચ્યો હતો. સોનું-મિની જાન્યુઆરી વાયદો 10 ગ્રામદીઠ રૂ.54,070ના ભાવે ખૂલી, રૂ.78 વધી રૂ.54,182ના સ્તરે પહોંચ્યો હતો. ચાંદીના વાયદાઓમાં ચાંદી માર્ચ વાયદો 1 કિલોદીઠ સત્રની શરૂઆતમાં રૂ.68,201ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.69,219 અને નીચામાં રૂ.68,201 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.14 ઘટી રૂ.69,019 ના સ્તરે બોલાઈ રહ્યો હતો. ચાંદી-મિની ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ રૂ.15 ઘટી રૂ.69,001 અને ચાંદી-માઈક્રો ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ રૂ.11 ઘટી રૂ.68,993 બોલાઈ રહ્યો હતો.

બિનલોહ ધાતુઓના વાયદાઓમાં એલ્યુમિનિયમ ડિસેમ્બર વાયદો 1 કિલોદીઠ રૂ.0.85 વધી રૂ.207.25 અને જસત ડિસેમ્બર વાયદો રૂ.1.35 વધી રૂ.268ના ભાવ થયા હતા. આ સામે તાંબુ ડિસેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.17.25 વધી રૂ.742.15 તેમ જ સીસું ડિસેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.0.40 ઘટી રૂ.186ના ભાવ થયા હતા.

એનર્જી સેગમેન્ટના વાયદાઓમાં ક્રૂડ તેલ જાન્યુઆરી વાયદો સત્રની શરૂઆતમાં રૂ.6,619ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.6,712 અને નીચામાં રૂ.6,610 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં 1 બેરલદીઠ રૂ.29 વધી રૂ.6,650 બોલાયો હતો, જ્યારે નેચરલ ગેસ ડિસેમ્બર વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.3.10 વધી રૂ.433.50 બોલાઈ રહ્યો હતો.

કૃષિ કોમોડિટીઝના વાયદાઓમાં કોટન ડિસેમ્બર વાયદો 1 ગાંસડીદીઠ રૂ.29,300ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.29,330 અને નીચામાં રૂ.27,300 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.1,730 ઘટી રૂ.27,310ના સ્તરે પહોંચ્યો હતો. મેન્થા તેલના વાયદાઓમાં ડિસેમ્બર કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.10 વધી રૂ.983.80 થયો હતો.