મુંબઈ, 2 સપ્ટેમ્બરઃ કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં સાર્વત્રિક તેજીનો માહોલ જોવા મળ્યો હતો. કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં એમસીએક્સ પર 7,16,805 સોદાઓમાં રૂ.51,785.02 કરોડનાં કામકાજ થયાં હતાં.

સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું ઓક્ટોબર વાયદો સપ્તાહના પ્રારંભે 10 ગ્રામદીઠ રૂ.58,743ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.59,563 અને નીચામાં રૂ.58,492ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે રૂ.563 વધી રૂ.59,374ના ભાવે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની ઓગસ્ટ કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.355 વધી રૂ.47,600 અને ગોલ્ડ-પેટલ ઓગસ્ટ કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.120 વધી રૂ.5,948ના ભાવે પહોંચ્યો હતો. સોનું-મિની સપ્ટેમ્બર વાયદો 10 ગ્રામદીઠ રૂ.677 વધી રૂ.59,113ના સ્તરે પહોંચ્યો હતો.

ચાંદી વાયદો સપ્તાહનાં અંતે રૂ.575 વધી રૂ.74,143ના સ્તરે

ચાંદીના વાયદાઓમાં ચાંદી સપ્ટેમ્બર વાયદો સપ્તાહના પ્રારંભે 1 કિલોદીઠ રૂ.73,317ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.75,400 અને નીચામાં રૂ.72,974ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે રૂ.575 વધી રૂ.74,143ના સ્તરે બંધ થયો હતો. ચાંદી-મિની ઓગસ્ટ કોન્ટ્રેક્ટ રૂ.582 વધી રૂ.73,840 અને ચાંદી-માઈક્રો ઓગસ્ટ કોન્ટ્રેક્ટ રૂ.572 વધી રૂ.73,840 બંધ થયો હતો.

ક્રૂડ વાયદો સપ્તાહનાં અંતે રૂ.351 વધી રૂ.6,871

એનર્જી સેગમેન્ટના વાયદાઓમાં એમસીએક્સ પર 7,23,542 સોદાઓમાં રૂ.29,447.65 કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ તેલ સપ્ટેમ્બર વાયદો સપ્તાહના પ્રારંભે 1 બેરલદીઠ રૂ.6,553ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.6,882 અને નીચામાં રૂ.6,468ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે રૂ.351 વધી રૂ.6,871 બોલાયો હતો, ક્રૂડ તેલ-મિની સપ્ટેમ્બર વાયદો રૂ.343 વધી રૂ.6,864 બંધ થયો હતો. નેચરલ ગેસ સપ્ટેમ્બર વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.219ના ભાવે ખૂલી, રૂ.11.20 વધી રૂ.231.60 અને નેચરલ ગેસ-મિની સપ્ટેમ્બર વાયદો 11.1 વધી 231.9 બંધ થયો હતો.

કોટન ખાંડી, મેન્થા તેલમાં સુધારો

કૃષિ કોમોડિટીઝના વાયદાઓમાં એમસીએક્સ ખાતે રૂ.202.05 કરોડનાં કામકાજ થયા હતા. કપાસ એપ્રિલ વાયદો 20 કિલો દીઠ રૂ.1,630ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.1,630 અને નીચામાં રૂ.1,473ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે રૂ.16 ઘટી રૂ.1,552 થયો હતો. કોટન ખાંડી ઓગસ્ટ વાયદો સપ્તાહના પ્રારંભે 1 ખાંડીદીઠ રૂ.59,000ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.60,360 અને નીચામાં રૂ.58,700ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે રૂ.1,380 વધી રૂ.60,400ના સ્તરે પહોંચ્યો હતો. મેન્થા તેલ ઓગસ્ટ કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.221.70 વધી રૂ.1,167.40 બોલાયો હતો.

કામકાજની દૃષ્ટિએ એમસીએક્સ પર કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં રૂ.16,880.40 કરોડનાં 28,590.021 કિલો અને ચાદીના વિવિધ વાયદાઓમાં રૂ.34,904.62 કરોડનાં 4,633.980 ટનના વેપાર થયા હતા. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિની વાયદાઓમાં રૂ.9,495.74 કરોડનાં 14,207,780 બેરલ તથા નેચરલ ગેસ અને નેચરલ ગેસ-મિની વાયદાઓમાં રૂ.19,951.91 કરોડનાં 879,027,000 એમએમબીટીયૂનાં કામ થયાં હતાં. બિનલોહ ધાતુઓમાં એલ્યુમિનિયમ અને એલ્યુમિનિયમ-મિની વાયદાઓમાં રૂ.969.24 કરોડનાં 48,554 ટન સીસુ અને સીસુ-મિની વાયદાઓમાં રૂ.350.48 કરોડનાં 18,862 ટન તાંબાના વાયદાઓમાં રૂ.4,528.02 કરોડનાં 61,630 ટન અને જસત તથા જસત-મિની વાયદાઓમાં રૂ.2,137.04 કરોડનાં 98,693 ટનના વેપાર થયા હતા. કૃષિ કોમોડિટીઝમાં કોટન ખાંડી વાયદામાં રૂ.54.41 કરોડનાં 9,168 ખાંડી મેન્થા તેલ વાયદામાં રૂ.147.58 કરોડનાં 1432.8 ટનનાં કામકાજ થયાં હતાં.