મુંબઈ, 16 ઓગસ્ટ: કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં રૂ.44866.85 કરોડનું ટર્ન ઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ.12729.38 કરોડનાં કામકાજ થયાં હતાં, જ્યારે કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.32132.36 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. બુલિયન ઈન્ડેક્સ બુલડેક્સ ઓગસ્ટ વાયદો 17651 પોઈન્ટના સ્તરે પહોંચ્યો હતો. કોમોડિટી ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ ટર્નઓવર રૂ.728.68 કરોડનું થયું હતું.

સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 8738.11 કરોડનાં કામકાજ

કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 8738.11 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ સોનું ઓક્ટોબર વાયદો 10 ગ્રામદીઠ રૂ.70303ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.70790 અને નીચામાં રૂ.70279ના મથાળે અથડાઈ, રૂ.70136ના આગલા બંધ સામે રૂ.494 વધી રૂ.70630ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની ઓગસ્ટ વાયદો 8 ગ્રામદીઠ રૂ.221 વધી રૂ.56795ના સ્તરે પહોંચ્યો હતો. જ્યારે ગોલ્ડ-પેટલ ઓગસ્ટ વાયદો 1 ગ્રામદીઠ રૂ.31 વધી રૂ.6919ના ભાવે બોલાયો હતો. સોનું-મિની સપ્ટેમ્બર વાયદો 10 ગ્રામદીઠ રૂ.403 વધી રૂ.70277ના સ્તરે પહોંચ્યો હતો.

ચાંદીના વાયદાઓમાં ચાંદી સપ્ટેમ્બર વાયદો કિલોદીઠ રૂ.81499ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.82240 અને નીચામાં રૂ.81499ના મથાળે અથડાઈ, રૂ.80061ના આગલા બંધ સામે રૂ.1574 વધી રૂ.81635ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. આ સામે કિલોદીઠ ચાંદી-મિની ઓગસ્ટ વાયદો રૂ.1444 વધી રૂ.81560ના સ્તરે પહોંચ્યો હતો. જ્યારે ચાંદી-માઈક્રો ઓગસ્ટ વાયદો રૂ.1443 વધી રૂ.81568ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો.

બિનલોહ ધાતુઓમાં રૂ. 2379.09 કરોડનાં કામકાજ થયાં હતાં. કિલોદીઠ તાંબુ ઓગસ્ટ વાયદો રૂ.10.05 વધી રૂ.795.2ના સ્તરે પહોંચ્યો હતો. જ્યારે જસત ઓગસ્ટ વાયદો રૂ.3.75 વધી રૂ.260.9ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. આ સામે એલ્યુમિનિયમ ઓગસ્ટ વાયદો રૂ.1.25 વધી રૂ.217.6ના સ્તરે પહોંચ્યો હતો. જ્યારે સીસું ઓગસ્ટ વાયદો 20 પૈસા વધી રૂ.187.05ના ભાવ થયા હતા.

 ક્રૂડ તેલમાં સેંકડા ઘટ્યા, કોટન-ખાંડીના વાયદામાં રૂ.280ની નરમાઈ

એનર્જી સેગમેન્ટમાં રૂ. 1603.93 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ ક્રૂડ તેલ ઓગસ્ટ વાયદો બેરલદીઠ રૂ.6536ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.6553 અને નીચામાં રૂ.6350ના મથાળે અથડાઈ, રૂ.6487ના આગલા બંધ સામે રૂ.126 ઘટી રૂ.6361ના ભાવ થયા હતા. જ્યારે ક્રૂડ તેલ-મિની ઓગસ્ટ વાયદો રૂ.126 ઘટી રૂ.6361ના ભાવ થયા હતા.

મેન્થા તેલ, નેચરલ ગેસ પણ ઢીલા,  બિનલોહ ધાતુઓમાં એકંદરે સુધારો

નેચરલ ગેસ ઓગસ્ટ વાયદો એમએમબીટીયૂદીઠ રૂ.3.5 ઘટી રૂ.183.5ના ભાવે બોલાયો હતો. જ્યારે નેચરલ ગેસ-મિની ઓગસ્ટ વાયદો રૂ.3.4 ઘટી રૂ.183.8ના ભાવે બોલાયો હતો.

કૃષિચીજોમાં મેન્થા તેલ ઓગસ્ટ વાયદો કિલોદીઠ રૂ.981.9ના ભાવે ખૂલી, 50 પૈસા ઘટી રૂ.962.5ના ભાવ થયા હતા. કોટન ખાંડી સપ્ટેમ્બર વાયદો ખાંડીદીઠ રૂ.280 ઘટી રૂ.56850ના ભાવ થયા હતા.

કોમોડિટી વાયદાઓમાં રૂ.12729.38 કરોડ અને કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.32132.36 કરોડનું ટર્નઓવર

કામકાજની દૃષ્ટિએ એમસીએક્સ પર સોનાના વિવિધ વાયદાઓમાં રૂ. 2862.51 કરોડ અને ચાંદીના વિવિધ વાયદાઓમાં રૂ. 5875.61 કરોડના વેપાર થયા હતા. તાંબાના વાયદાઓમાં રૂ. 1688.58 કરોડ, એલ્યુમિનિયમ અને એલ્યુમિનિયમ-મિનીના વાયદાઓમાં રૂ. 254.03 કરોડ, સીસુ અને સીસુ-મિનીના વાયદાઓમાં રૂ. 36.09 કરોડ, જસત અને જસત-મિનીના વાયદાઓમાં રૂ. 400.39 કરોડનાં કામકાજ થયાં હતાં.

ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિનીના વાયદાઓમાં રૂ. 713.35 કરોડનાં વેપાર થયા હતા. જ્યારે નેચરલ ગેસ અને નેચરલ ગેસ-મિનીના વાયદાઓમાં રૂ. 890.58 કરોડનાં કામ થયાં હતાં. મેન્થા તેલના વાયદાઓમાં રૂ. 7.63 કરોડનાં કામ થયાં હતાં. કોટન-ખાંડીના વાયદાઓમાં રૂ. 8.24 કરોડનાં કામ થયાં હતાં.