અમદાવાદ હાજર બજારના ભાવ (તા. 4ડજુલાઇ -23)

ચાંદી ચોરસા70000- 71000
ચાંદી રૂપું69800- 70800
સિક્કા જૂના700- 900
999 સોનું60200- 60300
995 સોનું60000- 60500
હોલમાર્ક59290

મુંબઈ, 4 જુલાઇઃ કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ MCX પર કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં MCX પર 42,976 સોદાઓમાં રૂ.3,292.04 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં MCX સોનું ઓગસ્ટ વાયદો સત્રની શરૂઆતમાં 10 ગ્રામદીઠ રૂ.58,275ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.58,545 અને નીચામાં રૂ.58,265 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.211 વધી રૂ.58,488ના ભાવે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની જુલાઈ કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.65 વધી રૂ.47,380 અને ગોલ્ડ-પેટલ જુલાઈ કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.14 વધી રૂ.5,851ના ભાવે પહોંચ્યો હતો. સોનું-મિની જુલાઈ વાયદો 10 ગ્રામદીઠ રૂ.61 વધી રૂ.58,180ના સ્તરે પહોંચ્યો હતો. વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં મંગળવારે પ્રથમ સત્ર સુધીમાં 2,23,130 સોદાઓમાં કુલ રૂ.17,912.13 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.5,018.17 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ.12881.93 કરોડનો હતો. ચાંદીના વાયદાઓમાં ચાંદી જુલાઈ વાયદો સત્રની શરૂઆતમાં 1 કિલોદીઠ રૂ.69,301ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.69,760 અને નીચામાં રૂ.69,190 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.421 વધી રૂ.69,733 ના સ્તરે બોલાઈ રહ્યો હતો. ચાંદી-મિની ઓગસ્ટ કોન્ટ્રેક્ટ રૂ.299 વધી રૂ.70,675 અને ચાંદી-માઈક્રો ઓગસ્ટ કોન્ટ્રેક્ટ રૂ.287 વધી રૂ.70,687 બોલાઈ રહ્યો હતો.

બુલડેક્સ વાયદામાં રૂ.12 કરોડનાં કામકાજ

બિનલોહ ધાતુઓના વાયદાઓમાં MCX ખાતે 6,617 સોદાઓમાં રૂ.,626.07 કરોડના વેપાર થયા હતા. તાંબુ જુલાઈ વાયદો રૂ.715.90ના ભાવે ખૂલી, રૂ.0.70 વધી રૂ.717.35 જ્યારે એલ્યુમિનિયમ જુલાઈ કોન્ટ્રેક્ટ રૂ.0.05 વધી રૂ.195.70 તેમ જ સીસું જુલાઈ કોન્ટ્રેક્ટ રૂ.0.35 વધી રૂ.183ના ભાવ થયા હતા. જસત જુલાઈ કોન્ટ્રેક્ટ રૂ.1.40 વધી રૂ.215ના ભાવ થયા હતા. મિની વાયદાઓમાં એલ્યુમિનિયમ-મિની જુલાઈ વાયદો 1 કિલોદીઠ રૂ.0.10 વધી રૂ.195.85 સીસુ-મિની જુલાઈ કોન્ટ્રેક્ટ રૂ.0.15 વધી રૂ.182.45 જસત-મિની જુલાઈ વાયદો રૂ.1.25 વધી રૂ.214.55 બોલાઈ રહ્યો હતો.

ક્રૂડ તેલ રૂ.65 સુધર્યું, કોટન-ખાંડી વાયદો રૂ.360 ગબડ્યો

એનર્જી સેગમેન્ટના વાયદાઓમાં MCX પર 30,047 સોદાઓમાં રૂ.1,086.34 કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ તેલ જુલાઈ વાયદો સત્રની શરૂઆતમાં 1 બેરલદીઠ રૂ.5,760ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.5,824 અને નીચામાં રૂ.5,748 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.65 વધી રૂ.5,818 બોલાયો હતો, જ્યારે ક્રૂડ તેલ-મિની જુલાઈ વાયદો રૂ.62 વધી રૂ.5,821 બોલાઈ રહ્યો હતો. નેચરલ ગેસ જુલાઈ વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.222ના ભાવે ખૂલી, રૂ..40 ઘટી રૂ.221 અને નેચરલ ગેસ-મિની જુલાઈ વાયદો 0.3 ઘટી 221.3 બોલાઈ રહ્યો હતો.

નેચરલ ગેસ, મેન્થા તેલમાં ઢીલાશ

કૃષિ કોમોડિટીઝના વાયદાઓમાં MCX ખાતે રૂ.13.72 કરોડનાં કામકાજ થયા હતા. કોટન ખાંડી ઓગસ્ટ વાયદો સત્રની શરૂઆતમાં 1 ખાંડીદીઠ રૂ.58,140ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.58,140 અને નીચામાં રૂ.57,500 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.360 ઘટી રૂ.57,620ના સ્તરે પહોંચ્યો હતો. મેન્થા તેલ જુલાઈ કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.6.90 ઘટી રૂ.898.20 બોલાયો હતો.

કોમોડિટી વાયદાઓમાં રૂ.5,018 કરોડ અને ઓપ્શન્સમાં રૂ.12881 કરોડનું ટર્નઓવર

કામકાજની દૃષ્ટિએ MCX પર કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં રૂ.1,782.11 કરોડનાં 3,048.872 કિલો અને ચાદીના વિવિધ વાયદાઓમાં રૂ.1,509.93 કરોડનાં 213.735 ટનના વેપાર થયા હતા. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિની વાયદાઓમાં રૂ.606.58 કરોડનાં 1,046,720 બેરલ તથા નેચરલ ગેસ અને નેચરલ ગેસ-મિની વાયદાઓમાં રૂ.479.76 કરોડનાં 21,687,000 એમએમબીટીયૂ નાં કામ થયાં હતાં. બિનલોહ ધાતુઓમાં એલ્યુમિનિયમ અને એલ્યુમિનિયમ-મિની વાયદાઓમાં રૂ.52.99 કરોડનાં 2,707 ટન સીસુ અને સીસુ-મિની વાયદાઓમાં રૂ.30.39 કરોડનાં 1,667 ટન તાંબાના વાયદાઓમાં રૂ.284.95 કરોડનાં 3,973 ટન અને જસત તથા જસત-મિની વાયદાઓમાં રૂ.257.74 કરોડનાં 12,064 ટનના વેપાર થયા હતા. કૃષિ કોમોડિટીઝમાં કોટન ખાંડી વાયદામાં રૂ.5.54 કરોડનાં 960 ખાંડી મેન્થા તેલ વાયદામાં રૂ.8.18 કરોડનાં 90.72 ટનનાં કામકાજ થયાં હતાં.