મુંબઈ, 11 જૂનઃ કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ MCX પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં મંગળવારે આ લખાઈ રહ્યું છે ત્યારે રૂ.36,506.13 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.8,147.55 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ. 28354.63 કરોડનો હતો.

 કીમતી ધાતુઓના વાયદાઓમાં સોનાના વાયદાઓમાં MCX સોનું ઓગસ્ટ વાયદો સત્રની શરૂઆતમાં 10 ગ્રામદીઠ રૂ.71,251ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.71,335 અને નીચામાં રૂ.71,004ના મથાળે અથડાઈ, રૂ.229 ઘટી રૂ.71,209ના ભાવે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની જૂન કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.178 ઘટી રૂ.58,291 અને ગોલ્ડ-પેટલ જૂન કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.16 ઘટી રૂ.7,084ના ભાવે પહોંચ્યો હતો. સોનું-મિની જુલાઈ વાયદો 10 ગ્રામદીઠ રૂ.252 ઘટી રૂ.71,051ના સ્તરે પહોંચ્યો હતો.

ચાંદીના વાયદાઓમાં ચાંદી જુલાઈ વાયદો સત્રની શરૂઆતમાં 1 કિલોદીઠ રૂ.89,100ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.89,100 અને નીચામાં રૂ.88,161ના મથાળે અથડાઈ, રૂ.1,472 ઘટી રૂ.88,550ના સ્તરે બોલાઈ રહ્યો હતો. ચાંદી-મિની જૂન કોન્ટ્રેક્ટ રૂ.1,416 ઘટી રૂ.88,513 અને ચાંદી-માઈક્રો જૂન કોન્ટ્રેક્ટ રૂ.1,399 ઘટી રૂ.88,526 બોલાઈ રહ્યો હતો.

બુલડેક્સ વાયદામાં રૂ.4.04 કરોડનાં કામકાજ

બિનલોહ ધાતુઓના વાયદાઓમાં MCX તાંબુ જૂન વાયદો રૂ.860.30ના ભાવે ખૂલી, રૂ.11.20 ઘટી રૂ.851.75 જ્યારે એલ્યુમિનિયમ જૂન કોન્ટ્રેક્ટ રૂ.3.10 ઘટી રૂ.232.70 તેમ જ સીસું જૂન કોન્ટ્રેક્ટ રૂ.1.40 ઘટી રૂ.188ના ભાવ થયા હતા. જસત જૂન કોન્ટ્રેક્ટ રૂ.5 ઘટી રૂ.251ના ભાવ થયા હતા. મિની વાયદાઓમાં એલ્યુમિનિયમ-મિની જૂન વાયદો 1 કિલોદીઠ રૂ.2.80 ઘટી રૂ.233.80 સીસુ-મિની જૂન કોન્ટ્રેક્ટ રૂ.1.40 ઘટી રૂ.187.90 જસત-મિની જૂન વાયદો રૂ.4.65 ઘટી રૂ.251.50 બોલાઈ રહ્યો હતો.

ક્રૂડ તેલ રૂ.17 ઢીલું, મેન્થા તેલ સુધર્યુ

એનર્જી સેગમેન્ટના વાયદાઓમાં MCX ક્રૂડ તેલ જૂન વાયદો સત્રની શરૂઆતમાં 1 બેરલદીઠ રૂ.6,480ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.6,510 અને નીચામાં રૂ.6,467ના મથાળે અથડાઈ, રૂ.17 ઘટી રૂ.6,469 બોલાયો હતો, જ્યારે ક્રૂડ તેલ-મિની જૂન વાયદો રૂ.14 ઘટી રૂ.6,468 બોલાઈ રહ્યો હતો. નેચરલ ગેસ જૂન વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.250ના ભાવે ખૂલી, રૂ.12.70 વધી રૂ.255.20 અને નેચરલ ગેસ-મિની જૂન વાયદો 12.6 વધી 255.3 બોલાઈ રહ્યો હતો.

બિનલોહ ધાતુઓમાં એકંદરે ઘટાડો,  કોટન-ખાંડી વાયદો રૂ.40 નરમ

કૃષિ કોમોડિટીઝના વાયદાઓમાં MCX કોટન ખાંડી જુલાઈ વાયદો સત્રની શરૂઆતમાં 1 ખાંડીદીઠ રૂ.56,100ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.56,100 અને નીચામાં રૂ.56,100ના મથાળે અથડાઈ, રૂ.40 ઘટી રૂ.56,100ના સ્તરે પહોંચ્યો હતો. મેન્થા તેલ જૂન કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.7 વધી રૂ.917.50 બોલાયો હતો.

કોમોડિટી વાયદાઓમાં રૂ.8,148 કરોડ અને ઓપ્શન્સમાં રૂ. 28,355 કરોડનું ટર્નઓવર

કામકાજની દૃષ્ટિએ MCX પર કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં રૂ.1,495.26 કરોડનાં અને ચાદીના વિવિધ વાયદાઓમાં રૂ.3,790.40 કરોડનાં વેપાર થયા હતા. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિની વાયદાઓમાં રૂ.312.97 કરોડનાં 9,242 લોટ તથા નેચરલ ગેસ અને નેચરલ ગેસ-મિની વાયદાઓમાં રૂ.861.88 કરોડનાં 39,415 લોટ નાં કામ થયાં હતાં. બિનલોહ ધાતુઓમાં એલ્યુમિનિયમ અને એલ્યુમિનિયમ-મિની વાયદાઓમાં રૂ.190.71 કરોડનાં 2,602 લોટ સીસુ અને સીસુ-મિની વાયદાઓમાં રૂ.50.11 કરોડનાં 909 લોટ તાંબાના વાયદાઓમાં રૂ.986.19 કરોડનાં 4,603 લોટ અને જસત તથા જસત-મિની વાયદાઓમાં રૂ.453.24 કરોડનાં 6,818 લોટના વેપાર થયા હતા. કૃષિ કોમોડિટીઝમાં કોટન ખાંડી વાયદામાં રૂ..27 કરોડનાં 1 લોટ મેન્થા તેલ વાયદામાં રૂ.6.51 કરોડનાં 198 લોટનાં કામકાજ થયાં હતાં.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)