મુંબઈ, 11 જૂન: કોટક મહિન્દ્રા એસેટ મેનેજમેન્ટ કંપની લિમિટેડે સ્પેશિયલ સિચ્યુએશન્સ થીમને અનુસરતી ઓપન-એન્ડેડ ઇક્વિટી સ્કીમ કોટક સ્પેશિયલ ઓપોર્ચ્યુનિટીઝ ફંડના લોન્ચની જાહેરાત કરી હતી. સ્કીમ સબ્સ્ક્રીપ્શન માટે 10 જૂન, 2024ના રોજ ખૂલશે અને 24 જૂન, 2024ના રોજ બંધ થશે.

કોટક સ્પેશિયલ ઓપોર્ચ્યુનિટીઝ ફંડ સાથે કેએમએએમસીનો ઉદ્દેશ કંપની સંબંધિત ઇવેન્ટ્સ, કોર્પોરેટ રિસ્ટ્રક્ચરિંગ, સરકારી નીતિમાં પરિવર્તન, નિયમનકારી ફેરફારો, ટેક્નોલોજી આધારિત ડિસ્રપ્શન અથવા કંપની કામચલાઉ ધોરણે પરંતુ અલગ જ પ્રકારના પડકારોમાંથી પસાર થઈ રહી હોય તેવી વિવિધ અલગ જ પ્રકારની પરિસ્થિતમાંથી લાભ લઈને કંપનીઓની ઇક્વિટી સંબંધિત સિક્યોરિટીઝ અને ઇક્વિટીમાં રોકાણ કરીને લાંબા ગાળે મૂડીમાં વૃદ્ધિ કરવાનો છે.

કેએમએએમસીના મેનેજિંગ ડિરેક્ટર નિલેશ શાહે જણાવ્યું હતું કે, “ભારત એક વિકસતા બજાર તરીકે સતત બદલાઈ રહ્યું છે અને ગતિશીલ છે, જે અનેક વિશેષ તકો તરફ દોરી જાય છે. દાખલા તરીકે, પીએલઆઈની શરૂઆત અને વિશ્વ ચાઈના+1ની શોધના પગલે ભારતમાં ઈલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગ સેક્ટર માટે એક તક ઊભી થઈ હતી. એવી જ તકો એવી કંપનીમાં પણ ઊભી થઈ શકે છે જે મેનેજમેન્ટમાં ફેરફાર જોતી હોય છે, જેનું લક્ષ્ય તેની ભાવિ વૃદ્ધિની સંભાવનાને સુધારવાનું હોય છે.

આ સ્કીમ 10 જૂન, 2024ના રોજ જાહેર સબ્સ્ક્રીપ્શન માટે ખુલે છે અને 24 જૂન, 2024ના રોજ બંધ થાય છે. રોકાણકારો લઘુત્તમ રૂ. 100 અને ત્યાર પછીની કોઈપણ રકમમાં રોકાણ કરી શકે છે.