MCX WEEKLY REPORT: સોનાના વાયદામાં રૂ.263, ચાંદી રૂ.1901 નરમ
મુંબઈ, 27 મેઃ કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં 19 થી 25 મે સુધીના સપ્તાહ દરમિયાન 50,28,970 સોદાઓમાં કુલ રૂ.4,00,324.91 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.1,18,431.9 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ.281569.31 કરોડનો હતો. સમીક્ષા હેઠળના સપ્તાહ દરમિયાન કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં એમસીએક્સ પર 9,69,543 સોદાઓમાં રૂ.71,733.58 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું જૂન વાયદો સપ્તાહના પ્રારંભે 10 ગ્રામદીઠ રૂ.59,766ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.60,490 અને નીચામાં રૂ.59,363ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે રૂ.263 ઘટી રૂ.59,460ના ભાવે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની મે કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.264 ઘટી રૂ.47,847 અને ગોલ્ડ-પેટલ મે કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.27 ઘટી રૂ.5,978ના ભાવે પહોંચ્યો હતો. સોનું-મિની જૂન વાયદો 10 ગ્રામદીઠ રૂ.265 ઘટી રૂ.59,493ના સ્તરે પહોંચ્યો હતો.
ચાંદીના વાયદાઓમાં ચાંદી જુલાઈ વાયદો સપ્તાહના પ્રારંભે 1 કિલોદીઠ રૂ.72,336ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.73,657 અને નીચામાં રૂ.70,156ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે રૂ.1,901 ઘટી રૂ.70,242ના સ્તરે બંધ થયો હતો. ચાંદી-મિની જૂન કોન્ટ્રેક્ટ રૂ.1,780 ઘટી રૂ.70,376 અને ચાંદી-માઈક્રો જૂન કોન્ટ્રેક્ટ રૂ.1,779 ઘટી રૂ.70,367 બંધ થયો હતો.
બુલડેક્સ વાયદામાં રૂ.324 કરોડનાં કામકાજ
બિનલોહ ધાતુઓના વાયદાઓમાં સપ્તાહ દરમિયાન એમસીએક્સ ખાતે 1,36,486 સોદાઓમાં રૂ.14,085.63 કરોડના વેપાર થયા હતા. તાંબુ મે વાયદો રૂ.719.80ના ભાવે ખૂલી, રૂ.23.90 ઘટી રૂ.694.60 જ્યારે એલ્યુમિનિયમ મે કોન્ટ્રેક્ટ રૂ.1.75 ઘટી રૂ.207.10 તેમ જ સીસું મે કોન્ટ્રેક્ટ રૂ.1.15 ઘટી રૂ.182ના ભાવ થયા હતા. જસત મે કોન્ટ્રેક્ટ રૂ.19.80 ઘટી રૂ.203ના ભાવ થયા હતા. મિની વાયદાઓમાં એલ્યુમિનિયમ-મિની મે વાયદો 1 કિલોદીઠ રૂ.3.35 ઘટી રૂ.205.70 સીસુ-મિની મે કોન્ટ્રેક્ટ રૂ.2 ઘટી રૂ.181.65 જસત-મિની મે વાયદો રૂ.20.65 ઘટી રૂ.202.85 બંધ થયો હતો.
ક્રૂડ તેલ, નેચરલ ગેસ, મેન્થા તેલમાં ઢીલાશ
એનર્જી સેગમેન્ટના વાયદાઓમાં એમસીએક્સ પર સપ્તાહ દરમિયાન 8,66,549 સોદાઓમાં રૂ.32,452.45 કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ તેલ જૂન વાયદો સપ્તાહના પ્રારંભે 1 બેરલદીઠ રૂ.6,023ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.6,190 અને નીચામાં રૂ.5,873ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે રૂ.11 ઘટી રૂ.5,946 બોલાયો હતો, જ્યારે ક્રૂડ તેલ-મિની જૂન વાયદો રૂ.8 ઘટી રૂ.5,950 બંધ થયો હતો. નેચરલ ગેસ મે વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.214ના ભાવે ખૂલી, રૂ.21.80 ઘટી રૂ.190.90 અને નેચરલ ગેસ-મિની મે વાયદો 21.8 ઘટી 190.9 બંધ થયો હતો.
કોટન–ખાંડીના વાયદામાં રૂ.3,600નો સાપ્તાહિક ધોરણે કડાકો
કૃષિ કોમોડિટીઝના વાયદાઓમાં સપ્તાહ દરમિયાન એમસીએક્સ ખાતે રૂ.160.24 કરોડનાં કામકાજ થયા હતા. કોટન ખાંડી જૂન વાયદો સપ્તાહના પ્રારંભે 1 ખાંડીદીઠ રૂ.61,220ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.61,280 અને નીચામાં રૂ.57,020ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે રૂ.3,600 ઘટી રૂ.57,500ના સ્તરે પહોંચ્યો હતો. મેન્થા તેલ મે કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.8.20 ઘટી રૂ.944.60 બોલાયો હતો.
કોમોડિટી વાયદાઓમાં રૂ.1,18,432 કરોડ અને ઓપ્શન્સમાં રૂ.281569 કરોડનું ટર્નઓવર
કામકાજની દૃષ્ટિએ સપ્તાહ દરમિયાન એમસીએક્સ પર કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં રૂ.35,600.31 કરોડનાં 59,303.279 કિલો અને ચાદીના વિવિધ વાયદાઓમાં રૂ.36,133.27 કરોડનાં 5,016.317 ટનના વેપાર થયા હતા. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિની વાયદાઓમાં રૂ.10,883.92 કરોડનાં 1,80,47,710 બેરલ તથા નેચરલ ગેસ અને નેચરલ ગેસ-મિની વાયદાઓમાં રૂ.21,568.53 કરોડનાં 1,02,31,85,750 એમએમબીટીયૂ નાં કામ થયાં હતાં. બિનલોહ ધાતુઓમાં એલ્યુમિનિયમ અને એલ્યુમિનિયમ-મિની વાયદાઓમાં રૂ.1,445.14 કરોડનાં 69,633 ટન સીસુ અને સીસુ-મિની વાયદાઓમાં રૂ.442.08 કરોડનાં 24,074 ટન તાંબાના વાયદાઓમાં રૂ.7,617.52 કરોડનાં 1,07,228 ટન અને જસત તથા જસત-મિની વાયદાઓમાં રૂ.4,580.89 કરોડનાં 2,13,171 ટનના વેપાર થયા હતા. કૃષિ કોમોડિટીઝમાં કોટન ખાંડી વાયદામાં રૂ.120.95 કરોડનાં 20,592 ખાંડી મેન્થા તેલ વાયદામાં રૂ.39.29 કરોડનાં 407.88 ટનનાં કામકાજ થયાં હતાં.