સોનામાં રૂ.838 અને ચાંદીમાં રૂ.5,002ની વૃદ્ધિ

મુંબઈ, 15 જુલાઇઃ કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ MCX પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં 7થી 13 જુલાઈ સુધીના સપ્તાહ દરમિયાન 62,02,298 સોદાઓમાં કુલ રૂ.5,24,552.74 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.97,988.78 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ.426359.75 કરોડનો હતો. સમીક્ષા હેઠળના સપ્તાહ દરમિયાન, કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં MCX પર 8,73,164 સોદાઓમાં રૂ.59,964.57 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં MCX સોનું ઓગસ્ટ વાયદો સપ્તાહના પ્રારંભે 10 ગ્રામદીઠ રૂ.58,374ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.59,375 અને નીચામાં રૂ.58,331 ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે રૂ.838 વધી રૂ.59,239ના ભાવે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની જુલાઈ કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.544 વધી રૂ.47,913 અને ગોલ્ડ-પેટલ જુલાઈ કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.62 વધી રૂ.5,905ના ભાવે પહોંચ્યો હતો. સોનું-મિની ઓગસ્ટ વાયદો 10 ગ્રામદીઠ રૂ.800 વધી રૂ.59,185ના સ્તરે પહોંચ્યો હતો.

ચાંદીના વાયદાઓમાં ચાંદી સપ્ટેમ્બર વાયદો સપ્તાહના પ્રારંભે 1 કિલોદીઠ રૂ.70,285ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.75,420 અને નીચામાં રૂ.70,099 ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે રૂ.5,002 વધી રૂ.75,326 ના સ્તરે બંધ થયો હતો. ચાંદી-મિની ઓગસ્ટ કોન્ટ્રેક્ટ રૂ.4,720 વધી રૂ.75,096 અને ચાંદી-માઈક્રો ઓગસ્ટ કોન્ટ્રેક્ટ રૂ.4,666 વધી રૂ.75,069 બંધ થયો હતો.

બુલડેક્સ વાયદામાં રૂ.204 કરોડનાં કામકાજ

બિનલોહ ધાતુઓના વાયદાઓમાં સપ્તાહ દરમિયાન MCX ખાતે 86,375 સોદાઓમાં રૂ.9,991.64 કરોડના વેપાર થયા હતા. તાંબુ જુલાઈ વાયદો રૂ.716.00ના ભાવે ખૂલી, રૂ.24.00 વધી રૂ.739.80 જ્યારે એલ્યુમિનિયમ જુલાઈ કોન્ટ્રેક્ટ રૂ.6.85 વધી રૂ.201.90 તેમ જ સીસું જુલાઈ કોન્ટ્રેક્ટ રૂ.1.15 વધી રૂ.183ના ભાવ થયા હતા. જસત જુલાઈ કોન્ટ્રેક્ટ રૂ.4.65 વધી રૂ.220ના ભાવ થયા હતા. મિની વાયદાઓમાં એલ્યુમિનિયમ-મિની જુલાઈ વાયદો 1 કિલોદીઠ રૂ.6.55 વધી રૂ.201.85 સીસુ-મિની જુલાઈ કોન્ટ્રેક્ટ રૂ.1.05 વધી રૂ.182.70 જસત-મિની જુલાઈ વાયદો રૂ.4.60 વધી રૂ.219.50 બંધ થયો હતો.

નેચરલ ગેસ, મેન્થા તેલ ઢીલા

એનર્જી સેગમેન્ટના વાયદાઓમાં MCX પર સપ્તાહ દરમિયાન 6,87,448 સોદાઓમાં રૂ.27,971.55 કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ તેલ જુલાઈ વાયદો સપ્તાહના પ્રારંભે 1 બેરલદીઠ રૂ.5,885ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.6,299 અને નીચામાં રૂ.5,864 ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે રૂ.305 વધી રૂ.6,246 બોલાયો હતો, જ્યારે ક્રૂડ તેલ-મિની જુલાઈ વાયદો રૂ.304 વધી રૂ.6,245 બંધ થયો હતો. નેચરલ ગેસ જુલાઈ વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.218ના ભાવે ખૂલી, રૂ.6.90 ઘટી રૂ.210.80 અને નેચરલ ગેસ-મિની જુલાઈ વાયદો 6.8 ઘટી 211.3 બંધ થયો હતો.

કોટન-ખાંડી વાયદાના ભાવમાં રૂ.300નું ગાબડુ

કૃષિ કોમોડિટીઝના વાયદાઓમાં સપ્તાહ દરમિયાન MCX ખાતે રૂ.61.02 કરોડનાં કામકાજ થયા હતા. કોટન ખાંડી ઓગસ્ટ વાયદો સપ્તાહના પ્રારંભે 1 ખાંડીદીઠ રૂ.56,800ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.57,100 અને નીચામાં રૂ.56,080 ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે રૂ.300 ઘટી રૂ.56,540ના સ્તરે પહોંચ્યો હતો. મેન્થા તેલ જુલાઈ કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.23.80 ઘટી રૂ.880.20 બોલાયો હતો.

કોમોડિટી વાયદાઓમાં રૂ.97,989 કરોડ અને ઓપ્શન્સમાં રૂ.426359 કરોડનું ટર્નઓવર

કામકાજની દૃષ્ટિએ સપ્તાહ દરમિયાન MCX પર કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં રૂ.22,277.07 કરોડનાં 37,810.218 કિલો અને ચાદીના વિવિધ વાયદાઓમાં રૂ.37,687.50 કરોડનાં 5,206.037 ટનના વેપાર થયા હતા. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિની વાયદાઓમાં રૂ.13,106.41 કરોડનાં 21,420,250 બેરલ તથા નેચરલ ગેસ અને નેચરલ ગેસ-મિની વાયદાઓમાં રૂ.14,865.14 કરોડનાં 678,050,000 એમએમબીટીયૂ નાં કામ થયાં હતાં. બિનલોહ ધાતુઓમાં એલ્યુમિનિયમ અને એલ્યુમિનિયમ-મિની વાયદાઓમાં રૂ.972.30 કરોડનાં 49,062 ટન સીસુ અને સીસુ-મિની વાયદાઓમાં રૂ.386.88 કરોડનાં 21,245 ટન તાંબાના વાયદાઓમાં રૂ.5,736.81 કરોડનાં 79,243 ટન અને જસત તથા જસત-મિની વાયદાઓમાં રૂ.2,895.65 કરોડનાં 134,079 ટનના વેપાર થયા હતા. કૃષિ કોમોડિટીઝમાં કોટન ખાંડી વાયદામાં રૂ.36.96 કરોડનાં 6,528 ખાંડી મેન્થા તેલ વાયદામાં રૂ.24.06 કરોડનાં 268.92 ટનનાં કામકાજ થયાં હતાં.