મુંબઈ, 12 ઓગસ્ટઃ કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિતેલા સપ્તાહ દરમિયાન સોનાનો વાયદો રૂ.579 અને ચાંદીનો વાયદો રૂ.2,541 ગબડ્યો હતો. ક્રૂડ તેલમાં રૂ. 112નો સુધારો તેમજ કોટન ખાંડી વાયદામાં રૂ. 1300ની તેજી જોવા મળી હતી. બુલડેક્સ વાયદામાં રૂ. 152 કરોડના કામકાજ સાથે સપ્તાહ સંપન્ન થયું હતું. વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં 4 થી 10 ઓગસ્ટ સુધીના સપ્તાહ દરમિયાન 64,93,381 સોદાઓમાં કુલ રૂ.5,57,425.79 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.89,433.26 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ. 467840.16 કરોડનો હતો.

બુલડેક્સ વાયદામાં રૂ.152 કરોડનાં કામકાજ

સમીક્ષા હેઠળના સપ્તાહ દરમિયાન, કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં એમસીએક્સ પર 8,65,341 સોદાઓમાં રૂ.53,350.46 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું ઓક્ટોબર વાયદો સપ્તાહના પ્રારંભે 10 ગ્રામદીઠ રૂ.59,410ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.59,660 અને નીચામાં રૂ.58,725 ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે રૂ.579 ઘટી રૂ.58,853ના ભાવે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની ઓગસ્ટ કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.243 ઘટી રૂ.47,766 અને ગોલ્ડ-પેટલ ઓગસ્ટ કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.42 ઘટી રૂ.5,858ના ભાવે પહોંચ્યો હતો. સોનું-મિની સપ્ટેમ્બર વાયદો 10 ગ્રામદીઠ રૂ.675 ઘટી રૂ.58,605ના સ્તરે પહોંચ્યો હતો.  ચાંદીના વાયદાઓમાં ચાંદી સપ્ટેમ્બર વાયદો સપ્તાહના પ્રારંભે 1 કિલોદીઠ રૂ.72,312ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.72,925 અને નીચામાં રૂ.69,722 ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે રૂ.2,541 ઘટી રૂ.69,981 ના સ્તરે બંધ થયો હતો. ચાંદી-મિની ઓગસ્ટ કોન્ટ્રેક્ટ રૂ.2,434 ઘટી રૂ.70,147 અને ચાંદી-માઈક્રો ઓગસ્ટ કોન્ટ્રેક્ટ રૂ.2,419 ઘટી રૂ.70,158 બંધ થયો હતો.

નેચરલ ગેસ, કપાસ, મેન્થા તેલમાં સુધારો

બિનલોહ ધાતુઓના વાયદાઓમાં એમસીએક્સ ખાતે સપ્તાહ દરમિયાન, 89,144 સોદાઓમાં રૂ.9,970.93 કરોડના વેપાર થયા હતા. તાંબુ ઓગસ્ટ વાયદો રૂ.744.90ના ભાવે ખૂલી, રૂ.17.55 ઘટી રૂ.728.70 જ્યારે એલ્યુમિનિયમ ઓગસ્ટ કોન્ટ્રેક્ટ રૂ.1.30 ઘટી રૂ.200.40 તેમ જ સીસું ઓગસ્ટ કોન્ટ્રેક્ટ રૂ.1.15 ઘટી રૂ.184ના ભાવ થયા હતા. જસત ઓગસ્ટ કોન્ટ્રેક્ટ રૂ.2.30 ઘટી રૂ.221ના ભાવ થયા હતા. મિની વાયદાઓમાં એલ્યુમિનિયમ-મિની ઓગસ્ટ વાયદો 1 કિલોદીઠ રૂ.1.15 ઘટી રૂ.200.55 સીસુ-મિની ઓગસ્ટ કોન્ટ્રેક્ટ રૂ.1.00 ઘટી રૂ.183.60 જસત-મિની ઓગસ્ટ વાયદો રૂ.2.25 ઘટી રૂ.221.15 બંધ થયો હતો.

ક્રૂડ તેલમાં રૂ.112નો ઉછાળો

એનર્જી સેગમેન્ટના વાયદાઓમાં સપ્તાહ દરમિયાન, એમસીએક્સ પર 6,48,097 સોદાઓમાં રૂ.26,051.55 કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ તેલ ઓગસ્ટ વાયદો સપ્તાહના પ્રારંભે 1 બેરલદીઠ રૂ.6,767ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.7,028 અને નીચામાં રૂ.6,629 ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે રૂ.112 વધી રૂ.6,873 બોલાયો હતો, જ્યારે ક્રૂડ તેલ-મિની ઓગસ્ટ વાયદો રૂ.118 વધી રૂ.6,870 બંધ થયો હતો. નેચરલ ગેસ ઓગસ્ટ વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.213ના ભાવે ખૂલી, રૂ.14.90 વધી રૂ.228.60 અને નેચરલ ગેસ-મિની ઓગસ્ટ વાયદો 14.6 વધી 228.6 બંધ થયો હતો.

કોટન-ખાંડી વાયદામાં રૂ.1,300ની તેજી

કૃષિ કોમોડિટીઝના વાયદાઓમાં એમસીએક્સ ખાતે સપ્તાહ દરમિયાન, રૂ.60.32 કરોડનાં કામકાજ થયા હતા. કપાસ એપ્રિલ વાયદો 20 કિલો દીઠ રૂ.1,550ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.1,567 અને નીચામાં રૂ.1,550 ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે રૂ.17 વધી રૂ.1,567 થયો હતો. કોટન ખાંડી ઓગસ્ટ વાયદો સપ્તાહના પ્રારંભે 1 ખાંડીદીઠ રૂ.59,100ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.60,320 અને નીચામાં રૂ.59,100 ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે રૂ.1,300ના ઉછાળા સાથે રૂ.60,220ના સ્તરે પહોંચ્યો હતો. મેન્થા તેલ ઓગસ્ટ કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.6.40 વધી રૂ.878.50 બોલાયો હતો.

કોમોડિટી વાયદાઓમાં રૂ.89,433 કરોડ અને ઓપ્શન્સમાં રૂ. 467840.16 કરોડનું ટર્નઓવર

કામકાજની દૃષ્ટિએ સપ્તાહ દરમિયાન, એમસીએક્સ પર કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં રૂ.17,533.49 કરોડનાં 29,587.110 કિલો અને ચાદીના વિવિધ વાયદાઓમાં રૂ.35,816.97 કરોડનાં 5,026.989 ટનના વેપાર થયા હતા. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિની વાયદાઓમાં રૂ.9,522.43 કરોડનાં 13,916,960 બેરલ તથા નેચરલ ગેસ અને નેચરલ ગેસ-મિની વાયદાઓમાં રૂ.16,529.12 કરોડનાં 714,441,000 એમએમબીટીયૂ નાં કામ થયાં હતાં. બિનલોહ ધાતુઓમાં એલ્યુમિનિયમ અને એલ્યુમિનિયમ-મિની વાયદાઓમાં રૂ.1,114.17 કરોડનાં 55,350 ટન સીસુ અને સીસુ-મિની વાયદાઓમાં રૂ.262.41 કરોડનાં 14,272 ટન તાંબાના વાયદાઓમાં રૂ.5,690.55 કરોડનાં 77,443 ટન અને જસત તથા જસત-મિની વાયદાઓમાં રૂ.2,903.80 કરોડનાં 130,589 ટનના વેપાર થયા હતા. કૃષિ કોમોડિટીઝમાં કોટન ખાંડી વાયદામાં રૂ.35.03 કરોડનાં 5,856 ખાંડી મેન્થા તેલ વાયદામાં રૂ.25.23 કરોડનાં 285.48 ટનનાં કામકાજ થયાં હતાં.