અમદાવાદ, 12 ઓગસ્ટઃ ચેકઆઉટ નેટવર્ક સિમ્પલે વર્ષ 2028 સુધીમાં ઈ-કોમર્સમાં કેશ ઓન ડિલિવરી નાબૂદ કરવા માટે તેના વિઝનની જાહેરાત કરી છે જેથી કરીને ગુજરાતના વેપારીઓને થતા નુકસાનને ઓછું કરી શકાય તથા ઉદ્યોગની નફાકારકતા તરફની સફરને વેગવંતી બનાવી શકાય. આ વિઝનના ભાગરૂપે, સિમ્પલે આગામી પાંચ વર્ષમાં તેના ઝડપથી વિસ્તરતા મર્ચન્ટ યુનિવર્સ માટે કેશ ઓન ડિલિવરીને દૂર કરવા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ-સક્ષમ ચેકઆઉટ સ્યૂટ રજૂ કર્યું છે.

ઓફરિંગના ભાગ રૂપે, સિમ્પલે પે આફ્ટર ડિલિવરી સહિતની ઉદ્યોગ-પ્રથમ ક્ષમતાઓ વિકસાવી છે જેમાં વેપારીઓ વપરાશકર્તાના ખાતાની મર્યાદામાંથી ટ્રાન્ઝેક્શનની રકમને બ્લોક કરીને અને વેરિફાઇડ ડિલિવરી પછી ચૂકવણી પ્રક્રિયા પૂર્ણ કરી શકે છે. તેની અદ્યતન રિટર્ન-ટુ-ઓરિજિન (આરટીઓ) ઇન્ટેલિજન્સ વેપારીઓને ચેકઆઉટ સમયે વપરાશકર્તાની વર્તણૂકના આધારે સીઓડી વિકલ્પ દર્શાવવો કે કેમ તે નક્કી કરવામાં સક્ષમ બનાવે છે. આનાથી રિટર્ન અને છેતરપિંડીઓને નોંધપાત્ર રીતે ઘટાડવામાં મદદ મળશે જેનાથી વેપારીઓનાં નાણાં ડૂબે છે. સ્યૂટને ટૂંક સમયમાં યુપીઆઈ બ્લોક અને ડેબિટ સાથે સંકલિત કરવામાં આવશે જે ઓર્ડર આપતા સમયે યુપીઆઈ મારફત નાણાંને બ્લોક કરે છે અને ગ્રાહકો સાથે વિશ્વાસ કેળવવામાં વેપારીઓને મદદ કરવા પ્રોડક્ટની ડિલિવરી પછી ટ્રાન્ઝેક્શન શરૂ કરે છે.

કેશ ઓન ડિલિવરી નાબૂદ કરવી જરૂરી છે કારણ કે તે ભારતમાં તમામ ઓનલાઇન વ્યવહારોમાં લગભગ 60% હિસ્સો ધરાવે છે. ગ્રાહકો દ્વારા વેપારીઓ પરના વિશ્વાસના અભાવને કારણે અને ઉભરતા વેપારીઓ માટે આ પ્રમાણ નોંધપાત્ર રીતે વધારે છે. અહીં, લગભગ 20% તમામ સીઓડી ઓર્ડરને રિટર્ન-ટુ-ઓરિજિન સમસ્યાઓનો સામનો કરવો પડે છે કારણ કે ગ્રાહક પર ઓર્ડર સ્વીકારવાની કોઈ જવાબદારી નથી કારણ કે તેઓ વ્યવહાર માટે પૈસા આપેલા નથી. આના પરિણામે વેપારીઓને નુકસાન થાય છે કારણ કે તેઓએ સીઓડી ઓર્ડર ડિલિવરી કરતા સેવા પ્રદાતાઓને અને પ્રોડક્ટ્સ પરત કરવા માટે ફી ચૂકવવી પડે છે. ઉદ્યોગના અંદાજો સૂચવે છે કે ઓનલાઈન વેચાણ કરતા વેપારીઓને વાર્ષિક ધોરણે 6-7 અબજ ડોલરની કુલ સીઓડી ઓર્ડરની ખોટ થાય છે. શરૂઆતના તબક્કામાં આ સ્યૂટ અપનાવનારામાં, પ્રારંભિક પરિણામોમાં કેશ ઓન ડિલિવરી યુઝર્સ પૈકીના 30% જેટલાએ પ્રીપેઈડ તરફ વળ્યા છે. વપરાશકર્તા સર્વેક્ષણો એ પણ દર્શાવે છે કે ડિલિવરી પછી ચૂકવણી અન્ય સાધનોની તુલનામાં શ્રેષ્ઠ વપરાશકર્તા અનુભવ પ્રદાન કરે છે.

ચેકઆઉટ સ્યૂટની રજૂઆત અંગે ટિપ્પણી કરતા, સિમ્પલના ચીફ ટેક્નોલોજી ઓફિસર પુનીત સિંઘે જણાવ્યું હતું કે, “ભારતીય ગ્રાહકોએ કેશ ઓન ડિલિવરી માટે મજબૂત લાગણી દર્શાવી છે અને દર 10માંથી લગભગ 6 ગ્રાહકોએ આ સુવિધાજનક પેમેન્ટ મોડનો વિકલ્પ પસંદ કર્યો છે.  બેઈન એન્ડ કંપની દ્વારા ભારતના ઈ-રિટેલ માર્કેટ પરના અહેવાલમાં વર્ષ 2027 સુધીમાં 25%-30%ની વાર્ષિક વૃદ્ધિ અને બજારના પ્રવેશને બમણા કરીને 9-10% થવા પર બજારનું કદ 150–170 અબજ ડોલર થવાનો અંદાજ છે.