મોટાભાગના લોકોમાં
નાણાકીય સાક્ષરતા
ઓછી છે
લોકો ધીરજ રાખ્યા
સિવાય ઝડપથી પૈસા
કમાવવા માંગે છે
ઘરની કમાનારી વ્યક્તિ કુટુંબ
અને જીવનસાથીને આર્થિક
બાબતોથી અજાણ રાખે છે
કમાણીની સામે ખર્ચ અને
મૂડીરોકાણ આયોજનનો
અભાવ જોવા મળે છે

મોટાભાગના રોકાણકારોને ઝડપી નાણાં જોઈએ છે, તેઓ ક્રિપ્ટોકરન્સી, પોન્ઝી સ્કીમ્સ, ઓનલાઈન ગેમિંગ, F&O માં રોકાણ કરશે. તેઓ કોઈ હેતુ માટે રોકાણ કરતા નથી, તેઓ માત્ર વળતર માટે રોકાણ કરે છે. જ્યારે લોકો તેમનું ધ્યાન વળતરમાંથી ઉદ્દેશ્ય તરફ ખસેડશે, ત્યારે તેઓ લાંબા ગાળા માટે રોકાણ કરવાનું શરૂ કરશે અને ગણતરીપૂર્વકનું જોખમ લેશે. તમારા રોકાણ સાથે હંમેશા ધ્યેય જોડાયેલ રાખો. નહિંતર, તે અજાણ્યા સ્ટેશન ઉપર ઊભેલી અજાણી ટ્રેનમાં બેસવા જેવું છે જે જાણતા નથી કે ટ્રેન કઇ દિશામાં અને ક્યાં જઈ રહી છે.

મૂડી રોકાણ માટેના 4 સૌથી મહત્વપૂર્ણ સ્તંભો

1. ટર્મ પ્લાન2. આરોગ્ય વીમો
3. ઇક્વિટી મ્યુ. ફંડમાં SIP4. ઈમરજન્સી ફંડ

આર્થિક સ્થિતિ સદ્ધર રાખવા પાંચ બાબતોને રાખો ધ્યાનમાં

1. વાર્ષિક આવકના ઓછામાં ઓછા 15 થી 20 ગણો ટર્મ લાઈફ ઈન્સ્યોરન્સ હોવું જોઈએ, 2. તબીબી ખર્ચના વધતા ખર્ચ સામે લડવા માટે આરોગ્ય વીમો મહત્ત્વ નું છે., 3. ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ્સમાં SIP પોર્ટફોલિયોમાં હોવી જોઈએ, 4. ઇમરજન્સી ફંડ્સ – ઓછામાં ઓછા 6 મહિનાનું હોવું જોઇએ, 5. પરિવારને તમારી નાણાકીય બાબતોમાં સામેલ કરો. રોકાણો, વીમા, બેંક ખાતાઓ વિલ હોય તે તમામ બાબતો હાથવગી હોવી જોઇએ જેથી કટોકટી ઊભી થાય તો આ વિગતો કામમાં આવે છે

જીવન વીમાનું મહત્વ જાણો

આજે, ભારતીય વસ્તીના 25% કરતા પણ ઓછા લોકો પર્યાપ્ત જીવન વીમા કવચ ધરાવે છે. ફિક્સ્ડ એન્યુઇટી પ્લાન આગામી 40/50 વર્ષ માટે રિટર્નમાં લોક કરવા માટે ઉત્તમ ટેક્સ ફ્રી રિટર્ન ઓફર કરે છે.

મ્યુચ્યુઅલ ફંડ એ લાંબા ગાળામાં સંપત્તિ બનાવવાની શ્રેષ્ઠ રીત

મ્યુચ્યુઅલ ફંડ એ લાંબા ગાળામાં સંપત્તિ બનાવવાની શ્રેષ્ઠ રીત છે, શ્રેષ્ઠ અને ફુગાવાને હરાવીને વળતર આપે છે, રૂપિયાની કિંમત સરેરાશ આપે છે, કર અસરકારક વળતર આપે છે અને વ્યાવસાયિક ફંડ મેનેજરો દ્વારા સંચાલિત થાય છે.

લેખકઃ દિશીત પારેખ,ફોરસાઇટ ફાઇનાન્શિયલ એડવાઇઝરી

ફોરસાઇટ ફાઇનાન્શિયલ એડવાઇઝરી: પ્રથમ વર્ષગાંઠની ઉજવણી

ફોરસાઇટ ફાઇનાન્શિયલ એડવાઇઝરી (FFA)એ પ્રથમ વર્ષગાંઠની ઉજવણી કરી હતી. જે કમિશન-આધારિત સિસ્ટમના બદલે ફીના ધોરણે કાર્ય કરે છે.