મુંબઇ: હાજર બજારોમાં નવી ખરીદીનાં અભાવે વાયદા પણ નીચા મથાળે રહ્યા હતા. એકંદરે કૄષિ કોમોડિટીમાં ઘટાડો જોવા મળ્યો હતો. આજે NCDEX ખાતે ગુવારેક્ષ ઇન્ડેક્ષ ઘટાડા સાથે બંધ રહ્યો હતો. ગુવારેક્ષ ૮૧૪૨.૩૦ ખુલી સાંજે ૮૦૮૭.૦૦ અંક બંધ રહ્યો હતો. ગુવારેક્ષનાં વાયદા કારોબારમાં ભાવ ૮૧૬૦રૂ. ખુલી ઉંચામાં ૮૧૬૦ તથા નીચામાં ૮૧૬૦રૂ. થઇ ૮૧૬૦રૂ. બંધ રહ્યા હતા. ગુવાર કોમ્પ્લેક્ષનાં વાયદા વધ્યા મથાળે બંધ રહ્યા હતા. ધાણાનાં અમુક વાયદામાં ચાર થી છ ટકાની નીચલી સર્કિટો લાગી હતી. જ્યારે ગુવાર ગમનાં  વાયદા કારોબાર ૨૪૯ કરોડરૂ.નાં વેપાર સાથે જ્યારે ગુવાર સીડનાં વાયદા કારોબાર ૨૬૦ કરોડરૂ.નાં વેપાર સાથે ટોચ પર રહ્યા હતા.

NCDEX ખાતે એરંડા, દિવેલ, કપાસિયા ખોળ,ધાણા, કપાસ તથા હળદરનાં ભાવ ઘટ્યા મથાળે બંધ રહ્યા હતા. જયારે  ગુવાર ગમ, ગુવાર સીડ, જીરૂ તથા સ્ટીલનાં ભાવ વધ્યા મથાળે બંધ રહ્યા હતા. આજે એરંડાના ભાવ ૭૪૫૨રૂ. ખુલી ૭૪૪૮રૂ., દિવેલનાં ભાવ ૧૪૯૭રૂ. ખુલી ૧૪૯૭રૂ., કપાસિયા ખોળનાં ભાવ ૨૭૪૫રૂ. ખુલી ૨૭૩૭રૂ., ધાણા ૯૨૪૦રૂ. ખુલી ૮૮૪૦રૂ. ગુવાર સીડનાં ભાવ ૫૯૨૨રૂ. ખુલી ૫૯૨૭રૂ. બંધ રહ્યા હતા. આજ પ્રમાણે ગુવાર ગમ ૧૨૭૭૨રૂ. ખુલી ૧૨૮૩૩રૂ., જીરાનાં ભાવ ૨૬૦૪૫રૂ. ખુલી ૨૬૨૦૦રૂ., કપાસનાં ભાવ ૧૬૩૮.૦૦રૂ. ખુલી ૧૬૨૮.૦રૂ., સ્ટીલના ભાવ ૪૬૮૪૦ ખુલી ૪૭૦૭૦રૂ. અને હળદરનાં ભાવ ૭૧૨૪ રૂ. ખુલી ૭૦૪૬રૂ. બંધ રહ્યા હતા.