મુંબઇ, ૪ મે: હાજર બજારોમાં ખપપુરતી ખરીદી વચ્ચે અમુક ચોક્કસ  કૄષિપેદાશોનાં ભાવ વધ્યા હતા. જેની વાયદામાં  પણ અસર જોવા મળી હતી. NCDEX ખાતે ઇસબગુલ સીડનાં વાયદામાં ૫૪ ટનના વેપાર થયા હતા. NCDEX ખાતે આજે ગુવાર કોમ્પ્લેક્ષનાં ભાવમાં સુધારો જોવા મળ્યો હતો. બિન કૄષિ કોમોડિટીમાં સ્ટીલનાં ભાવ આજે ઘટ્યા મથાળે બંધ રહ્યા હતા.

NCDEX ખાતે આજે ગુવાર કોમ્પ્લેક્ષના ભાવ વધ્યા મથાળે બંધ રહ્યા હતા. ગુવાર સીડનાં વાયદા કારોબાર ૨૯૧ કરોડ રૂ.નાં વેપાર સાથે જ્યારે જીરાનાં વાયદા કારોબાર ૨૫૫ કરોડ રૂ.નાં વેપાર સાથે ટોચ પર રહ્યા હતા.

NCDEX ખાતે આજે એરંડા, દિવેલ,  ગુવાર ગમ,ગુવાર સીડ કપાસ તથા હળદરનાં ભાવ વધ્યા મથાળે બંધ રહ્યા હતા. જ્યારે  કપાસિયા ખોળ, ધાણા, ઇસબગુલ, જીરૂ તથા સ્ટીલનાં ભાવ ઘટ્યા મથાળે બંધ રહ્યા હતા. આજે એરંડાના ભાવ ૬૦૫૦ રૂ. ખુલી ૬૦૭૫  રૂ., દિવેલનાં ભાવ ૧૨૩૦ રૂ. ખુલી ૧૨૩૦ રૂ., કપાસિયા ખોળનાં ભાવ ૨૮૧૦ રૂ. ખુલી ૨૭૯૦ રૂ., ધાણા ૬૭૦૦ રૂ. ખુલી ૬૬૯૨ રૂ. ગુવાર સીડનાં ભાવ ૫૬૦૦ રૂ. ખુલી ૫૬૭૦ રૂ. બંધ રહ્યા હતા. આજ પ્રમાણે ગુવાર ગમ ૧૧૨૫૦  રૂ. ખુલી ૧૧૪૦૯ રૂ., ઇસબગુલનાં ભાવ ૨૪૨૫૦ રૂ. ખુલી ૨૩૯૦૫ રૂ.,  જીરાનાં ભાવ ૪૫૩૦૦ રૂ. ખુલી ૪૫૨૯૦ રૂ., કપાસનાં ભાવ ૧૬૧૬.૦૦ રૂ. ખુલી ૧૬૧૬. ૦૦ રૂ., સ્ટીલના ભાવ ૪૬૧૯૦ ખુલી ૪૬૧૯૦ રૂ. અને હળદરનાં ભાવ  ૭૧૮૮  રૂ. ખુલી ૭૪૨૮ રૂ. બંધ રહ્યા હતા.