મુંબઇ: અમુક સ્થળોએ હજુ દિવાળીની રજાઓ છે. તો અમુક રાજ્યોમાં હાજર બજારોમાં પાંખા કામકાજ શરૂ થયા છે. વાયદામાં કૄષિ પેદાશોમાં આજે માહોલ તેજ હતો. તેથી કૄષિ કોમોડિટીનાં ભાવોમાં ઉછાળો જોવા મળ્યો હતો. આજે NCDEX ખાતે ગુવારેક્ષ ઇન્ડેક્ષ સુધારા સાથે બંધ રહ્યો હતો. ગુવારેક્ષ આજે સવારે 5938.90 ખુલી સાંજે 6043.40 અંક બંધ રહ્યો હતો. ગુવારેક્ષનાં વાયદા કારોબારમાં ભાવ 5956 રૂપિયા ખુલી ઉંચામાં 5956 તથા નીચામાં 5956 રૂપિયા થઇ સાંજે 5956 રૂપિયા બંધ રહ્યા હતા.        

ગુવાર કોમ્પ્લેક્ષનાં ભાવ વધ્યા મથાળે બંધ રહ્યા હતા. એરંડાનાં અમુક વાયદામાં ચાર થી છ ટકાની નીચલી સર્કિટ લાગી હતી. જો કે નજીકનાં વાયદા ઉંચા બંધ રહ્યા હતા. ગુવાર ગમનાં વાયદા કારોબાર 156 કરોડ રૂપિયાનાં વેપાર સાથે જ્યારે ગુવાર સીડનાં વાયદા કારોબાર 96 કરોડ રૂપિયાનાં વેપાર સાથે ટોચ પર રહ્યા હતા.

એરંડા, દિવેલ, કપાસિયા ખોળ, ધાણા, ગુવાર ગમ, ગુવાર સીડ, જીરૂ તથા કપાસનાં ભાવ વધ્યા મથાળે બંધ રહ્યા હતા. જ્યારે સ્ટીલ તથા હળદરનાં ભાવ ઘટ્યા મથાળે બંધ રહ્યા હતા. એરંડાના ભાવ 7124 રૂપિયા ખુલી 7134 રૂપિયાદિવેલનાં ભાવ 1431 રૂપિયા ખુલી 1431 રૂપિયાકપાસિયા ખોળનાં ભાવ 2405 રૂપિયા ખુલી 2407 રૂપિયાધાણા 11430 રૂપિયા ખુલી 11620 રૂપિયા ગુવાર સીડનાં ભાવ 4603 રૂપિયા ખુલી 4679 રૂપિયા બંધ રહ્યા હતા. આજ પ્રમાણે ગુવાર ગમ 9068 રૂપિયા ખુલી 9151 રૂપિયાજીરાનાં ભાવ 24070 રૂપિયા ખુલી 24250 રૂપિયાકપાસનાં ભાવ 1561.00 રૂપિયા ખુલી 1567.0 રૂપિયાસ્ટીલના ભાવ 48590 ખુલી 48250 રૂપિયા અને હળદરનાં ભાવ 7646 રૂપિયા ખુલી 7462 રૂપિયા બંધ રહ્યા હતા.