SENSEX, NIFTYની ઇન્ટ્રા-ડે ચાલ

વિગતખુલીવધીઘટીબંધસુધારો ટકા
સેન્સેક્સ59792.3259959.9459496.8059756.84212.880.36
નિફ્ટી17771.4017783.9017654.5017736.9580.600.57

અમદાવાદઃ દિવાળીના મુહુર્ત સોદા પછી વિક્રમ સંવત 2079ની શરૂઆત ભલે નરમ ટોન સાથે થઇ હોય, પરંતુ માર્કેટ અંડરટોન સંગીન સુધારાનો બની રહ્યો છે. બુધવારે સેન્સેક્સે 60000 પોઇન્ટની સાયકોલોજિકલ સપાટી વટાવવાની કોશિશ કરી હતી. જ્યારે ગુરુવારે નિફ્ટી-50 17700 પોઇન્ટની મહત્વની ટેકનિકલી ટેકાની તેમજ સાયકોલોજિકલ સપાટી વટાવવામાં સફળ રહ્યો છે.

સેન્સેક્સ સવારે 250 પોઇન્ટના ગેપઅપથી 59792 પોઇન્ટની સપાટીએ ખુલી ઉપરમાં 59960 પોઇન્ટ થયા બાદ છેલ્લે 59757 પોઇન્ટની સપાટીએ 212.88 પોઇન્ટના સુધારા સાથે બંધ રહ્યો હતો. નિફ્ટી પણ 80.60 પોઇન્ટ સુધરી 17736.95 પોઇન્ટ બંધ રહ્યો હતો.

માર્કેટ બ્રેડ્થ- ટ્રેન્ડ અને સેન્ટિમેન્ટ પોઝિટિવ

બીએસઇ ખાતે કુલ ટ્રેડેડ 3549 પૈકી 1787 સ્ક્રીપ્સમાં સુધારો અને 1641 સ્ક્રીપ્સમાં ઘટાડો નોંધાયો હતો. જે દર્શાવે છે કે, માર્કેટબ્રેડ્થ પોઝિટિવ રહી હતી.

માર્કેટબ્રેડ્થ પોઝિટિવ

વિગતકુલ ટ્રેડેડસુધર્યાઘટ્યા
બીએસઇ354917871641
સેન્સેક્સ302010

નિફ્ટીમાં હેન્ગિંગ મેન પેટર્નઃ અપટ્રેન્ડ જળવાઇ રહેવાનો આશાવાદ

નિફ્ટીના ડેઇલી ચાર્ટ ઉપર હેન્ગિંગ મેન પેટર્ન જોવા મળી છે. જે અપટ્રેન્ડ જળવાઇ રહેવાનો આશઆવાદ આપે છે. જોકે, 17800 પોઇન્ટનું રેઝિસ્ટન્સ ક્રોસ કર્યા પછી નિફ્ટીમાં ઝડપી સુધારાની ચાલ જોવા મળી શકે તેવું ટેકનિકલ નિષ્ણાતોનું માનવું છે. એક વાર 17900 ક્રોસ થયા બાદ 18000 ઝડપી જોવા મળી શકે. નીચામાં 17600- 17500 મહત્વની ટેકાની સપાટીઓ જણાય છે.

બેન્ક નિફ્ટીમાં શરૂઆતી સુધારો ધોવાયો

બેન્ક નિફ્ટી 300 પોઇન્ટના ગેપઅપથી ખુલ્યા બાદ 41512 પોઇન્ટ થઇ છેલ્લે 176 પોઇન્ટના સુધારા સાથે 41299 પોઇન્ટની સપાટીએ બંધ રહ્યો હતો. ડેઇલી ચાર્ટ ઉપર બેરિશ કેન્ડલ નરમાઇનો સંકેત આપી રહી છે.

એનર્જી, ટેલિકોમ, મેટલ્સમાં મજબૂતાઇ

બીએસઇ ખાતે એનર્જી ઇન્ડેક્સ 1.14 ટકા, ટેલિકોમ 1.07 ટકા, મેટલ્સ 3.02 ટકા, ઓઇલ 1.39 ટકા, પાવર 1.84 ટકા રિયાલ્ટી ઇન્ડેક્સ 2.95 ટકા સુધર્યા હતા. સ્મોલકેપ અને મિડકેપ ઇન્ડેક્સમાં અડધા ટકાથી ઓછો સુધારો રહ્યો હતો.

BSE: TOP 5 GAINERS

SecurityLTP (₹)Change% Ch.
APTECHT339.65+50.65+17.53
NMDC104.35+10.65+11.37
IIFL399.45+37.50+10.36
SJVN36.25+3.40+10.35
RBLBANK136.35+12.40+10.00

BSE TOP 5 LOSERS

SecurityLTP (₹)Change% Change
GLAND1,898.60-325.60-14.64
PCBL128.90-11.75-8.35
TIRUMALCHM194.40-14.80-7.07
RITES361.40-21.35-5.58
NYKAA1,049.15-61.45-5.53