મુંબઇ

હાજર બજારોમાં નવી ખરીદીનો અભાવ તથા વાયદામાં સોદા સુલટાવવાની માનસિકતાનાં કારણે આજે  કૄષિપેદાશોનાં ભાવમાં બેતરફી વધઘટ જોવા મળી હતી. આજે એનસીડેક્સ ખાતે ગુવારેક્ષ ઇન્ડેક્ષ ઘટાડા સાથે બંધ રહ્યો હતો. ગુવારેક્ષ આજે સવારે 6064.70 ખુલી સાંજે 60૩૩.90 અંક બંધ રહ્યો હતો. ગુવારેક્ષનાં વાયદા કારોબારમાં ભાવ 6097.00 રૂપિયા ખુલી ઉંચામાં 6097 તથા નીચામાં 6097 રૂપિયા થઇ સાંજે 6097 રૂપિયા બંધ રહ્યા હતા.        

એનસીડેક્સ ખાતે આજે ગુવાર કોમ્પ્લેક્ષનાં ભાવ ઘટ્યા મથાળે બંધ રહ્યા હતા. આજે બાજરાનાં અમુક વાયદામાં ચાર થી છ ટકાની ઉપલી તથા જીરાનાં અમુક વાયદામાં ચાર થી છ ટકાની નીચલી સર્કિટો લાગી હતી.  આજે ગુવાર ગમનાં વાયદા કારોબાર 66 કરોડ રૂપિયાનાં વેપાર સાથે જ્યારે ગુવાર સીડનાં વાયદા કારોબાર 82 કરોડ રૂપિયાનાં વેપાર સાથે ટોચ પર રહ્યા હતા.

એનસીડેક્સ ખાતે એરંડા, દિવેલ, કપાસિયા ખોળ, બાજરો, કપાસ તથા હળદરનાં ભાવ વધ્યા મથાળે બંધ રહ્યા હતા. જ્યારે ધાણા, ગુવાર ગમ, જીરૂ તથા સ્ટીલનાં ભાવ ઘટ્યા મથાળે બંધ રહ્યા હતા. આજે એરંડાના ભાવ 7092 રૂપિયા ખુલી 7102 રૂપિયા, દિવેલનાં ભાવ 1426 રૂપિયા ખુલી 1426 રૂપિયા, કપાસિયા ખોળનાં ભાવ 2૩90 રૂપિયા ખુલી 2408 રૂપિયા, ધાણા 11470 રૂપિયા ખુલી 11440 રૂપિયા ગુવાર સીડનાં ભાવ 4644 રૂપિયા ખુલી 4600 રૂપિયા બંધ રહ્યા હતા. આજ પ્રમાણે ગુવાર ગમ 9015 રૂપિયા ખુલી 8950 રૂપિયા, જીરાનાં ભાવ 2૩200 રૂપિયા ખુલી 2૩125 રૂપિયા, કપાસનાં ભાવ 1608.00 રૂપિયા ખુલી 1615.0 રૂપિયા, સ્ટીલના ભાવ 49450 ખુલી 48410 રૂપિયા અને હળદરનાં ભાવ 7154 રૂપિયા ખુલી 7154 રૂપિયા બંધ રહ્યા હતા. 

એનસીડેક્સ ખાતે આજે એરંડાનાં વાયદામાં કુલ 4860 ટન, કપાસિયા ખોળમાં 16000 ટન, ધાણામાં ૩675 ટન, ગુવાર ગમમાં 7195 ટન, ગુવાર સીડમા 17505 ટન, જીરામાં 2409 ટન, કપાસનાં વાયદામાં 488 ગાડી, સ્ટીલમાં 900 ટન તથા હળદરનાં વાયદામાં 2210 ટનનાં કારોબાર થયા હતા.

આજે એનસીડેક્સ ખાતે એરંડામાં ૩5 કરોડ, કપાસિયા ખોળમાં ૩8 કરોડ, ધાણામાં 42 કરોડ, ગુવાર ગમમાં 66 કરોડ ગુવાર સીડમાં 82 કરોડ, જીરામાં 57 કરોડ, કપાસમાં 16 કરોડ, સ્ટીલમાં 4 કરોડ તથા હળદરનાં વાયદામાં 16 કરોડ રૂપિયાનાં કારોબાર થયા હતા. એનસીડેક્સ ખાતે આજે  દિવસનાં કારોબારને અંતે કુલ 6869 સોદામાં કુલ ૩57 કરોડ રૂપિયાનાં વેપાર થયા હતા