અમદાવાદ

રિન્યુએબલ એનર્જી સર્વિસ પ્રોવાઈડર સુઝલોન ગ્રૂપે અદાણી ગ્રીન એનર્જી પાસેથી 48.3 મેગાવોટ (MW)નો વિન્ડ પાવર પ્રોજેક્ટ વિકસાવવાનો પ્રોજેક્ટ મેળવ્યો છે. સુઝલોન વિન્ડ ટર્બાઇન જનરેટરના 23 યુનિટ ઇન્સ્ટોલ કરશે. ગુજરાતના માંડવીમાં સ્થિત આ પ્રોજેક્ટ 2023માં કાર્યરત થવાની અપેક્ષા છે. કંપનીએ જણાવ્યા પ્રમાણે, 13 ઓગસ્ટે સુઝલોને અદાણી ગ્રીનનો 226.8 મેગાવોટનો ઓર્ડર મેળવ્યા ઉપરાંત આ નવો ઓર્ડર મેળવ્યો છે.

શેરમાં 4 ટકાનો ઉછાળો

સુઝલોન એક પછી એક નવા ઓર્ડર મેળવવાના સમાચાર ઉપરાંત ગૌતમ અદાણીએ કંપની પર વિશ્વાસ વ્યક્ત કરતાં આજે સુઝલોનના શેરમાં 3.89 ટકાનો ઉછાળો નોંધાયો હતો. બીએસઈ ખાતે 7.62એ ખૂલ્યા બાદ 7.54ના ઘટ્યા મથાળેથી વધી 7.90ની ટોચે પહોંચ્યા હતો. અંતે 7.75 પર બંધ રહ્યો હતો.

સુઝલોન પ્રોજેક્ટને સપ્લાય, ઇન્સ્ટોલ અને કમિશનિંગ દ્વારા એક્ઝિક્યુટ કરશે. તે પોસ્ટ-કમિશન ઓપરેશન અને મેન્ટેનન્સ સેવા પણ પ્રદાન કરશે.

સુઝલોનનો રાઈટ્સ ઈશ્યૂ 20 ઓક્ટોબરે બંધ થશે

વિન્ડ કમ્પોનેન્ટ ઉત્પાદન સેગમેન્ટમાં ટોચનાં ઉત્પાદક અને દેશમાં ટોચની રિન્યૂએબલ ઓએન્ડએમ સર્વિસ પ્રોવાઇડર્સ પૈકીની એક સુઝલોન એનર્જીનો રૂ. 1,200 કરોડનો ફાસ્ટ-ટ્રેક રાઇટ્સ ઇશ્યૂ 20 ઓક્ટોબરે બંધ થશે. પાર્ટિલી પેઈડઅપ શેરની ઈશ્યૂ પ્રાઈઝ રૂ. 5 છે. કંપની આગામી આઠ વર્ષમાં દેવામુક્ત બનવા માગે છે.

સુઝલોન ગ્રુપના એક્ઝિક્યુટીવ વાઈસ ચેરમેન ગીરીશ તંતીએ જણાવ્યુ હતું કે, અદાણી ગ્રીન એનર્જીએ માંડવી, કચ્છમાં પોતાના વિન્ડ એનર્જી પ્રોજેક્ટના વધારાના ઓર્ડર માટે અમારી પસંદગી કરી છે. વિન્ડ ટર્બાઈનમાં 70થી 80 ટકા સામગ્રી દેશમાં જ ઉત્પાદિત કરીએ છે. જે આત્મનિર્ભર વિઝનને અનુરૂપ છે.