NCDEX: સ્ટીલનાં વાયદામાં નીચલી સર્કિટ, ગુવારેક્સમાં સુધારો
એનસીડેક્સ ખાતે કૄષિ કોમોડિટીમાં આજે અકંદરે નરમાઇ જોવા મળી હતી. ગુવારેક્ષ ઇન્ડેક્ષ વધારા સાથે બંધ રહ્યો હતો. ગુવારેક્ષ આજે સવારે ૭૬૬૧.૮૦ ખુલી સાંજે ૭૭૪૦.૮૦ અંક બંધ રહ્યો હતો. ગુવારેક્ષનાં વાયદા કારોબારમાં ભાવ ૭૭૧૨ ખુલી ઉંચામાં ૭૭૬૦ તથા નીચામાં ૭૬૯૦ થઇ સાંજે ૭૯૪૮ બંધ રહ્યા હતા. ગુવારેક્ષમાં ૩૨૧ સોદા સાથે કુલ ૨૫ કરોડ રુપિયાનાં વેપાર થયા હતા. જ્યારે ઉભા ઓળિયા કુલ ૫૬૦ રહ્યા હતા. આજે ઓપ્શનનાં સોદામાં કુલ ૧૯ કરોડનાં કારોબાર થયા હતા. ગુવાર કોમ્પ્લેક્ષનાં વાયદા વધ્યા મથાળે બંધ રહ્યા હતા. એનસીડેક્સ ખાતે આજે ગુવાર ગમનાં વાયદા કારોબાર ૧૨૨ કરોડનાં વેપાર સાથે જ્યારે એરંડાના વાયદા ૧૮૬ કરોડનાં વેપાર સાથે ટોચ પર રહ્યા હતા. એરંડા, દિવેલ, ધાણા, જીરુ તથા સ્ટીલ ઘટ્યા મથાળે બંધ રહ્યા હતા. જ્યારે કપાસિયા ખોળ, ગુવાર ગમ, ગુવાર સીડ, કપાસ તથા હળદર વધ્યા મથાળે બંધ રહ્યા હતા. આજે એરંડાના ભાવ ૭૬૫૨ ખુલી ૭૬૨૮, દિવેલ ૧૫૫૦ ખુલી ૧૫૪૭, કપાસિયા ખોળ ૨૭૯૪ ખુલી ૨૮૨૯, ધાણા ૧૧૬૧૬ ખુલી ૧૧૩૯૮ ગુવાર સીડ ૫૯૪૫ ખુલી ૬૦૨૯ બંધ રહ્યા હતા. આજ પ્રમાણે ગુવાર ગમ ૧૧૬૦૦ ખુલી ૧૧૭૨૪, જીરા ૨૧૮૬૫ ખુલી ૨૧૬૬૦, કપાસ ૧૮૨૬.૦૦ ખુલી ૧૮૨૭.૦, સ્ટીલના ભાવ ૫૧૦૦૦ ખુલી ૫૦૦૦૦ અને હળદર ૮૨૩૬ ખુલી ૮૨૫૮ બંધ રહ્યા હતા.