માર્ચ 2023માં એટીએમ રોકડ ઉપાડ રૂ. 2.84 લાખ કરોડ નોટબંધી પછીના 76 મહિનામાં 235.0%ની વૃદ્ધિ દર્શાવે છે

ભારતનો પ્રથમ રોકડ વપરાશ અહેવાલ નાણા વર્ષ 2023 ના રોકડ મેગાટ્રેન્ડને પ્રકાશિત કરે છે

મુંબઈ, 25 મેઃ સમગ્ર ભારતમાં એટીએમ રોકડ ભરપાઈમાં નાણાંકીય વર્ષ 2023માં વાર્ષિક 16.6% વૃદ્ધિ જોવા મળી હતી. માર્ચ 2023માં એટીએમ રોકડ ઉપાડ રૂ. 2.84 લાખ કરોડ નોટબંધી પછીના 76 મહિનામાં 235.0% ની સ્પષ્ટ વૃદ્ધિ દર્શાવે છે.

મહારાષ્ટ્ર, ગુજરાત, તમિલનાડુ, કર્ણાટક અને ઉત્તર પ્રદેશ મળીને નાણાંકીય વર્ષ 2023માં સમગ્ર દેશમાં સીએમએસ ઇન્ફો સિસ્ટમ્સ દ્વારા ફરી ભરાયેલી કુલ એટીએમ રોકડનો 43.1% હિસ્સો ધરાવે છે, સંજોગોવશાત, MoSPIના મતે નાણાંકીય વર્ષ 2022માં આ મહત્તમ કુલ રાજ્ય સ્થાનિક ઉત્પાદન (GSDP) સાથેના ટોચના 5 રાજ્યો છે.

કર્ણાટકમાં નાણાંકીય વર્ષ 2023માં એટીએમ દીઠ સૌથી વધુ વાર્ષિક સરેરાશ રોકડ ભરપાઈ રૂ. 1.73 કરોડ જોવા મળી હતી, જે નાણાંકીય વર્ષ 2022 દરમિયાન એટીએમ દીઠ રૂ. 1.46 કરોડની રોકડ ભરપાઈ કરતાં 18.1% વધુ હતી. છત્તીસગઢમાં નાણાંકીય વર્ષ 2023માં રૂ. 1.58 કરોડની બીજી સૌથી વધુ રોકડ ભરપાઈ જોવા મળી હતી, જેમાં નાણાંકીય વર્ષ 2022માં રૂ. 1.62 કરોડ કરતાં 2.1%નો ઘટાડો જોવા મળ્યો હતો.

2021માં 421 બિલિયન ડોલર પર, સીઆઈસીમાં ભારતે ત્રીજી-સૌથી વધુ વાર્ષિક વૃદ્ધિ 7.9% જોઈ, જ્યારે યુકે (+11.8%) અને ચીનમાં (+10.2%) 2020ની સરખામણીમાં અનુક્રમે સૌથી વધુ અને બીજા ક્રમની સૌથી વધુ વાર્ષિક વૃદ્ધિ જોવા મળી.

2016માં 8.7%ને સ્પર્શ્યા પછી, ભારતનો સીઆઈસીથી જીડીપી રેશિયો સરેરાશ 12.4%ની નજીક પહોંચી ગયો છે જે 10-વર્ષની સરેરાશ 11.8% કરતા વધારે છે.

ભારતમાં ઓક્ટોબરથી ડિસેમ્બર દરમિયાન મહત્તમ રોકડ વપરાશ

ભારતમાં નાણાંકીય વર્ષ 2022માં ઓક્ટોબરથી ડિસેમ્બર વચ્ચે અને નાણાંકીય વર્ષ 2023ના ઓક્ટોબર, ડિસેમ્બર અને માર્ચ દરમિયાન તહેવારો અને લગ્નની સીઝન દરમિયાન મહત્તમ રોકડ વપરાશ અને માંગ જોવા મળી હતી. રિટેલ કેશ મેનેજમેન્ટ (RCM) પોઈન્ટમાંથી એકત્ર કરાયેલ સરેરાશ રોકડનો ડેટા છ મુખ્ય ઉદ્યોગ ક્ષેત્રો 50:50 ની કામગીરી દર્શાવે છે. નાણાંકીય વર્ષ 2023 દરમિયાન ટ્રાન્સપોર્ટેશન, ઓર્ગેનાઈઝ્ડ રિટેલ અને બેંકિંગ અને નાણાંકીય સેવાઓ (BFSI) ક્ષેત્રોમાં દરેકમાં 38.7%, 14.4% અને 5.6% વાર્ષિક વધારો જોવા મળ્યો હતો.

કોવિડ-19 રોગચાળા પછી ખૂલેલા અર્થતંત્રનો એ બાબથત પરથી સ્પષ્ટ પુરાવો મળે છે કે ટ્રાન્સપોર્ટેશન સેક્ટરમાં RCM પોઈન્ટ દીઠ 1.4 ગણું ઊંચું સરેરાશ કેશ કલેક્શન થયું છે – નાણાંકીય વર્ષ 2022માં રૂ. 1.49 કરોડથી નાણાંકીય વર્ષ 2023માં રૂ. 2.06 કરોડ.

બેંકિંગ લોજિસ્ટિક્સ અને ટેક્નોલોજી સેવાઓ પ્રદાન કરતી ભારતની અગ્રણી બિઝનેસ સર્વિસ કંપની સીએમએસ ઇન્ફો સિસ્ટમ્સ લિમિટેડે (CMS) આજે ‘સીએમએસ ઇન્ડિયા કેશ વાઇબ્રન્સી રિપોર્ટ 2023’ રિલીઝ કર્યો હતો. ગ્રાહકો દ્વારા રોકડ વપરાશ અંગેનો પ્રથમ વ્યાપક ઉદ્યોગ અહેવાલ, કંપનીના માલિકીના સીએમએસ કેશ ઇન્ડેક્સ™ (CCI) દ્વારા આધારિત, નાણાંકીય વર્ષ 2022 ની તુલનામાં નાણાંકીય વર્ષ 2023 ના સમયગાળા દરમિયાનના મેગાટ્રેન્ડ્સને પ્રકાશિત કરે છે.

નોંધનીય છે કે ભારતમાં વસ્તીના નોંધપાત્ર હિસ્સા પાસે બેંક સુવિધાઓ નથી, જેઓ કોઈ ઔપચારિક બેંકિંગ સેવાઓ ધરાવતા નથી. આ વ્યક્તિઓ વ્યવહારો કરવા માટે તેમના પ્રાથમિક માધ્યમ તરીકે દરરોજ રોકડ વપરાશ પર આધાર રાખે છે. નાણાંકીય અને ડિજિટલ સાક્ષરતાના ઓઠા હેઠળ ઓફર કરવામાં આવતી સગવડ હોવા છતાં ડિજિટલ પેમેન્ટ્સ માટે સુરક્ષાની ચિંતાઓ આગળ વધી છે. રોકડ અને ડિજિટલનું યોગ્ય સંતુલન આપણા જેવી તેજીવાળી અર્થવ્યવસ્થાને ઉપર તરફ લઈ જશે એવો અમને વિશ્વાસ છે, એમ અનુષ રાઘવને ઉમેર્યું હતું.

સીએમએસ ઇન્ફો સિસ્ટમ્સના કેશ મેનેજમેન્ટ સર્વિસિસના પ્રેસિડેન્ટ શ્રી અનુષ રાઘવને જણાવ્યું હતું કે, અહેવાલ ભારતીય અર્થતંત્રમાં રોકડની સુસંગતતા અને મહત્વ દર્શાવે છે. નાણાંકીય સમાવેશને વિસ્તૃત કરવા અને સમાજમાં દરેક માટે સુલભ હોય તેવી અનુકૂળ અને ઓછી કિંમતની ચુકવણી પ્રણાલી પ્રદાન કરવી મહત્વપૂર્ણ છે. અમે એટીએમ પર માસિક સરેરાશ રોકડ ભરપાઈમાં 10.1% વૃદ્ધિ અને નાણાંકીય વર્ષ 2023માં ઈ-કોમર્સ કંપનીઓ સાથે પોઈન્ટ દીઠ સરેરાશ રોકડ સંગ્રહમાં મજબૂત 1.3 ગણો વધારો જોયો છે.

Contact Information:

Media Relations  RepresentativeInvestor Relations  RepresentativeCompany Secretary &  Compliance Officer
Smita Sengupta smita.sengupta@cms.com  +91-9769550799Puneet Kokru puneet.kokru@cms.com +91-22-6918-4015Praveen Soni company.secretary@cms.com +91-22-4889-7400 
Pushkar Gupta pushkar@thegoodedge.com +91-9323080909Anuj Sonpal cms@valoremadvisors.com +91-22-4903-9500