NDTVના શેરમાં અપર સર્કિટ, શેર 52 સપ્તાહની ટોચે, અદાણી જૂથમાં અદાણિ ટ્રાન્સ. સિવાયના શેર્સ ઘટ્યા
અમદાવાદઃ BSE પર કંપનીના શેર 5 ટકાની સર્કિટ સાથે રૂ. 384.50ની 52 સપ્તાહની ઊંચી સપાટીએ આંબી ગયો છે. ગૌતમ અદાણીની આગેવાની હેઠળના અદાણી જૂથ દ્વારા મીડિયા કંપની NDTVમાં હિસ્સો ખરીદવાના અહેવાલો વચ્ચે બુધવારે NDTVના શેરમાં 5 ટકાની તેજીની સર્કિટ વાગી હતી. BSE પર કંપનીનો શેર પાંચ ટકા અપર સર્કિટ સાથે રૂ. 384.50 પર પહોંચ્યો હતો. જ્યારે NSE પર કંપનીનો શેર 4.99 ટકા વધીને રૂ. 388.20 સાથે વર્ષની ટોચે પહોંચ્યો હતો.
અદાણી ગ્રુપનો અદાણી ટ્રાન્સમિશન 52 વીક હાઈ
અદાણી ગ્રુપના નવા નવા ડેવલોપમેન્ટના પગલે છેલ્લા કેટલાક દિવસોથી અદાણી પાવર, અદાણી એન્ટરપ્રાઈઝ સહિતના શેર્સમાં નવી-નવી વાર્ષિક ટોચ જોવા મળતી હતી. પરંતુ અદાણી ગ્રુપ પર અઢળક દેવુ હોવાના અહેવાલે અદાણી ગ્રુપના શેર્સમાં ગઈકાલથી સુસ્ત માહોલ જોવા મળ્યો હતો. આજે માત્ર અદાણી ટ્રાન્સમિશનનો શેર 3769.40ની નવી ટોચે પહોંચ્યો હતો.
અદાણી જૂથના શેર્સ એટ એ ગ્લાન્સ
કંપની | બંધ | +/-% |
અદાણી એન્ટર. | 3136.60 | 3.74 |
અદાણી પોર્ટ્સ | 836.05 | 0.40 |
અદાણી પાવર | 390.65 | -5.00 |
અદાણી ટ્રાન્સ | 3696.95 | 2.97 |
અદાણી ગ્રીન | 2355.45 | -2.46 |
અદાણી ટોટલ ગેસ | 3421.10 | -0.29 |
અદાણી વિલ્મર | 677.15 | -1.81 |